
જૂનાગઢ જીલ્લાની વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનો માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપાના સમર્થકો પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રી સભા દરમિયાન ભાજપાના સમર્થકોએ તેમના પર પથ્થરમારો કર્યો હતો.
ભાજપા પર ગુંડાગીરીનો આરોપ
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપાના ઉમેદવાર કિરીટ પટેલના સમર્થકો, વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસીર મેતરના ભાઈ અને કોર્પોરેટર કમલેશ રીબડીયાના પુત્ર સહિતના લોકોએ આ હુમલો કર્યો. તેમણે કહ્યું, “ભાજપાના ગુંડાઓ બેફામ બન્યા છે. આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી?” ઇટાલિયાએ ભાજપાના નેતા સી.આર. પાટીલ અને કિરીટ પટેલ પર પણ નિશાન સાધ્યું.
પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ
ઇટાલિયાએ જણાવ્યું કે, હુમલાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયા ત્યારે અધિકારીઓ હાજર ન હતા. તેમણે આક્ષેપ કર્યો કે, “ભાજપાના ફોનની રાહ જોવાતી હોય તેવું લાગે છે. એક કલાકથી રાહ જોવી પડી, પણ કોઈ અધિકારી ન મળ્યા.”
“જનતા જવાબ આપશે”
https://www.facebook.com/share/v/1APTkFZHaR/
આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ઇટાલિયાને સમર્થન આપતાં કહ્યું, “જીવાપરાની સભામાં અસામાજિક તત્વોએ મનમાની કરી. લોકશાહીનું હનન થઈ રહ્યું છે. પરંતુ વિસાવદરની જનતા આવી હરકતોનો જવાબ ચૂંટણીમાં આપશે.”
આ ઘટનાએ વિસાવદરની પેટાચૂંટણીમાં રાજકીય ગરમાગરમી વધારી દીધી છે. ભાજપ તરફથી હજી આ આક્ષેપો અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ચૂંટણીના દિવસો નજીક આવતાં આવી ઘટનાઓ શું અસર કરશે, તે જોવું રહ્યું.
વિસાદવરમાં પેટાચૂંટણીનો જંગ કેમ?
ભાજપ: કિરીટ બાબુલાલ પટેલ, જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, જેઓ 2017માં કોંગ્રેસના હર્ષદ રીબડીયા સામે હારી ગયા હતા.
કોંગ્રેસ: નીતિન રાણપરિયા, વિસાવદર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ભેસાણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ.
- આમ આદમી પાર્ટી (AAP): ગોપાલ ઈટાલિયા, જેમને પાર્ટીએ ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા
આ પણ વાંચો:
Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો
Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?
TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!
CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના
Uttarakhand: રસ્તાની વચ્ચે જ હેલિકોપ્ટરનું લેન્ડિંગ, પાછળનો ભાગ તૂટ્યો, કારણ જાણી દંગ રહી જશો!
Ahmedabad: જૈન સમાજમાં રોષ, પાલીમાં સાધુના અકસ્માત બાદ “સંત સુરક્ષા રેલી”, રુપાણી વચન ભૂલ્યા?
UP: બાંકે બિહારી મંદિર કોરિડોર પર વિવાદ વકર્યો, ભક્તોનો ભારે વિરોધ, શું છે મામલો?








