Maulana Mahmood Madani On Supreme Court: ‘સુપ્રીમ કોર્ટ’ને સુપ્રીમ કહેવાનો અધિકાર નથી!! મદનીના નિવેદનથી વિવાદ

  • India
  • November 29, 2025
  • 0 Comments

Maulana Mahmood Madani On Supreme Court:ભોપાલમાં એક કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના મહમૂદ મદનીએ સુપ્રીમ કોર્ટ ઉપર સવાલો ઉઠાવ્યા હતા અને તાજેતરના કેટલાક નિર્ણયો ટાંકીને આરોપ લગાવતા કહ્યું કે, ‘બાબરી મસ્જિદ અને તલાક જેવા કેસોના કોર્ટના નિર્ણયથી સાબિત થઈ રહ્યું છે કે અદાલતો સરકારના દબાણ હેઠળ કામ કરી રહી છે.

તેઓએ કહ્યું કે ‘અદાલતોના ઘણા નિર્ણય કે જેમાં લઘુમતીઓના અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.’તેમણે કહ્યું કે, ‘1991ના ઉપાસના સ્થળ અધિનિયમ (Places of Worship Act) છતાં અન્ય કેસોમાં જે પ્રકારની કાર્યવાહી થઈ તે તેનું ઉદાહરણ છે.

સુપ્રીમ કોર્ટને ત્યારે જ ‘સુપ્રીમ’ કહી શકાય જ્યાં સુધી ત્યાં બંધારણ સુરક્ષિત છે, જો આવું ન થાય તો સુપ્રીમ કોર્ટને ‘સુપ્રીમ’ કહેવાનો કોઈ અધિકાર નથી.’મદનીએ કહ્યું કે, ‘હાલના સમયમાં દેશમાં 10% લોકો મુસ્લિમોના પક્ષમાં છે, 30% તેમની વિરુદ્ધ છે, જ્યારે 60% લોકો મૌન છે.’ તેમણે મુસ્લિમોને અપીલ કરી કે તમે આ 60% મૌન લોકો સાથે વાત કરો અને પોતાની વાત તેમની સમક્ષ રાખો, કેમ કે જો આ વર્ગ મુસ્લિમોની વિરુદ્ધ થઈ ગયો તો મોટો ખતરો ઊભો થઈ શકે છે.’

મૌલાના મદનીએ જેહાદ’ અંગે વાત કરતા કહ્યું કે સરકાર અને મીડિયા દ્વારા આ પવિત્ર શબ્દને ખોટી રીતે દુનિયા સામે રજૂ કરવામાં આવી રહ્યો છે.

આ પવિત્ર શબ્દને લવ જેહાદ, થૂક જેહાદ, જમીન જેહાદ જેવા નામો આપીને બદનામ કરવામાં આવી રહ્યો છે, ખરેખરતો જેહાદ પવિત્ર શબ્દ છે જેનો અર્થ બીજાના ભલા માટે અને સારા માટેનો થાય છે અને ‘જ્યાં સુધી અન્યાય હશે, ત્યાં સુધી જેહાદ રહેશે. જ્યાં અન્યાય થશે ત્યાં જેહાદ થશે. એક ધર્મનિરપેક્ષ દેશ ભારતમાં જ્યાં લોકશાહી શાસન વ્યવસ્થા છે, ત્યાં જેહાદની કોઈ ચર્ચા નથી. અહીં મુસ્લિમો બંધારણ પ્રત્યે વફાદારી દર્શાવે છે. નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી સરકારની છે.

મહમૂદ મદનીના આ નિવેદને ભારે ચર્ચા જગાવી છે અને ભાજપે આ નિવેદનને ભડકાઉ અને દેશના ભાગલા પાડનારું ગણાવ્યું છે,જેહાદના નામે જે પ્રકારે આ લોકોએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ આતંક ફેલાવ્યો છે તે બધાએ જોયું છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટ વિશે કરેલી ટિપ્પણી પણ અયોગ્ય છે જેની સામે કોર્ટની અવગણના માટે કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો: 

Another teacher dies in SIR campaign: SIR કામગીરીનો વિવાદ:મહેસાણામાં BLOનું હાર્ટ-એટેકથી મોત,10 દિ’માં પાંચ શિક્ષકના મોતથી ગમગીની

X war between BJP Congress: ભાજપના એકાઉન્ટ પણ વિદેશથી હેન્ડલ થાય છે! શુ ભાજપ કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નથી ?કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

Bharat Mala Project:ભારતમાલા પ્રોજેક્ટમાં ₹500 કરોડનો ભષ્ટ્રાચાર!નવો નક્કોર હાઇવે 4 મહિનામાં તૂટી ગયો! ‘હવે નવો રોડ બનશે!’ બોલો!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

  • March 19, 2026
  • 3 views
Nuclear Missile: ચીન-પાકિસ્તાન સંયુક્ત રીતે વિકસાવી રહયા છે પરમાણુ મિસાઇલો; US ગુપ્તચર વડાના રિપોર્ટમાં ખુલાસો

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 3 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 5 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 7 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 7 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન