
Kerala: કેરળના રાજકારણાં કોંગ્રેસ નેતાની અશ્લીલતાં ધાંધલ મચાવી દીધી છે. જેમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના પલક્કડના ધારાસભ્ય અને યુથ કોંગ્રેસના પૂર્વ રાજ્ય પ્રમુખ રાહુલ મમકુટ્ટાથિલને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય મહિલાઓ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા જાતીય દુર્વ્યવહાર અને અયોગ્ય વર્તનના ગંભીર આરોપોના પગલે લેવામાં આવ્યો છે. આ ઘટનાએ રાજ્યના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે, જેમાં વિપક્ષી પાર્ટીઓ અને કોંગ્રેસના અંદરના નેતાઓ દ્વારા રાહુલના ધારાસભ્ય પદેથી રાજીનામાની માગ ઉઠી રહી છે.
મહિલાને ગર્ભપાત માટે દબાણ
આ વિવાદની શરૂઆત ગત અઠવાડિયે થઈ, જ્યારે મલયાલમ અભિનેત્રી અને પૂર્વ પત્રકાર રીની એન જોર્જે એક “યુવા રાજનેતા” પર, નામ લીધા વિના, અશ્લીલ મેસેજ મોકલવાનો અને હોટલના રૂમમાં બોલાવવાનો આરોપ લગાવ્યો. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં અટકળો શરૂ થઈ કે તે રાહુલ મમકુટ્ટાથિલનો ઉલ્લેખ કરી રહ્યા હતા. આ પછી, અન્ય મહિલાઓ પણ આગળ આવી, જેમાં એક ટ્રાન્સજેન્ડર મહિલા અને લેખિકા હની ભાસ્કરનનો સમાવેશ થાય છે, જેમણે રાહુલ પર સમાન પ્રકારના દુર્વ્યવહારના આરોપો લગાવ્યા. વિવાદને વધુ તીવ્ર બનાવતા, એક મલયાલમ ન્યૂઝ ચેનલે એક ઓડિયો ક્લિપ જાહેર કરી, જેમાં કથિત રીતે રાહુલ એક મહિલાને ગર્ભપાત માટે દબાણ કરતા સંભળાયા હતા. આ આરોપો હોવા છતાં, હજુ સુધી રાહુલ વિરુદ્ધ કોઈ ઔપચારિક પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, જે આ મામલે વધુ પ્રશ્નો ઉભા કરે છે.
રાજકીય છબીને ગંભીર ફટકો
રાહુલ મમકુટ્ટાથિલ ગત વર્ષે નવેમ્બર 2024માં પલક્કડ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણીમાં ચૂંટાયા હતા. યુથ કોંગ્રેસના એક પ્રભાવશાળી નેતા તરીકે તેઓ રાજ્યના યુવા વર્ગમાં નોંધપાત્ર લોકપ્રિયતા ધરાવતા હતા. જોકે, આ આરોપો બાદ તેમની રાજકીય છબીને ગંભીર ફટકો પડ્યો છે. આરોપોના પગલે રાહુલે 21 ઓગસ્ટ, 2025ના રોજ યુથ કોંગ્રેસના રાજ્ય પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. પરંતુ, ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની માગ હજુ પણ ચાલુ છે, જેના પર કોંગ્રેસે હજુ સ્પષ્ટ નિર્ણય લીધો નથી.
કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના પ્રમુખ સન્ની જોસેફે જણાવ્યું કે, “આ આરોપો ગંભીર છે અને પાર્ટી તેની તપાસમાં કોઈ કચાશ રાખશે નહીં. રાહુલનું સસ્પેન્શન એ પાર્ટીની નૈતિક જવાબદારી અને છબીને બચાવવાનો પ્રયાસ છે.” સસ્પેન્શનના કારણે રાહુલ હવે કોંગ્રેસની ધારાસભ્ય પાર્ટીની બેઠકોમાં હાજરી આપી શકશે નહીં અને યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)નો ભાગ રહેશે નહીં. જોકે, પાર્ટીએ તેમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે દબાણ નથી કર્યું. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણય પલક્કડમાં પેટાચૂંટણીના જોખમને ટાળવા માટે લેવામાં આવ્યો છે, કારણ કે આ બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, અને પેટાચૂંટણીમાં હારનું જોખમ પાર્ટી ઉઠાવવા માંગતી નથી.
મૌન શંકા ઉભી કરે છે
કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓ, ખાસ કરીને મહિલા નેતાઓ, જેમાં ઉમા થોમસ, શનીમોલ ઉસ્માન, કે. મુરલીધરન, અને શમા મોહમ્મદનો સમાવેશ થાય છે, તેમણે રાહુલના ધારાસભ્ય પદેથી રાજીનામાની જાહેરમાં માગ કરી હતી. ઉમા થોમસ, જે દિવંગત કોંગ્રેસ નેતા પીટી થોમસની પત્ની છે, તેમણે કડક શબ્દોમાં જણાવ્યું, “જો આરોપો ખોટા હોય, તો રાહુલે તાત્કાલિક માનહાનિનો કેસ દાખલ કરવો જોઈએ. તેમનું મૌન આ મામલે શંકા ઉભી કરે છે, અને તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ.” આ ઉપરાંત, કોંગ્રેસની અંદરના ઘણા નેતાઓએ ખુલ્લેઆમ રાહુલની સામે કડક પગલાંની હિમાયત કરી છે, જે પાર્ટીની આંતરિક એકતા પર પણ પ્રશ્નો ઉભા કરે છે.
વિપક્ષી પાર્ટીઓ, ખાસ કરીને ભાજપ અને સીપીઆઈ(એમ)ના યુવા મોરચા DYFIએ, આ મામલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને રાહુલના રાજીનામાની માગ કરી છે. આ બધા વચ્ચે, કોંગ્રેસના કેટલાક નેતાઓએ સીપીઆઈ(એમ)ના ધારાસભ્ય એમ. મુકેશના કેસ તરફ ઈશારો કરીને બચાવનો પ્રયાસ કર્યો છે. ગત વર્ષે એમ. મુકેશ વિરુદ્ધ રેપ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ હોવા છતાં, સીપીઆઈ(એમ)એ તેમને રાજીનામું આપવા માટે દબાણ કર્યું ન હતું. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે વિપક્ષ આ મામલે રાજકીય રોટલા શેકી રહ્યું છે, જ્યારે તેમની પોતાની પાર્ટીઓમાં આવા મુદ્દાઓ પર નરમ વલણ અપનાવવામાં આવ્યું છે.
રાહુલનો પ્રતિસાદ
રાહુલ મમકુટ્ટાથિલે આરોપોનો સીધો જવાબ આપવાને બદલે કેટલાક વોટ્સએપ ચેટ અને ફોન વાતચીતના સ્ક્રીનશોટ જાહેર કર્યા છે, જેમાં તેઓ એક ટ્રાન્સવુમન નામની અવંતિકા સાથેની વાતચીતનો દાવો કરે છે. જોકે, ગર્ભપાતની કથિત ઓડિયો ક્લિપ અંગે તેમણે સ્પષ્ટ ખંડન કર્યું નથી કે ન તો તેની ફોરેન્સિક તપાસની માગ કરી છે. આ મૌનને રાજકીય વર્તુળોમાં તેમની સામે વધુ શંકાઓ ઉભી કરનારું માનવામાં આવે છે.
આ પણ વાંચો:
BJP Leader Corruption: ભાજપ નેતા જે.જે. મેવાડાનો ભ્રષ્ટાચાર, તમામ મિલકતો જપ્ત કરવા કોર્ટનો આદેશ, જુઓ
Viral video: મુંબઈમાં 30 રુપિયાના ભાડા માટે રિક્ષાચાલકે કિશોરને લાફા માર્યા, જુઓ
મોદીએ માત્રો વાતો જ કરી, ગુજરાતમાં ગાયો અને બળદની સંખ્યામાં મોટો ઘટાડો | Kaal Chakra | Part-73
Nikki Murder Case: પતિ બાદ સાસુ અને હવે જેઠ રોહિત ભાટીની ધરપકડ, મોટી બહેનના મોટા ખૂલાસા
MP: મોદી સરકારને ખેડૂત સાથે મજાક ભારે પડશે!, ‘સહાયને સરકારના મોં પર મારશે’, આ ખેડૂત તૈયાર!