
Kisan Andolan News: શંભુ બોર્ડર અને ખાનૌરી બોર્ડર 13 મહિના પછી ખેડૂત પ્રદર્શનકારીઓના તંબૂઓ સહિત ચણીને બાંધેલા બેરિકેટ્સ તોડી પાડવાાં આવી રહ્યા છે. પંજાબ પોલીસે બુલડોઝરની કાર્યવાહીથી હડકંપ મચાવી દીધો છે. પંજાબ પોલીસે શંભુ અને ખાનૌરી બોર્ડર પરના વિરોધ સ્થળોએથી ખેડૂતોને દૂર કર્યા છે તેમના તંબુ પણ ઉખેડી નાખવામાં આવ્યા છે. સરકાર વિરોધ પ્રદર્શનનો અંત લાવવા મથામણ કરી રહી છે.
પોલીસે ખેડૂત નેતાઓ સરવન સિંહ પંધેર અને જગજીત સિંહ દલેવાલ સહિત ઘણા ખેડૂતો અને ખેડૂત નેતાઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોએ બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે કામચલાઉ માળખાં અને સ્ટેજ, ટ્રેક્ટર ટ્રોલી અને અન્ય વાહનો દૂર કર્યા પછી વિરોધ સ્થળ ખાલી કરવામાં આવ્યું હતું. જોકે પંજાબ પોલીસની કાર્યવાહી પર રાજકારણ પણ ગરમાયું છે. શિરોમણી અકાલી દળ અને કોંગ્રેસે આમ આદમી પાર્ટીની સરકારને ઘેરી લીધી છે. ગઈકાલથી અત્યાર સુધી શું થયું છે, 10 મુદ્દાઓમાં જાણો?
1. પંજાબ પોલીસે બુધવારે પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો અંત લાવી છે, અને તંબુઓ તોડી પાડ્યા છે. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો તેમની વિવિધ માંગણીઓને લઈને ધરણા પર બેઠા હતા. શંભુ બોર્ડર પર પોલીસ કાફલામાં પણ વધારો કરાયો છે. પોલીસે કિસાન મજૂર મોરચાના કાર્યાલય અને ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલા કાયમી બેરિકેડ તોડી પાડ્યા છે. પોલીસે કિસાન મજૂર મોરચાના કાર્યાલય અને સ્ટેજને તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો છે. આ પોલીસ કાર્યવાહી હેઠળ, ખેડૂતોને શંભુ બોર્ડર પરથી દૂર કરવામાં આવ્યા હતા અને સમગ્ર વિરોધ વ્યવસ્થા તોડી પાડવામાં આવી હતી.
2. આ પોલીસ કાર્યવાહી દરમિયાન, હરિયાણા પોલીસ પણ તેની બાજુમાંથી ખેડૂતોના પ્રદર્શનને નષ્ટ કરવામાં વ્યસ્ત હતી. પંજાબ પછી, હરિયાણા પોલીસે પણ પોતાની બાજુમાંથી વિરોધ કરવા આવેલા ખેડૂતો બાંધેલા તંબૂ સહિતની વસ્તૂઓને દૂર કરી છે. શંભુ બોર્ડર પરથી સંપૂર્ણપણે ખેડૂતોને હટાવી દેવામાં આવ્યા છે. શંભુ સરહદ 13 મહિના પછી ખુલી છે.
આ પણ વાંચોઃ Kheda: નડિયાદ કલેકટર કચેરીમાં જન્મનો દાખલો કઢાવવા ધક્કા ખાતી મહિલા રડી, ખેડા જીલ્લો શરમમાં મૂકાયો
આ પણ વાંચોઃ Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!
આ પણ વાંચોઃ ભારતે કહ્યું- “અમે ગાઝાની પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ”