
મહેશ ઓડ
Narendra Modi Promises Forgotten: નરેન્દ્ર મોદી જાત જાતના મુદ્દાઓ અને વચનો આપી ચૂંટણી જીતવામાં માહેર છે. તેઓએ ગુજરાતની પ્રજાને ઘણા વચનો આપી ભૂલી ગયા છે. વચનો ભૂલ જાય તે તો બરાબર પણ તેનાથી પણ ઉલટુ કરી રહ્યા છે. વર્ષ 2002માં નરેન્દ્ર મોદી ખેડા જીલ્લાના કઠલાલ તાલુકામાં પ્રસિધ્ધ ભાથીજી મહારાજના ધામ ફાગવેલમાંથી ગૌરવયાત્રા કાઢવામાં આવી હતી. એકવાર નહીં બેવાર ફાગવેલથી ગૌરવ યાત્રાઓ કાઢી હતી. અહીં 25 કરોડના ખર્ચે ભાથીજી મહારાજનું મંદિર વર્ષોથી બની રહ્યું છે, જોકે હજુ સુધી સંપૂર્ણપણે કામ પૂર્ણ થયું નથી. ભક્તો કહે છે કે ફાગવેલમાં દર વર્ષે જઈએ ત્યારે મંદિરનું કામ અધૂરુ જોવા મળે છે.
વર્ષોથી બની રહેલા મંદિર પાછળ અત્યાર સુધી કેટલાંક રુપિયા ખર્ચ થયા તેનો કોઈ હિસાબ નથી. આ મંદિરનું કામ કીડીની ગતિએ થઈ રહ્યું છે. સરકાર હજુ પણ આ મુદ્દે જવાબ આપી રહી નથી.
2002ના કોમી તોફાન પછી પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે પ્રજાનો પૈસો પ્રજા માટે વપરાઈ એ માટે વહીવટમાં કરસર કરીશું. જો કે આજે પ્રદર્શનો અને તાયફામાં નાણાં વેડફાઈ રહ્યા છે. નાના કાર્યક્રમો પાછળ લાખો રુપિયાનો ધૂમાડો થાય છે. તાજેતરમાં મોદી સુરત આવ્યા ત્યારે લાખો રુપિયાનું બજેટ માગવામાં આવ્યું હતુ. જેમાં બેફામ લાખો રુપિયા વાપરી કાઢવામાં આવ્યા.
20મી ડિસેમ્બર 2003ના રોજ સરકારને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફાગવેલમાં જઈને કહ્યું હતુ કે તેઓ શું શું કરવા માગે તેના વચનો આપ્યા હતા. મોદીએ કહ્યું હતુ કે જૂઠ્ઠાણાઓ સામે ઝૂકશે નહીં. પરંતુ આજે પોતે જ જૂઠ્ઠાણા ચલાવી રહ્યા છે. પોતે જૂઠ્ઠું બોલી રહ્યા છે. મોદીએ કહ્યું હતુ કે શાસનમાં ભૂલ હશે તો અમે સુધારવા તૈયાર છીએ. જોકે આજ દિન સુધી પોતાની નીતીઓ સુધારી નથી.
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતુ કે લોકશાહીમાં શાસકોએ પ્રજાને હિસાબ આપવો અને ચૂંટણીમાં પારદર્શિતા સરકારની જવાબદારી છે. જો કે આજે મોદી સરકાર જ પારદર્શિતા કે હિસાબ આપવા તૈયાર નથી.
ફાગવેલથી હિંદુ ત્રાસવાદ જેવા મુદ્દાઓ ઉઠાવીને ચૂંટણી લાભ લીધો હતો. ફાગવેલમાં પ્રજાને પૂછતાં કહ્યું હતુ કે ગાંધીનગરની ગાદી પર બેસાડ્યો છે તે મોતનો સોદાગરને બેસાડ્યો છે?… તમે મોતના સોદાગર છો… જેના જવાબમાં પ્રજાએ ના પાડી હતી. મોદીએ વધુમાં કહ્યું હતુ કે મને મોતનો સોદાગર કહી ગુજરાતનું અપમાન કર્યું છે. મૂળ મુદ્દોએ એ હતો કે સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહ્યા હતા. જે બાદ મોદીએ લોકોના મત લેવા તેનો ઉપયોગ કર્યો હતો. અને લોકોને પૂછ્યું કે તમે મોતના સોદાગર છો?
સોનિયાબેનને લેવાના દેવા પડી જશે, મોદી બોલ્યા હતા
મોદીએ વધુમાં કહ્યું હતુ કે ગુજરાતમાં હિંદુ આતંકવાદ. હું આપને પૂછવા માગું છું શું આપ આતંકવાદી છો. ભાઈઓ બહેનો, કોંગ્રેસ કાન ખોલી સાંભળી લે ગુજરાતીઓને આતંવાદી કહી સોનિયાબેનને લેવાના દેવા પડી જશે.
નરેન્દ્ર મોદીના સાદગી, વચનો આજે પણ નિષ્ફળ છે. જે વચનો આપ્યા હતા તે આજે ભૂલાઈ ગયા છે. સરકાર આજે હિસાબ આપવાની વાત છોડો. માહિતી અધિકારના કાયદા પર પણ તરાપ મારી રહી છે.
પૂર્વમુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારની જેમ જ આનંદીબેન પટેલ, વિજય રુપાણી સરકાર અને ભૂપેન્દ્ર પટેલ સરકાર વર્તન કરતી આવી રહી છે. જેમાં પ્રજા પીસાઈ રહી છે.
આ પણ વાંચો:
Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?
UP: પાર્કિગની બબાલમાં યુવકને કચડી નાખ્યો, બે લોકોની ધરપકડ, જાણો વધુ
Ahmedabad માં ઊંચી ઇમારતોનું કૌભાંડ, નવી સિવિલ હોસ્પિટલ ગેરકાયદે!, વિમાન સલામતી સામે જોખમ
Bhavnagar Heavy Rain: 18 તારીખે ભાવનગરની તમામ શાળાઓ બંધ રાખો: કલેક્ટર
Dirgh Patel Died: પ્લેન ક્રેશ ઘટનામાં ગુજરાતી ક્રિકેટર દીર્ઘ પટેલનો પણ જીવ ગયો
IndiGo વિમાનનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ, વિમાન કોચીથી દિલ્હી જઈ રહ્યું હતું
Ahmedabad plane crash: ‘મેડિકલ વિદ્યાર્થીના મોતના આંકડા અંગે અફવા’, ડૉક્ટર એસોસિએશનની સ્પષ્ટતા
Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું
Air India ની મુંબઈથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવી પડી, જાણો કારણ