
Jamnagar cardiac scam:ગુજરાતમાં સરકારી આરોગ્ય યોજનાઓ, ખાસ કરીને પીએમજેએવાય-મા (PMJAY-MA) જેવી મહત્વાકાંક્ષી યોજનામાં થતી ગેરરીતિઓએ હવે ચિંતાનો વિષય બની ગયો છે. તાજેતરમાં જામનગરના JCC હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં 262 કાર્ડિયાક પ્રોસીજરમાંથી 53માં જરૂરિયાત વિના હૃદયની સર્જરીઓ કરવાનો કિસ્સો સામે આવ્યો છે.
જામનગરના JCC હાર્ટ ઇન્સ્ટિટ્યુટમાં મોટી ગેરરીતિ
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાના સીધા આદેશ પર જામનગરના JCC હાર્ટ ઇન્સ્ટિટ્યુટને પીએમજેએવાય-મા યોજનાથી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. તપાસમાં 262 કાર્ડિયાક પ્રોસીજરમાંથી 105માં ગંભીર અનિયમિતતાઓ બહાર પડી, જેના કારણે હોસ્પિટલને 6 લાખથી વધુ રૂપિયાનો દંડ થયો. વધુમાં, ડૉ. પાર્શ્વ વ્હોરાને કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરેસિક સર્જરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જરૂર વિના સર્જરીઓ કરવામાં આવી
રાજ્યસ્તરની તપાસ દરમિયાન ખુલ્યું કે, હોસ્પિટલે 53 કેસમાં દર્દીઓને જરૂર વિના કાર્ડિયાક પ્રોસીજર કરી દીધા. આમાં લેબોરેટરી અને ECG રિપોર્ટમાં ગેરરિતી કરીને દર્દીઓને ‘હૃદયરોગી‘ બતાવવામાં આવ્યા હતા. આ યોજનાના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ શું કહ્યું ?
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ કડક શબ્દોમાં કહ્યું, “પીએમજેએવાય-મા ગરીબો માટે રક્ષાકવચ છે. અહીં કોઈપણ ગેરરીતિ કે અમાનવીય વર્તનને સ્થાન નથી. આવા કેસોમાં કોઈ બચાવ નહીં થાય.” વિભાગે સ્પષ્ટ કર્યું કે, ભવિષ્યમાં આવા હોસ્પિટલો અને ડૉક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી થશે, જેથી પારદર્શિતા અને જનહિત સુરક્ષિત રહે.અન્ય હોસ્પિટલો પર પણ દંડની કલમીઆ ઉપરાંત, તાજેતરના નિરીક્ષણમાં પાલનપુરની સદભાવના હોસ્પિટલ પર એમ્પેનલ્ડ ડૉક્ટર વિના સર્જરી કરવા બદલ 50 હજારનો દંડ અને જુનાગઢની સમન્વય હોસ્પિટલ પર પેકેજ દર કરતાં વધુ પૈસા વસૂલવા બદલ સમાન રકમનો દંડ ફટકારાયો છે.
પૈસા કમાવવા દર્દીઓના જીવન સાથે રમત
આ ઘટના પૈસા કમાવવાના લોભમાં માનવજીવન સાથે રમત કરવાનું ઉદાહરણ બની છે, જે આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.PMJAY-MA જેવી યોજનાઓ ગરીબોને રાહત આપવા માટે છે, પરંતુ જો આવા કાંડો ચાલુ રહેશે તો તેની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થશે. વિભાગે હવે વધુ કડક મોનિટરિંગ અને તાત્કાલિક તપાસની જરૂર છે, જેથી દર્દીઓના જીવનને જોખમમાં ન મુકવામાં આવે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના કાર્યકાળમાં દબાયેલા કાંડ
અગાઉના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના કાર્યકાળમાં અનેક હોસ્પિટલોમાં થયેલી ગેરરીતિઓને દબાવવામાં આવી હતી, જેના કારણે અસંખ્ય દર્દીઓએ જીવ ગુમાવ્યા હતા.જેમાં ‘ખ્યાતિ કાંડ’ પણ સામેલ છે, જ્યાં પરિવારજનોએ પોતાના સ્વજનોને કાયમી રીતે ગુમાવી દીધા. હવે નવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા બેદરકાર હોસ્પિટલો સામે કડક કાર્યવાહી શરૂ થઈ છે, જેના નેતૃત્વમાં એક પછી એક પગલાં ભરાઈ રહ્યા છે. જોકે, આ કાર્યવાહીની અસર કેટલી અને ક્યાં સુધી પહોંચે તેના પર નજર રહેશે.
ભાજપ સરકાર પર આરોપ છે કે, મેડિકલ માફિયા અને ભાજપ પાર્ટીના નજીકનાઓ સાથે જોડાયેલી હોસ્પિટલોને બચાવવામાં આવતી હતી, જેના કારણે સરકારી હોસ્પિટલોમાં પણ બેદરકારીઓ દબાઈ જતી હતી. જોકે, વિપક્ષ અને જનમતમાં પ્રશ્ન ઉભા થાય છે કે, આ પગલાં સાચી રીતે માફિયાને નિષ્ક્રિય કરશે કે માત્ર દેખાવ પુરતું સિમીત રહેશે તે જોાવું રહયું…
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો






