
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં ગઈકાલે સવારે 6 વાગ્યાના સમયમાં એક પુક્તવયની યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આજે 24 કલાક બાદ યુવતીને બહાર કાઢવામાં સફળતા મળી છે. જો કે યુવતીનું મોત થઈ ગયું છે. કોહવાયેલી હાલતમાં લાશ બહાર કાઢી હોવાનું જાણવા મળી રહ્યું છે. લાશને હાલ પીએમ માટે લઈ જવાઈ છે.
આ સમાચાર પણ વાંચોઃ કાર સાથે લાશ સળગાવી દેવા મામલે મુખ્ય આરોપી ઝડપાયો, મૃતદેહ જીવિતનો સળગાવ્યો, તો સ્મશાનની લાશોનું શું?
ગઈકાલ સવારથી હાથ ધરાયેલા રેસક્યૂ બાદ આજે ઈન્દિરા નામની યુવતીનો મૃતદહે બહાર કઢાયો છે. ગઈકાલ સવારથી વિવિધ રેસ્કયૂ ટીમો દ્વારા યુવતીને બહાર કાઢવાનું કામ હાથ ધરાયું હતુ. ત્યારે આજે બપોરે યુવતીને મૃતદેહ બોરવેલમાંથી બહાર કાઢી નજીકની હોસ્પિટલમાં પીએમ માટે મોકલાયો છે.
એક તરફ યુવતીના મોતને લઈ અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. પોલીસે આ આમલે તપાસ હાથ ધરી છે. યુવતીના પિતતરાઈ ભાઈની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. યુવતીએ આપઘાત કે હત્યાના ઈરાદે બોરવેલમાં ફેકી દેવાઈ છે. તે દિશા પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
જુઓ NDRF ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિક્રમ ચૌધરીએ શું કહ્યું?
આ સમાચાર પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી 2025: દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, 5 ફેબ્રુઆરીએ મતદાન થશે