
Kutch Crime: અંજારના મેઘપર બોરીચી સીમમાં લીલાશાહ ફાટક પાસે 26 જાન્યુઆરીની સાંજે છરી અને ધોકા જેવા પ્રાણ ઘાતક હથિયારો વડે કાકા અને ભત્રીજા ઉપર હુમલો કરાયો હોવાની ઘટનામાં પોલીસે 7 આરોપીઓને ઝડપી લઈ રિકન્ટ્રક્શન કરાયું હતુ.
26 જાન્યુઆરીની સાંજે મેઘપર બોરીચીની ધારા રેસિડેન્સીમાં રહેતા ભરતભાઇ મનુભાઇ ઝાલા (વાલ્મીકી) અને તેમના ભત્રીજા પ્રવિણ ઉપર લીલાશાહ ફાટક પાસે અજાણ્યા ઇસમોએ છરી અને ધોકા જેવા જીવલેણ હથિયાર સાથે મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો.
આ હુમલાની ઘટનામાં ભરતભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે અંજાર પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. અંજાર પીઆઇ એ.આર.ગોહીલ અને તેમની ટીમે હુમલો કરનાર 7 આરોપીઓની ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળે લઈ જઈ આરોપીઓનું રિકન્ટ્રક્શન કરાયું છે.
પૂર્વ કચ્છના DYSP દિપક આર. ભાટિયાએ શું કહ્યું?