
Israel Iran War: ઈરાને ઈઝરાયલ સામે યુધ્ધની જાહેરાત કરી દેતા ટ્રમ્પના પેટમાં વધુ તેલ રેડાયું છે. ઈરાન અને ઈઝરાયલ એકબીજા પર હુમલા કરી રહ્યા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે મોડી રાત્રે તેમના વરિષ્ઠ સાથીદારોને જણાવ્યું હતું કે તેમણે ઈરાન સામે હુમલાની યોજનાને મંજૂરી આપી દીધી છે. જો ઈરાન તેના તેહરાનમાં પરમાણુ કાર્યક્રમને રોકશે નહીં તો અમેરિકા ઈઝરાયલ વતી ઈરાન સામેના યુદ્ધમાં જોડાશે.
યુદ્ધમાં અમેરિકાના પ્રવેશ કરશેના સંકેત ટ્રમ્પે આપી દીધા છે. અમેરિકા ઇરાન-ઇઝરાયલ યુદ્ધમાં કૂદવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અમેરિકન મીડિયા વોલ સ્ટ્રીટ જર્નલે ટ્રમ્પના નિર્ણય સાથે સંકળાયેલા ત્રણ લોકોને ટાંકીને કહ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સામે હુમલાની યોજનાને મંજૂરી આપી દીધી છે.
ઈરાનના નિર્ણય પર નજર
ટ્રમ્પ દ્વારા હુમલાની યોજનાને મંજૂરી આપ્યા પછી, ઈરાની સરકાર તેના પરમાણુ કાર્યક્રમને બંધ કરે છે કે નહીં. તેની રાહ જોશે. જો ઈરાન તેનો પરમાણુ કાર્યક્રમ બંધ નહીં કરે, તો અમેરિકા ઈઝરાયલ વતી ઈરાન વિરુદ્ધ યુદ્ધમાં જોડાશે. આ દરમિયાન, ઈઝરાયલે ફરી એકવાર ઈરાન પર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલો તેહરાન અને તેની આસપાસના ઈરાનના લશ્કરી ઠેકાણાઓ પર કરવામાં આવ્યો છે.
ટ્રમ્પે મોટો દાવો કર્યો
આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધ અંગે મોટો દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન વાટાઘાટો માટે વ્હાઇટ હાઉસ આવવા તૈયાર છે. પરંતુ તેમનો જવાબ હતો કે હવે ઘણું મોડું થઈ ગયું છે. ટ્રમ્પના શબ્દોમાં કહીએ તો, ‘મેં કહ્યું હતું કે વાત કરવામાં બહુ મોડું થઈ ગયું છે, બે અઠવાડિયા પહેલા તેઓએ મારી સાથે વાત કેમ ન કરી?’
ટ્રમ્પે ખામેનીને ‘શુભેચ્છા’ કહી
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની પ્રતિક્રિયાનો પણ જવાબ આપ્યો, જેમાં તેમણે શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે કહ્યું, ‘હું ફક્ત તેમને શુભકામનાઓ કહીશ. ધીરજ ખૂટી ગઈ છે અને તેમનો દેશ બરબાદ થઈ ગયો છે. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને આ દુઃખદ છે.’ જ્યારે ટ્રમ્પને ઈરાન પર હુમલો કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમનો જવાબ હતો, ‘હું હમણાં કહી શકતો નથી કે હું હુમલો કરીશ કે નહીં.’
આ પણ વાંચો:
PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?
મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા
Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ
Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો
Israel-Iran War: ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, નાગરિકોને આપી આ સુચના
Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?
FASTag Annual Pass: ગડકરીની મોટી જાહેરાત!, વાર્ષિક પાસ 3 હજારમાં મળશે, કોને થશે લાભ?









