Kanti Amrutiya: કાંતિ અમૃતિયાની વાયરલ ઓડિયોથી ગુજરાતની રાજનીતિમાં હોબાળો, રાજીનામાનો ડ્રામા કે વટનું પ્રદર્શન?

Kanti Amrutiya audio viral: ગુજરાતના રાજકીય રંગમંચ પર હાલમાં નવો ડ્રામા શરૂ થયો છે, જેનું કેન્દ્ર છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા બન્યા છે. તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં તેઓ રાજીનામું આપવાની વાતને નકારતા હોવાનું સાંભળવા મળે છે અને ગાંધીનગર જવાનું માત્ર “વટ” બતાવવા માટે હોવાનું જણાવે છે. આ ઘટનાએ રાજ્યની રાજનીતિમાં નવો વિવાદ જન્માવ્યો છે, જેમાં વિરોધ પક્ષોને પણ આક્રમણનો મોકો મળ્યો છે.

શું છે આખો ઘટનાક્રમ?

15 જુલાઈ 2025ના રોજ, કાંતિ અમૃતિયા 70થી 100 ગાડીઓના કાફલા સાથે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય ગોપાલ ઈટાલિયા, આમ આદમી પાર્ટીના નેતા, સાથેની ચેલેન્જનો જવાબ આપવાનો હતો. ગોપાલ ઈટાલિયાએ અમૃતિયાને રાજીનામું આપવાની ચેલેન્જ આપી હતી, જેના જવાબમાં અમૃતિયાએ ગાંધીનગર જઈને શક્તિ પ્રદર્શન કર્યું. જોકે, તેઓ 12:30 વાગ્યા સુધી ઈટાલિયાની રાહ જોયા બાદ રાજીનામું આપ્યા વિના જ પરત ફર્યા. આ ઘટનાએ રાજ્યના રાજકીય વર્તુળોમાં હાઈવોલ્ટેજ ડ્રામાની સ્થિતિ સર્જી હતી.

‘આપણે ખાલી વટ માટે જવાનું છે. રાજીનામું સાચે જ નથી આપવાનું’

જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં કાંતિ અમૃતિયા રાજુભાઈ નામની વ્યક્તિ સાથે વાતચીત કરતા સંભળાય છે. ઓડિયોમાં અમૃતિયા કહે છે, “આપણે ખાલી વટ માટે જવાનું છે. રાજીનામું સાચે જ નથી આપવાનું. તમારે જેટલા થાય એટલા લોકો લઈ આવવાના છે.” આ ઉપરાંત, તેઓ 12 કરોડના રોડના કામના એગ્રીમેન્ટની પણ ચર્ચા કરે છે. આ ઓડિયો ક્લિપે એવા સવાલો ઉભા કર્યા છે કે શું આ રાજીનામાની ચેલેન્જ માત્ર રાજકીય શક્તિ પ્રદર્શનનો ભાગ હતી?, જો કે ધ ગુજરાત રિપોર્ટ આ ઓડિયો ક્લિપની પુષ્ટી કરતું નથી.

ઓડિયો ક્લિપની અસર

આ વાયરલ ઓડિયો ક્લિપે ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે. વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી,એ આ ઘટનાને હથિયાર બનાવીને કાંતિ અમૃતિયા અને ભાજપ પર આક્રમણ શરૂ કર્યું છે. કોંગ્રેસે આ મુદ્દે અમૃતિયાને ચેલેન્જ આપી છે, જ્યારે સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાને “નાટક” અને “શો બાજી” તરીકે ગણાવી રહ્યા છે. એક એક્સ પોસ્ટમાં જણાવાયું છે, “કાંતિ અમૃતિયાનું નાટક પૂરું થયું – રાજીનામું આપવાના નથી એ તો ગઈ કાલે જ કહી દીધું હતું.

રાજકીય પડકારો

કાંતિ અમૃતિયા સ્થાનિક સ્તરે અન્ય પડકારોનો પણ સામનો કરી રહ્યા છે. મોરબીમાં રોડના રિપેરના કામને લઈને થયેલા વિરોધ બા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે જો મહાનગરપાલિકા આ કામ નહીં કરે તો તેઓ પોતાના ખર્ચે રસ્તો રિપેર કરાવશે. આ નિવેદનને કારણે અમૃતિયાને નીચા દેખાડવાનો પ્રયાસ થયો હોવાનું મનાય છે. જવાબમાં, અમૃતિયાના સમર્થકોએ એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તેઓએ પોતાની સફળતાઓ ગણાવી હતી.

આ પણ વાંચોઃ

Kheda: પુત્રની લાલચમાં ક્રૂર પિતાએ પુત્રીનો જીવ લીધો, કેનાલમાં ફેકી દીધી, પત્નીની હચમાચાવી નાખતી વાતો

UP Murder: પતિના મોત પછી મહિલાને પાડોશી સાથે પ્રેમ કરવો ભારે પડ્યો, પુત્રીની સામે જ છરી મારી મોતને ઘાટ ઉતારી

UP Crime: શિવ વર્મા કપાળ પર તિલક લગાવી કાસિબ પઠાણ બન્યો, હિન્દુ છોકરી પર 2 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો, જાણો સમગ્ર ઘટના

UP Crime: રીલ અને રુમાલે દંપતિનું જીવન બરાબાદ કરી નાખ્યું, રાધાએ પરિવારોને રડતાં મૂકી દુનિયા છોડી દીધી, જાણો શું થયું?

Bihar Election: મોદી 4 મહિનામાં બિહારની ચોથીવાર મુલાકાત લેશે, 35 લાખથી વધુ મતદારો હટાવશે!

રમેશ ભગોરાનું 150 કરોડનું કૌભાંડ, નિવૃત્તિ સમયે ઝડપી બીલો ચૂકવ્યા | Ramesh Bhagora

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 3 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

  • September 18, 2026
  • 5 views
Adani Power Uttarakhand Project: ઉત્તરાખંડ પાવર પ્રોજેક્ટમાં અદાણી માટે 86માંથી 84 ટેન્ડર શરતો બદલ્યાનો કોંગ્રેસનો આરોપ

Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

  • September 18, 2026
  • 5 views
Rice Production Decline India: ચોખાના ઉત્પાદનમાં 20 વર્ષમાં 6.5%નો સૌથી મોટો ઘટાડો

Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

  • September 18, 2026
  • 7 views
Surendranath College Mohammadi Tarannum: મુસ્લિમ વાઇસ પ્રિન્સિપાલ પાસેથી દબાણ હેઠળ રાજીનામું લેવાયું, ABVPએ કર્યું દફ્તરનું ‘શુદ્ધિકરણ’

UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

  • September 18, 2026
  • 4 views
UPI MDR Charges: UPIના MDRને લઈને વેપારીઓનો વિરોધ, વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર પડશે?

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 4 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો