
Junagadh: આજે કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં કડીમાં ભાજપની અને વિસાવદરમાં આપની ઐતિહાસિક જીત થઈ છે જ્યારે કોંગ્રેસની બંન્ને બેઠક પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ પોતાની ડિપોઝીટ પણ બચાવી શકી નથી. ત્યારે આજે જ્યારે ગોપાલ ઈટાલિયા પોતાની જીતનો જશ્ન મનાવી રહ્યા ત્યારે તેમણે અને તેમના સમર્થકોએ ‘જવાહર ચાવડા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
ભાજપની હારમાં પૂર્વ મંત્રીની ભૂમિકા છે?
આમ જુનાગઢ ભાજપમાં આંતરિક ડખો છે. ત્યારે ભાજપ પાસેથી વિસાવદરની સીટ જવાનું કારણ જવાહર ચાવડાની નારાજગી છે કે કેમ?શું ભાજપની હારમાં પૂર્વ મંત્રીની ભૂમિકા છે? તેવા સવાલ થઈ રહ્યા છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની જીત પાછળ જવાહર ચાવડાની નિર્ણાયક ભુમિકા રહી છે. એવું કહેવાય છે કે, જવાહર ચાવડાએ વિસાવદર અને ભેંસાણ વિસ્તારના આહિર સમાજના મતો આપ પાર્ટીને મળે તેના માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. ત્યારે આ વીડિયો વાયરલ થતા રાજકીય ગલિયારોમાં અનેક ચર્ચાઓ શરુ થઈ છે.
Junagadh : વિસાદરમાં જીત બાદ ગોપાલ ઇટાલિયાએ ‘જવાહર ચાવડા ઝિંદાબાદ’ના નારા લગાવ્યા#Visavadar #visavadarbyelection #GopalItalia #AAP #BJP #JawaharChavda #Result #Gujarat #thegujaratreport pic.twitter.com/JZUR4M4TOj
— The Gujarat Report (@TGujarat_Report) June 23, 2025
કોણ છે જવાહર ચાવડા ?
જવાહર ચાવડા ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ છેલ્લા ઘણા સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. તેઓએ અનેક વખત જૂનાગઢ ભાજપમાં કથિત જૂથબંધી, ભ્રષ્ટાચાર વગેરેને પત્ર લખીને ખુલ્લો પાડ્યો છે.
જવાહર ચાવડાની ભજપ સામેની નારાજગીનું શું છે કારણ ?
જવાહર ચાવડા ભાજપની ટિકિટ પર વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં એમનાજ એક સમયના અંગત મદદનીશ અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા. ત્યારબાદ અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા હતા.લાડાણી ફરીથી પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા બાદ પક્ષે જવાહર ચાવડાના સ્થાને લાડાણીને ટિકિટ આપી હતી જે બાદ જવાહર ચાવડામાં કડવાશ જોવા મળી રહી હતી. તેઓ ઘણા સમય સુધી ભાજપના કાર્યક્રમોમાં પણ જતા ન હતા તેમજ તેમના પર કોંગ્રેસને મદદ કરવાનો પણ આરોપ લાગ્યો હતો.
આ પણ વાંચો:
Visavadar Election Results: વિસાવદરમાં આપના ગોપાલ ઈટાલિયાને મળી જબરદસ્ત લીડ
Sabarkantha: પ્રાંતિજમાં ખાનગી બસ અને ટ્રકની ટક્કરમાં 3 મુસાફરોનાં મોત, 8 ઘાયલ
Kadi Election Results: કડીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસ અને આપની સ્થિતિ?
Vadodara: નવરચના સ્કૂલને 6 મહિનામાં બીજીવાર બોમ્બથી ઉડાવીની ધમકી, વિદ્યાર્થીઓને છોડી મૂક્યા
Visavadar Election Results: વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ, અત્યાર સુધીમાં કોને મળી લીડ?
Syria Blast: સીરિયામાં ચર્ચમાં આત્મઘાતી હુમલો, 20 લોકોના મોત, અનેક ઘાયલ









