Kheda: રાણીયાની મહીસાગર નદીમાંથી મળેલી લાશ મામલે મોટો ખુલાસો, કેમ હત્યા કરાઈ?

Kheda Crime: ખેડા જીલ્લાના ઠાસરાના રાણીયા ગામ પાસે મહીસાગર નદીના બ્રિજ નીચેથી એક યુવકનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જો કે પોલીસે સઘન તપાસ હાથ ધરી હત્યાનો પર્દાફાશ કરી નાખ્યો છે. પિતરાઈ ભાઈ જ સમાજમાં ઈજ્જત બચાવવા દિનેશ ચુનારા (ઉ.વ.32)ની હત્યા કરી નાખી છે.

મળતી માહિતી અનુસાર ડેસર તાલુકાના નવા સિહોરા ગામના રહેવાસી દિનેશ ચુનારાએ 15 વર્ષ પૂર્વે સમાજ બહાર કઠલાલની એક યુવતી સાથે  લગ્ન કર્યા હતા. બાદમાં છૂટાછેડા થઈ ગયા હતા. જેથી સમાજના લોકો દિનેશ અને તેના પરિવારને મહેણાટોણા મારતાં હતા. સમાજના લોકો દબાણ કરતા દિનેશ ખુદ પરિવારજનો નાખુશ હતા. પરિવાર દિનેશથી કંટાળી ગયો હતો.

જેથી મૃતકના પિતરાઈ ભાઈ મહેશ મફત ચુનારા અને તેના ફોઈ સાસુના દીકરા રોહિત ચિમન ચુનારા સમાજમાં આબરૂ બચાવવા માટે દિનેશની હત્યા કરવાનો ઘાટ ઘડ્યો હતો.  ત્યારબાદ દિનેશને કોઈ બહાને બહાને બોલાવી હત્યા કરી નાખી હતી. બાદમાં નદીમાં ફેકી દીધો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મહેશ અને રોહિતે દિનેશનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. બાદમાં બાઈક લઈને મહિસાગર નદીમાં ફેકવા ગયા હતા. જેથી લોહીના ટપકાં છેક સુધી પડેલા હતા.  બ્રિજથી નવા સિહોરા ગામ સુધીના એક કિલોમીટર રોડ પર પણ લોહીના લિસોટા જોવા મળ્યા હતા. હાલ પોલીસે હત્યારાઓ વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Gujarat: કોણીએ ગોળ ચોંટાડતી સરકાર સામે આરોગ્યકર્મીઓએ બાયો ચડાવી!

આ પણ વાંચોઃ Ahmedabad: હોટલમાંથી મહિલાનો મૃતદેહ મળવા મામલે પર્દાફાશ, એક શખ્સે ગળે ટૂંપો દીધો! જાણો વધુ

આ પણ વાંચોઃ A.R. રહેમાનને હોસ્પિટલમાંથી રજા, જાણો સંગીતકારની તબિયત હવે કેવી?

Related Posts

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા
  • August 7, 2025

Gujarat: ગુજરાત હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં આસારામ બાપુના હંગામી જામીનને ત્રીજી વખત લંબાવીને 21 ઓગસ્ટ, 2025 સુધી લંબાવ્યા છે. આ નિર્ણય આસારામની તબીબી આધારો પરની અરજી અને રજૂ કરાયેલા હોસ્પિટલ…

Continue reading
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે
  • August 7, 2025

Ahmedabad: સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ અને ડોક્ટર દ્વારા એક દર્દીને માર મારવામાં આવ્યો હોય તેવો આક્ષેપ થયો છે. પરાગ પટેલ નામના દર્દીને તાવની સારવાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના જામીન લંબાવ્યા

  • August 7, 2025
  • 12 views
Gujarat: હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં ત્રીજીવાર આસારામના  જામીન લંબાવ્યા

Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

  • August 7, 2025
  • 9 views
Ahmedabad: ઝાડા-ઉલટીના દર્દી સાથે બેડ પર જવાની ના પાડતા દર્દીને માર માર્યો, મામલો પહોંચ્યો પોલીસ મથકે

આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

  • August 7, 2025
  • 25 views
આખરે EC-BJP ની ચોરી બહાર આવી, રાહુલ ગાંધીએ પુરાવા સાથે કાંડ બતાવ્યા, જુઓ

Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

  • August 7, 2025
  • 11 views
Indian Airports On High Alert: વધુ એક આતંકી હુમલાના ભણકાર, સરકારના દાવા કેમ ખોટા?

Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

  • August 7, 2025
  • 225 views
Bhavnagar: ‘BJP હટાવો દેશ બચાવો’, ભાજપ નેતા યોગેશ બદાણીએ જ પોસ્ટ મૂકી દીધા પછી શું કહ્યું?

Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ

  • August 7, 2025
  • 28 views
Udaipur Files:’સર તને જુદા’નો ડાયલોગ અને કન્હૈયાલાલની જીંદગી ખતમ, સત્ય ઘટના પર આધારિત ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ નું નવું ટ્રેલર રિલીઝ