IRGC: ઈરાનમાં IRGCનો કબ્જો! નવા લીડર મોજતબાની હયાતી મામલે ઉઠયા સવાલો! હવે શું દુનિયામાં મોટું આર્થિક સંકટ તોળાશે!

  • World
  • April 19, 2026
  • 0 Comments

 IRGC: ભારતીય જહાજો ઉપર હુમલો કરીને ઇરાનની નવી લીડરશીપે મેસેજ આપી દીધો છે કે ઈરાન-ભારત વચ્ચે જેના સબંધો હતા તે જૂની લીડરશીપ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ છે અને હવે ઈરાનમાં નવું નેતૃત્વ આવી ગયું છે.

ઈરાનમાં હવે ટોચની લીડરશીપ ખતમ થઈ ચૂકી છે અને સત્તા કોના હાથમાં છે? કોણ સરકાર ચલાવી રહ્યું છે? તે કહેવું મુશ્કેલ બની ગયું છે અને કપ્તાન વગરનું જહાજ હવે ભટકી ગયું હોવાનું જણાય રહ્યું છે, પરિણામે કોઈ જવાબદાર એક સર્વોચ્ચ નેતા જ નહીં હોવાથી સમજૂતી કરશે કોણ? તે સવાલ વચ્ચે હવે સીઝ ફાયરનો કોઈ મતલબ રહેવાનો નથી અને ઈરાન પતન તરફ ધકેલાઈ રહ્યું હોવાનું જણાય રહ્યું છે.

ઇરાનના વિદેશ મંત્રીના ‘માર્ગ હવે ખુલ્લો છે’ તેવા નિવેદન બાદ ભારતીય જહાજો આગળ વધ્યા, પરંતુ IRGCએ તેમને રોકીને સ્પષ્ટ સંદેશ આપ્યો કે હોર્મુઝ પર અસલી કબજો તેમનો છે મતલબ કે ઇરાનના વિદેશ મંત્રીનું અહીં કઈ ઉપજવાનું નથી,આખરે આબરૂ બચાવવા કહેવાતી સરકારના બેત્રણ જણાએ એવું કહીને વાત ટાળી દીધી કે “અમેરિકાએ કરાર તોડ્યો એટલે અમેપણ વાયદો તોડ્યો! આમ અહીં અસલી કબ્જો IRGCનો છે તે સ્પષ્ટ થઈ ગયું છે.

અમેરિકા સાથેની બેઠકમાં પણ IRGCએ દરમ્યાનગીરી કરી હતી પરિણામે શાંતિવાર્તાની શરતો અંગે ઈરાનમાં જ બે ભાગલા પડી ગયા હતા,આમ,હવે ઈરાનમાં હવે કોણ સરકાર ચલાવી રહ્યું છે તે કહેવું મુશ્કેલ બન્યું છે.ઈરાનના સુપ્રીમો આયાતુલ્લા અલી ખામેનીના નિધન બાદ, તેમના ૫૬ વર્ષીય પુત્ર મોજતબા ખામેનેઈને ઈરાનના નવા અને શક્તિશાળી ‘સુપ્રીમ લીડર’ તરીકે જાહેર કરવામાં આવ્યા પણ બાદમાં તેઓ ક્યારેય જાહેરમાં કે વીડિયોમાં દેખાયા નથી પરિણામે તેમની હયાતી અંગે પણ સવાલો ઉઠ્યા છે.

અગાઉ જે રીતે અહેવાલો હતા તે મુજબ તેઓ જીવિત છે અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. કેટલાક અહેવાલોમાં ઘાયલ ચહેરો અને કપાયેલો પગ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો મોજતબાને સત્તાના સર્વોચ્ચ પદ સુધી પહોંચાડવામાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની મોટી ભૂમિકા હોવાનું માનવામાં આવે છે પણ મોજતબાના કોઈ નિવેદન કે દરમિયાનગીરી કઈ હજુ સુધી સામે આવ્યું નથી પરિણામે ખરેખર કોણ વહીવટ ચલાવે છે તે સ્પષ્ટ નથી.

ભારતની ચિંતા એટલે વધી છે કે 90 ટકા ગેસ આયાત અને મોટો તેલ પુરવઠો આ જ રસ્તેથી આવે છે. જો ઈરાનની સેના અને સરકાર વચ્ચેના આ વિખવાદમાં હોર્મુઝ બંધ રહે અથવા અસુરક્ષિત બનેતો ભારતમાં ઈંધણના ભાવ આસમાને પહોંચી જાય અને અર્થવ્યવસ્થા ખોરવાઈ જવાનું મોટું જોખમ ઉભું થયું છે.

શનિવારે હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ગનબોટ્સે ભારતીય ધ્વજ ધરાવતા બે જહાજો પર ગોળીબાર કર્યો હતો. આ હુમલા બાદ જહાજોને યુ-ટર્ન લઈ પાછા ફરવાની ફરજ પડી હતી. ફાયરિંગનો ભોગ બનેલા બે જહાજો પૈકી એક ‘વેરી લાર્જ ક્રૂડ કેરિયર’ (VLCC) છે, જેમાં 20 લાખ બેરલ જેટલો મોટો તેલનો જથ્થો ભરેલો હતો. આ ઘટનાના થોડા જ કલાકોમાં ભારત સરકારે ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથલીને સમન્સ પાઠવી તેડું મોકલ્યું હતું. જે બાદ તેઓ વિદેશ મંત્રાલય સમક્ષ હાજર થયા હતા. જોકે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને જહાજોને પણ મોટું નુકસાન પહોંચ્યું નથી પણ આ ઘટનાથી સાબિત થઈ ગયું કે ઈરાન-ભારતના વર્ષો જુના સબંધો સમજનારી સરકારનું અહીં પતન થઈ ચૂક્યું છે અને કોઈ નવી સત્તા ઈરાન ઉપર હાવી થઈ ગઈ છે,જુના બધા માર્યા ગયા છે અને નવા લીડરોએ કબ્જો જમાવ્યો છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં ‘જગ અર્ણવ’ અને ‘સનમાર હેરાલ્ડ’ નામના ભારતીય ટેન્કરો પર થયેલા ફાયરિંગથી માત્ર ભારત જ નહીં પણ વિશ્વભરમાં આ મેસેજ ગયો છે કે “ઈરાન અબ વો વાલા ઈરાન નહિ રહા” કોઈ થર્ડ પાર્ટી બધું મેનેજ કરી રહ્યું છે બદલાયેલા ગયેલા ઈરાને હોર્મુઝમાં 2 ભારતીય જહાજો પર ફાયરિંગ કર્યું. 14 જહાજો રોકવામાં આવ્યા, 13 પાછા ફર્યા આ હકીકત છે.

ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂત ડો. મોહમ્મદ ફથલીને સમન્સ પાઠવીને કડક શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જહાજો અને નાવિકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં વિદેશ સચિવે ઈરાનના રાજદૂત સાથેની બેઠકમાં ભારપૂર્વક જણાવ્યું છે કે અગાઉ ઈરાને ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપવાની ખાતરી આપી હતી, જેનું પાલન થવું જોઈએ.

હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજો પર થયેલા હુમલાએ ઈરાનની આંતરિક વ્યવસ્થાની પોલ ખોલી દીધી છે. એક તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી શાંતિ અને વેપારની વાતો કરે છે, તો બીજી તરફ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ ગોળીબાર કરીને પોતાનું વર્ચસ્વ સાબિત કરી રહ્યા છે અયાતુલ્લા અલી ખામેનેઈના મૃત્યુ બાદ ઈરાનમાં નેતૃત્વ ખતમ થઈ જતા સેના-IRGC હવે પોતે જ દેશ ઉપર કબ્જો કરી લીધો હોવાનું જણાય રહ્યું છે.

રાષ્ટ્રપતિ પેજેશ્કિયન અને વિદેશ મંત્રી પશ્ચિમી દેશો સાથે વાતચીત કરીને શાંતિ પ્રસ્થાપિત કરવા માંગે છે, જ્યારે IRGC અમેરિકા અને ઈઝરાયેલને પડકારવા માંગે છે પરિણામે ઈરાનમાં બે ભાગલા પડી ગયા છે.આમ, હવે અહીં શાંતિ સ્થપાવાના ચાન્સ ખૂબ ઓછા છે અને હવે ઇરાનનું લીડરશીપ પતન તરફ જઈ રહયાનું પ્રતિત થઈ રહ્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

US visa cancellation: ટ્રમ્પ સરકારની 2 લાખ વિઝા રદ કરવાની તૈયારી, 70 હજારથી વધુ ભારતીયો પર ખતરો
  • August 27, 2026

US visa cancellation: ટ્રમ્પ પ્રશાસન ઇમિગ્રેશન નીતિને વધુ કડક બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હવે અમેરિકાએ ઓછામાં ઓછા 2 લાખ એવા વિદેશી નાગરિકોના બિઝનેસ અને ટૂરિસ્ટ વિઝા રદ કરવાની…

Continue reading
US debt 40 trillion: અમેરિકા પર $40 ટ્રિલિયનનું દેવું, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા નવા આર્થિક સંકટ તરફ વધી રહી છે?
  • August 22, 2026

US debt 40 trillion: અમેરિકાની અર્થવ્યવસ્થાએ એક મહત્વપૂર્ણ પરંતુ ચિંતાજનક આર્થિક માઇલસ્ટોન પાર કર્યો છે. ફેડરલ સરકારનું કુલ રાષ્ટ્રીય દેવું પહેલીવાર 40 ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. આ માત્ર એક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

  • September 4, 2026
  • 3 views
Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

  • September 4, 2026
  • 6 views
Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

  • September 4, 2026
  • 6 views
Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

  • September 4, 2026
  • 9 views
Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

  • September 4, 2026
  • 9 views
Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

  • September 4, 2026
  • 12 views
SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર