
Ahmedabad: અમદાવાદમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ પ્રધાન અમિત શાહના મત વિસ્તારમાં આવેલી રૂપિયા 900 કરોડની જમીનનો વિવાદ સામે આવ્યો છે.જેમાં રૂ.900 કરોડમાંથી રૂ300 કરોડની જમીન કલેક્ટરે પોતાની પાસે લઈને જમીનનો મૂળ હેતુ બદલી નાંખી શૈક્ષણિક સંસ્થાને ફાયદો કરાવવા માટે અમદાવાદની ડ્રાઈવ ઈન રોડ સ્થિત મોકાની જમીનનો વિવાદ સામે આવ્યો છે.
40 વર્ષ સુધી શરત ભંગ થતી રહેલી અમવાદા જિલ્લા પંતાયતની 30 હજાર ચોરસ મીટરની જમીન એકાએક ખાલસા કરાવવાના બદલે 10 હજાર મીટર જમીન જ ખાલસા કરાવીને કલેક્ટર પોતાની પાસે લઈ લેવા માટે કોઈકના દબાણથી સર્વે નંબર 170 કામ કરી રહ્યાં હોવાના આરોપો છે.અગાઉ પણ મેટ્રો રેલ મખત માટે 469 મીટર જમીન લઈ લેવામાં આવી હતી,5 કરોડ આવેલાં જે પેવર બ્લોકમાં વાપરી નાંખ્યા હતા,સાણંદમાં એટલા પેવર બ્લોક ગયા છે એટલાથી આખી પૃથ્વીની પ્રદીક્ષણા થઈ શકે છે.
■જમીન મૂળ સીડ ફાર્મની હતી.
15 ફેબ્રુઆરી 1984માં જમીન 31120 ચોરસ મીટર જિલ્લા પંચાયતને કર્મચારીઓના આવાસ બનાવવા માટે આપવામાં આવી હતી.ચોરસ મીટરના રૂ. 55ના ભાવે રૂ. 4 લાખ 28 હજારમાં ખરીદ કરવામાં આવી હતી.પંચાયતી રાજ શરૂ થયું ત્યારે દરેક જિલ્લાને સરકાર જમીનો અપાવતાં હતા તે રાહત ભાવે જમીન આપી હતી.
5 માળના મકાનો બનાવ્યા તે પડી ગયા હતા,રમણ મહર્ષિ ટ્રસ્ટને જમીન આપી છે,હવે જમીન આપતાં નથી.આ જમીન માત્ર અમદાવાદ જિલ્લા પંચાયતના સ્ટાફ ક્વાર્ટર બનાવવાની શરત સાથે આપી હતી. શરત ભંગ થાય તો જમીન પરત લઈ શકાય તેમ છે.તેમ છતાં આ જમીન સ્વામિનારાયણ મંદિરને આપી દેવા માટે હિલચાલ થઈ હતી. જેનો વિરોધ કરતાં પે દરખાસ્ત પડતી મૂકવામાં આવી હતી. જે અંગેનો કેસ આજે પણ ગુજરાતની વડી અદાલતમાં ચાલી રહ્યો છે.આ જમીનમાં શરત ભંગ કરીને મેટ્રો રેલવે માટે મોટો ભાગ આપી દેવામાં આવ્યો છે. જેમાં કર્મચારી યુનિયનના એક હોદ્દેદારે મંજૂરી આપી હતી.
■જમીન અંગે કલેક્ટરની મંજૂરી લેવાની શકતી હતી.
■જમીન આપી ત્યારે 6 મહિનામાં કામ શરૂ કરવાનું હતું.
કબજો મળતાં અહીંના મકાનો બનાવવામાં આવી રહ્યાં હતા ત્યારે હલકી ગુણવત્તા હોવાથી તે તૂટી પડ્યાં હતા અને 8 મજૂરોના મોત થયા હતા.સરકાર ધારે તો આ જમીન ખાલસા કરાવી શકે તેમ હતી. પણ કરાવી નથી.10 – 9 – 1999માં રાજકોટના સ્વામિનારાયણ ગુરૂકુલને જમીન આપવા માટે સરકારને દરખાસ્ત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ રમિલા દેસાઈએ 6 જૂન 1999ની સભામાં ઠરાવ કર્યો હતો. ભાજપના નેતાએ આ જમીન ગેરકાનુની રીતે આપી દેવા કાવતરૂં કર્યું હતું.
સ્વામિનારાયણની સંસ્થાના લોકો આ જમીન કોઈ પણ ભોગે લેવા માંગતા હોય એનો બીજો દાખલો એ છે કે, 21 નવેમ્બર 2026ના રોજ ફરીથી જિલ્લા પંચાયત સમક્ષ રમતગમતના મેદાન માટે માંગણી કરી હતી.માત્ર 1 રૂપિયામાં એક એકર એટલે કે 4047 મીટર જમીન માંગી હતી.1985થી 2025 સુધીના 40 વર્ષથી અહીં રહેવાના મકાનો બન્યા નથી. મેટ્રો રેલને ઘણી જમીન આપી દેવામાં આવી છે.4200 મીટરમાં પંચાયતના મકાનો બનેલા છે.
1 ઓક્ટોબર 2025ના દિવસે અમદાવાદ જિલ્લા કલેક્ટરને આ જમીન સ્ટાફ ક્વાર્ટરના બદલે જમીનનો હેતુ બદલી નાંખીને પરત મેળવવા માટે કાર્યવાહી કરી હતી.જિલ્લા પંચાયતે તેના કર્મચારીઓને રહેવા માટે મકાનો તો ન બનાવ્યા પણ આ જમીનનો હેતુ ફેર કરીને તે સ્થાને પોતાની ભવ્ય કચેરી બનાવવાની માંગણી કરીને હેતુ ફેર કરવા માટે કહ્યું હતું.કલેક્ટરે 30 હજાર મીટર જમીન જમીનમાંથી 20 હજાર મીટર જમીન જિલ્લા પંચાયત કચેરી બનાવવા રાખે અને બીજી 10 હજાર મીટર જમીન કલેક્ટર રાખી લેશે એવો આદેશ કર્યો હતો.
આ અંગે ચર્ચા કરી રહ્યા છે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલ. જુઓ વીડિયો
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!






