
Katch News: 41 વર્ષ પૂર્વે કચ્છના નલિયામાં કોંગ્રેસ અગ્રણીને માર મારવાનો કેસ દાખલ થયો હતો. આ કેસમાં આજે કોર્ટે ચુકાદો આપ્યો છે. પૂર્વ DGPને દોષિત જાહેર કર્યા છે. કોંગ્રેસ નેતા અબ્દુલા હાજી ઇબ્રાહીમ માર મારવાના કેસમાં કુલદીપ શર્માને કોર્ટે દોષી જાહેર કર્યા છે. કોર્ટે ત્રણ માસની કેદ અને દંડ ફટકાર્યો છે. આ કેસનો ચૂકાદો આજે ભુજ સેસન્સ કોર્ટે આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ચૂકાદો ફરિયાદી અબ્દુલા હાજી ઇબ્રાહીમના મૃત્યુ પછી આવ્યો છે. પુત્ર ઇકબાલ મધરાએ કોર્ટ પરિસરમાં ન્યાયકોર્ટના આદેશને આવકારી ખુશી જાહેર કરી હતી અને ઉપસ્થિત સ્નેહીજનોમાં મીઠાઈ વહેંચી હતી.
સમગ્ર મામલો શું છે?
6 મે 1984ના રોજ નલિયાના એક કેસ બાબતે કોંગ્રેસના નેતા અબ્દુલ્લા હાજી ઇબ્રાહીમ તત્કાલિન SP કુલદીપ શર્માને મળવા ગયા હતા, જ્યાં તેમને અપમાનિત કરી માર માર્યો હતો. દરમિયાન કુલદીપ શર્માએ તેમના સાથી અધિકારીઓને બોલાવીને માર માર્યો હતો. આ ઘટનાની ફરિયાદ કોર્ટમાં થતાં 41 વર્ષ ચૂકાદો આપ્યો છે.
આ પણ વાંચોઃ Ahmedabad: એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ફ્લાઈટમાંથી મળી ચીઠ્ઠી
આ પણ વાંચોઃ Accident: અમદાવાદ-વડોદરા હાઈવે પર આઈશરની પાછળ ધડાકભેર કાર ઘૂસી, દંપતીનું મોત