Iran: શુ ઇરાને ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું? ઇરાનની ધરા ધ્રુજતા અટકળોનું બજાર ગરમ! એજન્સીઓ તપાસમાં લાગી

  • World
  • February 19, 2026
  • 0 Comments

Iran: એક તરફ અમેરિકા ઈરાન ઉપર ગમેત્યારે હુમલો કરે તેવી શકયતા વચ્ચે ઈરાનને ઘેરી લીધું છે અને ભારે તંગદિલીનો માહોલ છે ત્યારે બરાબર દક્ષિણ ઈરાનમાં આજે ગુરુવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા આવતા સુરક્ષા દળો એલર્ટ થઈ ગયા છે કારણકે જે રીતે ધરા ધ્રુજી તે જોતા ક્યાંક ઇરાને અણુ પરિક્ષણતો નથી કર્યું ને.. તે વાત આગની જેમ ફેલાઈ જતા અનેક અટકળો વહેતી થઈ છે.

જર્મનીના ભૂ-વિજ્ઞાન સંશોધન કેન્દ્ર (GFZ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછી ઊંડાઈને કારણે તીવ્ર આંચકો આવતા લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો.

બીજી તરફ ઈરાને ગુપ્ત રીતે કોઈ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો છે કે કેમ ? તે મામલે આંતરરાષ્ટ્રીય ચર્ચા તીવ્ર બનતા સુરક્ષા દળો એલર્ટ થઈ ગયા હતા.જોકે, સત્તાવાર રીતે આ વાતની કોઈ પુષ્ટિ થઈ શકી નથી, ઈરાન ઉપર અમેરિકા ગમેત્યારે હુમલો કરે તે સ્થિતિમાં આ ભૂકંપ આવતા આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અત્યારે આ ડેટાનુ ગંભીરતાથી નિરીક્ષણ કરી રહી છે કે આ આંચકા કુદરતી હતા કે માનવસર્જિત.

બીજી તરફ ઈરાન સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને હાઈ એલર્ટ પર રાખી છે.
લગભગ 35,000 ની વસ્તી ધરાવતું મોહર શહેર ભૂકંપના કેન્દ્રની નજીક છે. ફાર્સ પ્રાંતના અન્ય શહેરોમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ મોટા નુકસાન કે જાનમાલના નુકસાનના અહેવાલ નથી પરંતુ તણાવપૂર્ણ સ્થિતિને જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.

ઈરાનમાં હાલની તંગ પરિસ્થિતિ અને તેના પરમાણુ કાર્યક્રમ અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે, કેટલાક લોકો સોશિયલ મીડિયા પર શું આ પરમાણુ પરીક્ષણ હતુ ? તે અંગે અટકળો વહેતી થઈ હતી. જોકે, નિષ્ણાતો અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ તે મામલે તપાસમાં લાગી છે અને મોટાભાગનાનું માનવું છે કે આ કુદરતી રીતે આવેલો ભૂકંપ હોઈ શકે છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Britain: એપ્સટિન ફાઇલ્સ : બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુયુની તેના જન્મદિવસે જ ધરપકડ!
  • February 19, 2026

Britain: એપ્સટિન ફાઇલ્સ જાહેર થયા પછી મોટી મોટી હસ્તિઓના નામો સામે આવી રહયા છે ત્યારે બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના નાના ભાઈ ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુનું નામ ખુલતા પોલીસે તેના જન્મદિવસે જ ધરપકડ…

Continue reading
Trump: અમેરિકા 22 ફેબ્રુઆરી સુધીમાં ઈરાન પર હુમલો કરી શકે છે!સૂત્ર
  • February 19, 2026

Trump: બ્રિટનમાં તૈનાત યુએસ ફાઇટર જેટ અને રિફ્યુઅલિંગ ટેન્કરોને મધ્ય પૂર્વની નજીક ખસેડવામાં આવી રહ્યા છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Britain: એપ્સટિન ફાઇલ્સ : બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુયુની તેના જન્મદિવસે જ ધરપકડ!

  • February 19, 2026
  • 4 views
Britain: એપ્સટિન ફાઇલ્સ : બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સના ભાઈ એન્ડ્રુયુની તેના જન્મદિવસે જ ધરપકડ!

Jignesh Mevani: “આઠ ચોપડી ભણેલા (હર્ષ સંઘવી) સાથે મારો ડ્રાઈવર પણ ડિબેટ ન કરે!” જીગ્નેશ મેવાણી બગડ્યા!!

  • February 19, 2026
  • 8 views
Jignesh Mevani: “આઠ ચોપડી ભણેલા (હર્ષ સંઘવી) સાથે મારો ડ્રાઈવર પણ ડિબેટ ન કરે!” જીગ્નેશ મેવાણી બગડ્યા!!

Budget: ગાંધીનગરમાં વિપક્ષના વિરોધ વચ્ચે બજેટ (સર્વાનુમતે!) મંજૂર

  • February 19, 2026
  • 9 views
Budget: ગાંધીનગરમાં વિપક્ષના વિરોધ વચ્ચે બજેટ (સર્વાનુમતે!) મંજૂર

Trump: અમેરિકા 22 ફેબ્રુઆરી સુધીમાં ઈરાન પર હુમલો કરી શકે છે!સૂત્ર

  • February 19, 2026
  • 3 views
Trump: અમેરિકા 22 ફેબ્રુઆરી સુધીમાં ઈરાન પર હુમલો કરી શકે છે!સૂત્ર

Iran: શુ ઇરાને ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું? ઇરાનની ધરા ધ્રુજતા અટકળોનું બજાર ગરમ! એજન્સીઓ તપાસમાં લાગી

  • February 19, 2026
  • 5 views
Iran: શુ ઇરાને ગુપ્ત પરમાણુ પરીક્ષણ કર્યું? ઇરાનની ધરા ધ્રુજતા અટકળોનું બજાર ગરમ! એજન્સીઓ તપાસમાં લાગી

Narendramodi: “ગલગોટિયા”ની ‘ગોળા ફેંક’ પદ્ધતિ કોની દેન? ‘ગપગોળા’થી દુનિયાભરમાં “ઈજ્જત”નો ફાલુદો થયો તે નફામાં.. જુઓ,જોરદાર વિશ્લેષણ

  • February 19, 2026
  • 7 views
Narendramodi: “ગલગોટિયા”ની ‘ગોળા ફેંક’ પદ્ધતિ કોની દેન? ‘ગપગોળા’થી દુનિયાભરમાં “ઈજ્જત”નો ફાલુદો થયો તે નફામાં.. જુઓ,જોરદાર વિશ્લેષણ