
Junagadh:જૂનાગઢમાં આવેલી વીરડી સહકારી મંડળીએ ખરીદી કરેલી મગફળીમાં કૌભાંડ થયા હોવાનો આક્ષેપ થયો છે. આ કૌભાંડ મામલે જૂનાગઢ મગફળી કૌભાંડ પર કિસાન કોંગ્રેસની પ્રતિક્રિયા આપી છે. જ્યારે સરકાર આ મુદ્દે કંઈ બોલી રહી નથી.
મગફળી સગેવગે કરવાનું સડયંત્ર
પાલભાઈ આંબલિયાએ વીરડી સહકારી મંડળીએ ખરીદી કરેલી મગફળીમાં કૌભાંડ થયા હોવાનો આક્ષેપ કર્યા છે. સારી મગફળી ગાયબ કરાઈ છે. સારી મગફળી વેચી હલકી ગુણવત્તાવાળી મગમફળી ગોડાઉનમાં ભરી હોવાના આક્ષેપ થયા છે. 1000 કરોડનું મગફળી કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કર્યા છે. સારી મગફળી માર્કેટમાં વેચી રાજસ્થાનથી નબળી ગુણવત્તાની મગફળી ગોડાઉનમાં ભરી કૌભાંડ આચરાયું હોવાની શંકા વક્ત કરી છે. જૂનાગઢની G-20 મગફળીના બદલે નબળી ગુણવત્તાની રાજસ્થાનની G – 37 મગફળી ભરી હોવાનો આક્ષેપ કર્યો છે.
સરકાર વીરડી સહકારી મંડળીને શા માટે છાવરે છે ??
જ્યારે સારી મગફળી ચોરવાડ નજીક હળધર પેપર મિલના ગોડાઉનમાં સગેવગે કર્યાના આક્ષેપ થયા છે. જેથી કેટલાંક સવાલો ઉભા થયા છે. સરકારે કૌભાંડ ન કર્યું હોય તો હળધાર પેપર મિલ ગોડાઉન ખુલ્લું મૂકવું જોઈએ? સરકાર પર કોઈ 1000 કરોડના કૌભાંડનો આરોપ કરે અને સરકાર કેમ મૌન? સુરેન્દ્રનગર ગોડાઉન આગની જેમ અહીં પણ અજુગતું બને તો નવાઈ નહિ?
સરકારના પેટમાં પાપ…?
સરકાર ગોડાઉન ખુલ્લું મૂકી આરોપ કરનાર લોકોને જડબાતોડ જવાબ આપવો જોઈએ. જો સરકાર ગોડાઉન ખુલ્લું કરી દૂધનું દૂધ ને પાણીનું પાણી ન કરે તો સરકારના પેટમાં પાપ છે. જ્યારે મગફળી નાખનાર ડ્રાઇવર ખુદ કહે છે, તો સરકાર કેમ કોઈ પગલાં નથી લેતી? ડ્રાઇવરોના કહ્યા મુજબ નબળી ગુણવત્તાની 21000 બોરી ગોડાઉનમાં નાખી છે. ડ્રાઇવરોના કહ્યા મુજબ 45 – 45 ફેરા રાજસ્થાનથી કર્યા છે. ગોડાઉનમાં મિલેટ્રી વિભાગના હથિયાર નથી કે સરકાર ખુલ્લું ન લરી શકે? ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે કે સરકારે આ ગોડાઉન તાત્કાલિક મીડિયા માટે ખુલ્લું મૂકવું જોઈએ.
આ પણ વાંચોઃ સરકાર પર દબાણ આવ્યા બાદ કલાકારોનું સન્માન! આને સન્માન કે અપમાન કહેવાય? | Honoring Gujarati artists
આ પણ વાંચોઃ CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર