પત્નીએ પૂર્વ DGPની આંખોમાં મરચું નાખી ચાકુના ઘા ઝીંક્યા, પુત્રીની સામે શંકાની સોય

  • India
  • April 21, 2025
  • 4 Comments

Former DGP Om Prakash murder case: કર્ણાટકના પૂર્વ DGP ઓમ પ્રકાશની હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. પૂર્વ  DGPનો મૃતદેહ રવિવારે બેંગલુરુના HSR લેઆઉટ સ્થિત તેમના ઘરમાંથી મળી આવ્યો હતો. તેઓનું મોત શંકાસ્પદ હાલતમાં થયું હતુ. જે બાદ પોલીસે પૂર્વ DGPની હત્યારી પત્ની ધરપકડ કરી હતી. જ્યારે પુત્રની પૂછપરછ હાથ ધરી છે. પુત્રી પર પણ હત્યાની સંડોવણીની આશંકા સેવાઈ રહી છે. સંપતિને લઈ હત્યા કરાઈ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

હત્યા કર્યા બાદ પત્ની ખુદ પોલીસને બોલાવી

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પત્ની પલ્લવીએ પૂર્વ DGPની આંખોમાં પહેલા મરચાની ભૂખી નાખી દીધી હતી. બાદમાં ચાકુ વડે હુમલો કર્યો હતો. DGP ઓમ પ્રકાશને ગંભીર ચાકુના ઘા વાગતાં જ નીચે ઢળી પડ્યા હતા. ઘરમાં લોહીના ફૂવારા ઉડ્યા હતા. તેમના મૃતદેહ અને આસપાસ લોહી વહેલું હતુ. જે બાદ આ ઘટનાની જાણ ખુદ પત્નીએ પોલીસને ફોન કરી આપી હતી. જો કે પોલીસ પહોંચતાં જ પત્નીએ ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. બાદમાં મહા મહેનતે પોલીસે દરવાજો ખોલાવ્યો હતો. ઘરમાં ઘૂસતાં પોલીસ ચોકી ગઈ હતી. પૂર્વ DGPનો મૃતદેહ લોહથી લથપથ પડ્યો હતો. ઘરમાં તેમની પુત્રી અને પત્ની હાજર હતા. જેથી પોલીસે હત્યાની આશંકા પત્ની પર કરી હતી. ત્યારબાદ પોલીસે પત્નીની પ્રાથમિક પૂછપરછ કરી ધરપકડ કરી હતી. પોલીસ પૂછપરછમાં પલ્લવી ભાગી પડી હતી અને હત્યાનો ગુનો કબૂલી લીધો હતો.

સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે સંપતિને લઈ વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં પત્નીએ પતિનો જીવ લઈ લીધો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે પત્ની પલલ્વી માનસિક બિમાર છે. હાલ પોલીસ દ્વારા એ તપાસ હાથ ધરવામાં આવી છે કે શું આ હત્યામાં પુત્રીનો હાથ છે કે નહીં.

પુત્રીની ફરિયાદને આધારે ગુનો દાખલ, પણ શંકાની સોય તેના પર પણ

ઉલ્લેખનીય છે પૂર્વ DGPની હત્યા કેસમાં પુત્રીની ફરિયાદને આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આ પૂર્વ DGPનો મૃતદેહનો કબજો પોલીસે ગઈકાલે રવિવારે સાંજના 5.30 વાગ્યે કર્યો હતો. અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ઓમ પ્રકાશ મૂળ બિહારના હતા

કર્ણાટક કેડરના 1981 બેચના IPS અધિકારી ઓમ પ્રકાશ રાજ્યના DG અને IGP તરીકે સેવા આપ્યા બાદ 2015 માં નિવૃત્ત થયા હતા. 1 માર્ચ, 2015માં તેમને પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ DGP પદેથી 31 જાન્યુઆરી, 2017ના રોજ નિવૃત્ત થયા હતા. તેમણે એમ.એસસી. ભૂસ્તરશાસ્ત્રમાં ડિગ્રી મેળવી હતી. ઓમ પ્રકાશ બિહારના ચંપારણના વતની હતા. તેઓ હાલ બેંગ્લોરના HSR લેઆઉટમાં રહેતા હતા.

 

આ પણ વાંચોઃ

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા

Accident: વડોદરામાં બસ પાછળથી ટ્રકમાં ઘૂસી, 2ના મોત, સુરતમાં પોલીસવાને ટક્કર

Supreme Court: ‘મોદી’ રાજમાં ઉપરાષ્ટ્રપતિ અને ભાજપ સાંસદ સુપ્રિમ કોર્ટનો વિરોધ કેમ કરે છે?, જુઓ વીડિયો

Rahul Gandhi: રાહુલે અમેરિકામાં ભારતીય ચૂંટણી પર પ્રશ્નો ઉઠાવ્યા, ચૂંટણીપંચ પાસેથી વીડિયો માંગ્યા પણ…

કર્ણાટકના પૂર્વ DGPની હત્યા, ઘરમાંથી મળી લાશ, પત્ની પર શંકા

 

 

Related Posts

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો
  • August 6, 2025

Tamil Nadu: પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો હોવાની ઘટના સામે આવી છે જેમાં તિરુપુરમાં સોમવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારી શનમુગવેલની તીક્ષ્ણ હથિયારથી હત્યા…

Continue reading
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી
  • August 6, 2025

Delhi: દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હોસ્પિટલ દવા લેવા ગયેલી 15 વર્ષની સગીરા પર ગોળીઓ ચલાવી તેની હત્યા કરી નાખવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે.  જાણવા મળ્યું કે તેની પાડોશમાં રહેતો આર્યન…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

  • August 6, 2025
  • 1 views
Tamil Nadu:પિતા-પુત્ર વચ્ચે સમાધાન કરાવવા ગયેલા પોલીસકર્મીને જ દાતરડું મારી પતાવી દીધો

Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

  • August 6, 2025
  • 4 views
Delhi: એકતરફી પ્રેમ બન્યો લોહિયાળ, સગીરાને ગોળી મારી પતાવી દીધી

શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

  • August 6, 2025
  • 8 views
શુભમન ગિલ અને બેન સ્ટોક્સ ફરી એકવાર આમને-સામને, ICC એવોર્ડ માટે સ્પર્ધા

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 22 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 7 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 12 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ