
Bengaluru Crime: કર્ણાટકના બેંગલુરુના સોલાદેવનહલ્લી વિસ્તારમાં યુવતીના એક પૂર્વ બોયફ્રેન્ડ પર ક્રૂર હુમલાની ઘટના સામે આવી છે. કુશલ નામના યુવક પર 8-10 લોકોના ટોળાએ નગ્ન કરી ભગાડી ભગાડીને માર મારવામાં આવ્યો છે. જેમાં તેના ગુપ્ત ભાગોને ભારે નુકસાન થયું છે. કુશલ અને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ વચ્ચે બ્રેકઅપ પછી શરૂ થયેલા વિવાદને કારણે આ હુમલો થયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
8-10 લોકોના ટોળાએ યુવક પર ક્રૂર હુમલો
बेंगलुरु के सोलादेवनहल्ली इलाके में एक युवक पर करीब 10 लोगों ने हमला कर दिया. हमलावरों ने उसके निजी अंगों को कुचला और वीडियो भी बनाया. pic.twitter.com/ORpHtDI84a
— Abhishek Kumar (ABP News) (@pixelsabhi) July 7, 2025
પૂર્વ બોયફ્રેન્ડ એકાંતમાં બોલાવી માર મરાવ્યો
યુવતીના પૂર્વ બોયફ્રેન્ડ કુશલને એકાંત જગ્યાએ મળવા બોલાવવામાં આવ્યો હતો. કુશલ અને તેની પૂર્વ ગર્લફ્રેન્ડ કોલેજમાં બે વર્ષથી પ્રેમસંબંધ હતો. પરંતુ બ્રેકઅપ પછી કુશલે તેની પૂર્વ ગર્લફ્રેન્ડને અશ્લીલ મેસેજ મોકલવાનું શરૂ કર્યું હતુ. આ કારણે છોકરીના નવા બોયફ્રેન્ડ અને તેના મિત્રોએ કુશલને કોઈ બહાના પર તળાવ પાસે એકાંત જગ્યાએ બોલાવ્યો અને તેના પર ક્રૂર હુમલો કર્યો હતો.
નગ્ન કરીને ભગાડ્યો
હુમલા દરમિયાન આરોપીઓએ કુશલને નગ્ન કરીને ભગાડી ભાગડીને માર માર્યો. જેથી તેના ગુપ્ત ભાગોને ગંભીર રીતે નુકસાન પહોંચ્યું હોવાનું છે. આરોપીઓમાંથી એક આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આરોપીઓએ ધમકી આપી હતી કે તેનું પણ ભાગ્ય રેણુકાસ્વામી જેવું જ થશે. એટલું જ નહીં હુમલાખોરોએ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની પણ ધમકી આપી હતી.
આ ઘટના અંગે પોલીસે શું કહ્યું?
આ સમગ્ર ઘટના અંગે સોલાદેવનહલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટનાના સંદર્ભમાં 8 આરોપીઓ હેમંત, યશવંત, શિવશંકર, શશાંક ગૌડા અને અન્યની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું- “અમે લૂંટ અને અપહરણના આરોપસર આઠેય આરોપીઓની ધરપકડ કરી છે.”
રેણુકાસ્વામી હત્યા કેસ શું છે, જે કેસ અંગે આરોપીઓ બોલતાં સંભળાઈ છે?
રેણુકાસ્વામી હત્યા કેસ પણ બેંગલુરુ શહેરમાં જ બન્યો હતો. 8 જૂન, 2024માં બનેલી આ એક હાઈ-પ્રોફાઈલ હત્યાની ઘટના છે, જેમાં કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર દર્શન થુગુદીપા અને તેમની કથિત ગર્લફ્રેન્ડ પવિત્રા ગૌડા સહિત 17 લોકોની ધરપકડ કરાઈ હતી. આ કેસ રેણુકાસ્વામી નામના 33 વર્ષીય વ્યક્તિની હત્યા સાથે સંબંધિત છે, જે ફાર્મસી કંપનીમાં કામ કરતા હતા.
રેણુકાસ્વામીનો મૃતદેહ બેંગલુરુમાં એક નાળામાં મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ તેમની હત્યા અત્યંત નિર્દયતાથી કરવામાં આવી હતી, જેને “જઘન્ય ગુનો” ગણાવવામાં આવ્યો હતો.
આ હત્યા કેસમાં પોલીસનું માનવું હતુ કે રેણુકાસ્વામીએ પવિત્રા ગૌડાને સોશિયલ મીડિયા પર અશ્લીલ મેસેજ મોકલ્યા હતા, જેના કારણે દર્શન ગુસ્સે થયો હતો. આ ગુસ્સાને કારણે રેણુકાસ્વામીનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની હત્યા કરવામાં આવી. આરોપીઓ પર હત્યા, અપહરણ, પુરાવા નષ્ટ કરવા અને ગુનાહિત ષડયંત્રના આરોપોના ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ
Amit Shah: અમિત શાહને ગુજરાતના લોકો કેમ ધિક્કારે છે?
Bomb Threat: વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, મચ્યો હડકંપ
10 કરોડના બલુનનો હિસાબ હજુ નરેન્દ્ર મોદીએ આપ્યો નથી!, જાણો વધુ | Balloon








