
Jamnagar: જામનગર જિલ્લાની ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જયાં ત્રણ દિવસના ગાળામાં જ હૃદયરોગના હુમલાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા, તેમાં બે વૃદ્ધ ભાઈઓનો સમાવેશ, ઘટનાથી ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
લોકોમાં શોકની લાગણી ફેલાઈ
આ ઘટનામાં લતીપર ગામમાં પટેલ પરિવારના ત્રણ સભ્યોના હૃદયરોગના હુમલાને કારણે મોત થયા છે.આ ઘટનાથી પરિવારજનો અને ગામના લોકોમાં શોકની લાગણી ફેલાઈ છે. એક સ્થાનિક નેતાએ આ ઘટનાની માહિતી આપી. ત્રણ દિવસના ટૂંકા ગાળામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના હૃદયરોગથી મોત થવાની ગામમાં ભયનું વાતાવરણ છે.
ત્રણ જ દિવસમાં 3 સભ્યો મૃત્યું પામ્યા
જામનગરની આ ઘટનામાં શનિવારે ગંડુભાઈ નાથા રામાણી (85), અશ્વિન છગન રામાણી (45) બંનેના મોત થયાં તો સોમવારે અર્જન નાથા રામાણી (74)નું પણ મોત થયું જોકે આ ઘટના ખૂબજ વિચારવા જેવી છે કે ત્રણ જ દિવસમાં પરિવારમાંથી 3 સભ્યો એક જ કારણે મૃત્યું પામ્યા.
હૃદયરોગમાં ચિંતાજનક વધારો
હાલ દેશમાં અને રાજયમાં હૃદયરોગના જીવલેણ હુમલાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મોટા પ્રમાણમાં લોકો તેની ચપેટમાં આવી રહ્યાં છે. અને આ રોગ હવે યુવાનોને પણ શિકાર બનાવી રહ્યો છે.
અહેવાલ: સુમન ડાભી
આ પણ વાંચો:
Jharkhand: ચોરીની શંકામાં મહિલા સાથે દુરવ્યવહાર, સેન્ડલની માળા પહેરાવી ગામમાં ફેરવી
Uttarakhand: હાઈકોર્ટ જતા અધિકારીઓની કાર પર પડ્યો મોટો પથ્થર, માત્ર 1 સેકન્ડ જીવ લઈ લેત
Japanese Protest: ‘જાપાનમાંથી ગેરકાયદેસર રહેતાં લોકોને બહાર કાઢો!’, મસ્કે આપ્યો ટેકો