
Jamnagar Crime: જામનગર શહેરના આંબેડકર બ્રિજ નીચે રેતીના ઢગલા પાસેથી રિક્ષાચાલક કાનજી ધનજી પરમારનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ મૃતદેહ જોતાં તરત જ પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ DYSP જે.વી.ઝાલા અને સિટી પોલીસ મથકના PI સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો.
ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. પોલીસે હત્યાની આશંકાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચતા ભારે આક્રંદ છવાઈ ગયું હતું. પોલીસ હવે મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
પરિવારમાં આક્રંદ
પરિવારના મોભીનો મૃતદેહ મળતાં પરિવારમાં આક્રંદ છે. મૃતદેહ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે પરિવારની આંખોમાં આસુ સમાઈ રહ્યા ન હતા. આ રિક્ષાચાલકની હત્યા થઈ છે કે પછી આપઘાત છે તે સામે આવ્યું નથી. હાલ પોલીસ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ વિરોધ વચ્ચે ગુજરાતમાં ટોલ ટેક્સમાં વધારો, જાણો કેટલો ટોલ ટેક્સ? | toll tax
આ પણ વાંચોઃ Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)
આ પણ વાંચોઃ મુસ્લીમોના મિત્ર બનવા PM મોદીના પ્રયાસ કેમ?, સંજય રાઉતે કહ્યું આ ઢોંગ છે! | Saugat-E-Modi
આ પણ વાંચોઃ Rajkot: ન્યારી ડેમ પાસે અકસ્માતનો ભોગ બનેલા યુવકનું મોત, શું થયા આક્ષેપ?
આ પણ વાંચોઃ પુતિનની કારમાં મોટો વિસ્ફોટ, ઝેલેન્સકીની ભવિષ્યવાણી સાચી પડશે કે શું?, Explosion Video







