kheda: મહુધા પાસેથી બે મિત્રોનું અપહરણ, ‘ચૂપચાપ બેસી રહેજો નહીં તો પતાવી દઈશું’, પછી શું થયું?

kheda kidnapping News: ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના ગાડિયારા ગામના 25 વર્ષીય પ્રવિણ બારૈયા અને તેના મિત્ર નિતેશનું 7 જૂન, 2025ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના પાછળનું કારણ પ્રવિણના કૌટુંબિક બનેવી સિદ્ધરાજ સોઢા પરમારની પત્ની ભારતી સાથે પ્રવિણના અનૈતિક સંબંધની શંકા હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મહુધા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

જબરદસ્તી કારમાં બેસાડી લઈ ગયા

મળતી જાણકરી અનુસાર પ્રવિણ અને નિતેશ મોટરસાયકલ પર ફોઈના ઘરે જઈ રહ્યા હતા. મહુધા તાલુકાના વડથલ પાટીયા નજીક લસુન્દ્રાના સિદ્ધરાજ સોઢા પરમાર, તેના દિયર વિજય, ભાણો જયદીપ અને કઠલાલના ઈમરાને અલ્ટો કારમાં આવીને તેમને રોક્યા. ઈમરાને નિતેશને લાફો માર્યો, જ્યારે સિદ્ધરાજ, વિજય અને જયદીપે પ્રવિણને માર માર્યો. બંને યુવકોને ધમકીઓ આપીને જબરદસ્તી કારમાં બેસાડી લઈ ગયા હતા.

 ગદડાપાટુનો માર મારવામાં આવ્યો

આરોપીઓએ પ્રવિણ અને નિતેશને કઠલાલ તરફ લઈ જઈને લસુન્દ્રા કેનાલ હાઈવે રોડ પર નિલગીરીના ઝાડોવાળા ખેતરમાં લઈ ગયા હતા. ત્યાં નિતેશને કારમાંથી ઉતારી દેવાયો, જ્યારે પ્રવિણને પટ્ટાથી ગદડાપાટુ  મારમારવામાં આવ્યો. સિદ્ધરાજે પ્રવિણ પર ભારતી સાથે મેસેજમાં વાત કરવાનો આરોપ લગાવીને માર માર્યો. પ્રવિણે સ્પષ્ટતા કરી કે ભારતી તેની બહેન છે અને તેની સાથે કોઈ ખોટી વાત નથી કરી, પરંતુ આરોપીઓએ વધુ માર માર્યો.

પ્રવિણને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

બાદમાં પ્રવિણને લસુન્દ્રા રોડ પર ખેતરાળુ રસ્તે લઈ જઈને ફરી મારમારવામાં આવ્યો. ઈમરાને ગીતાબેનના ફોનથી પ્રવિણના કાકાને ફોન કરીને જણાવ્યું કે પ્રવિણને રંગે હાથ પકડ્યો છે અને તે લસુન્દ્રા સીમમાં છે. પ્રવિણના સંબંધીઓ આવ્યા બાદ બે કલાકની વાટાઘાટો થઈ, અને પ્રવિણને કઠલાલ સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યો.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

પ્રવિણે પ્રથમ ફરિયાદ નહોતી કરી, કારણ કે આરોપીઓ કૌટુંબિક હતા અને ભારતીનો સંસાર બગડે નહીં. જોકે, આરોપીઓના વારંવારના ઝઘડાથી કંટાળીને પ્રવિણે મહુધા પોલીસ સ્ટેશનમાં સિદ્ધરાજ, વિજય, જયદીપ અને ઈમરાન વિરુદ્ધ અપહરણ અને મારમારની ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો:

Raja Raghuvanshi Murder Case: કોણ છે રાજ કુશવાહા જેના માટે સોનમે પોતાના પતિનો જીવ લીધો

દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો

Los Angeles Violence: અમેરિકાના લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો બન્યા તીવ્ર, ટ્રમ્પે પ્રદર્શનકારીઓને આપી ચેતવણી

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ, તમામ ગેટ બંધ | High Court

Aravalli: 13 વર્ષિય સગીરાને 51 વર્ષિય આધેડે ગર્ભવતી બનાવી, માતાને ખબર પડતાં જ….!

આ દેશમાં કુતરાઓને જાહેરમાં ફેરવવા પર પ્રતિબંધ, કઈ ધાર્મિક માન્યતા આડે આવી? | Dogs Ban

Kheda: નડિયાદના ઉત્તરસંડામાં બાઈક સાથે 18 વર્ષિય યુવકને દફનાવ્યો, જાણો કારણ!

વિસાવદર પેટાચૂંટણીમાં ગરમાગરમી, ભાજપા દ્વારા AAP ના ઉમેદવાર ગોપાલ પર હુમલાનો આક્ષેપ

Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Bihar: દર મહિને 2500 રૂપિયા આપીશું… રાહુલ ગાંધીનું મહિલાઓને વચન, મોદીની જેમ ફરી તો નહીં જાય?

TATA નો દ્વારકામાં કહેર, વીજ થાંબલા નાખવામાં કરી દાદાગીરી!, TATA ને કાયદો નડતો નથી!

CID ક્રાઇમની RTI મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને સૂચના

Related Posts

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

  • October 27, 2025
  • 9 views
UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

  • October 27, 2025
  • 4 views
UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 6 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 16 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 10 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 23 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?