Kheda: ફરી ઝડપાયો નકલી ઘીનો વેપલો, તંત્ર બેદરકાર, કોના સહારે બીજીવાર ફેક્ટરી ધમધમતી થઈ?

Kheda:  ખેડા જીલ્લા હવે નકલી વસ્તુઓનો હબ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે કંઈકને કંઈ વસ્તુઓ નકલી ઝડપાઈ રહ્યું છે. ત્યારે હવે નડિયાદના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ સલુણ તળપદ ગામે મોટી કાર્યવાહી કરી 3100 કિલોથી વધુ નકલી ઝડપી પાડ્યું છે. તંત્રએ શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી નકલી ઘી પકડ્યું છે. ઉલ્લેખનયી છે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી નકલી ઘી ઝડપાયું હતુ. જો કે ફરી આ ફેકટરી કોના સહારે ધમધમી રહી હતી તે પણ સવાલ છે.

નડિયાદ-ડાકોર રોડ પર સલુણ ગામમાં આવેલી “ક્ષેમ કલ્યાણી મિલ્ક પ્રોડક્ટ” નામની ફેક્ટરીમાંથી મોટી માત્રામાં નકલી ઘી ઝડપાયું છે. નડિયાદના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડી  નકલી ઘી ઝડપી પાડ્યું છે. જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તપાસ હાથ ધરીને 3100 કિલોથી વધુ ભેળસેળયુક્ત ઘી જપ્ત કર્યું છે. આ ઘટના માર્ચ 26, 2025ના રોજ સામે આવી હતી, અને તેમાં બટર ઓઈલ અને ઘીના ફ્લેવરનો ઉપયોગ કરીને ભેળસેળ કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ કેસમાં પેઢીનું FSSA લાઈસન્સ તાત્કાલિક રદ કરવામાં આવ્યું હોવાની વિગતો મળી રહી છે અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફેક્ટરીમાંથી 1500 કિલો ઘી (રૂ. 5.25 લાખ), 1600 કિલો બટર ઓઈલ (રૂ. 3.5 લાખ) અને 1 લિટર ઘીની ફ્લેવર (રૂ. 3600) જપ્ત કર્યા છે. ઝડપાયેલા મુદ્દામાલની રકમ લગભગ રૂ. 8.75 લાખ આંકવામાં આવી છે. હાલ ફેક્ટરી વિરુધ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

2023 માં પણ આ જ ફેક્ટરી નકલી ઘી બનાવતી ઝડપાઈ હતી.

ઉલ્લેખનીય છે ક્ષેમ કલ્યાણી મિલ્ક પ્રોડક્ટમાંથી 2023 સપ્ટેમ્બરમાં પણ નકલી ઘી ઝડપાયુ હતુ. ત્યારે ફરીથી આ ફેક્ટરી કેવી રીતે શરૂ થઈ ગઈ તે મોટો સવાલ ઊભો થયો છે. કોના ઓથા હેઠળ ફેકટરી ધમધમી રહી છે. તંત્ર શું કરી રહ્યું હતુ? તે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ  હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે | Dwarkadhish

આ પણ વાંચોઃ  Vyara: બોલો અહીં ખેડૂતોએ ખેતરમાં જવા ટોલ ચૂકવવો પડે છે, ભારે વિરોધ (VIDEO)

આ પણ વાંચોઃ  US: ટ્રમ્પના અધિકારીઓની મોટી ભૂલ, એપમાંથી ગૃપ્ત માહિતી લીક, જુઓ VIDEO

આ પણ વાંચોઃ  Gandhinagar: 2100થી વધુને છૂટા કર્યા પણ આરોગ્ય કર્મચારીઓ અડગ, હડતાળનો 11મો દિવસ

Related Posts

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!
  • February 3, 2026

Election: ગુજરાતમાં SIRની કામગીરી પહેલેથીજ વિવાદમાં રહી હતી અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારી વચ્ચે ચોક્કસ મતદારના નામ રદ કરવાના ઇરાદે ગુજરાતમાંથી 14.11…

Continue reading
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

  • February 4, 2026
  • 3 views
Donald Trump: ભારતને શુ કરવું તે શુ હવે ડોનાલ્ટ ટ્રમ્પ નક્કી કરશે? ચીન-અમેરિકા જેવી મહાસત્તાઓ શુ ભારત ઉપર હાવી થઈ રહી છે?જુઓ વિશેષ અહેવાલ!

Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

  • February 4, 2026
  • 2 views
Budget 2026: ગુજરાતની ખુદ મોદી સરકાર વખતની 200 માંગણીઓ PM નરેન્દ્ર મોદી કેમ ફગાવી રહયા છે? જાણો શુ છે મામલો!

Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

  • February 4, 2026
  • 4 views
Narendra Modi: ભારત પર 500 % ટેરિફ લાદવાની ધમકી આપનાર ટ્રમ્પના સૂર અચાનક કેમ બદલાયા? જાણો

Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

  • February 3, 2026
  • 4 views
Modi: નરેન્દ્ર મોદી ખરેખર ચીન અને ટ્રમ્પ સામે સીધો સંઘર્ષ ટાળે છે? રાહુલના નિવેદનો સામે આટલો હોબાળો કેમ? જુઓ ખાસ ચર્ચા

Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

  • February 3, 2026
  • 7 views
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 6 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો