Kunal Kamra: ‘ગદ્દાર નજર વો આયે’… કોમેડિયને એકનાથ શિંદે પર ગીત બનાવતાં શિવસેના ગુસ્સે, સ્ટુડિયોમાં તોડફોડ

  • India
  • March 24, 2025
  • 0 Comments

Kunal Kamra: કોમેડિયન કુણાલ કામરાએ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર એક ફિલ્મ ગીતની રાજનેતીક સ્વરુપે રચના કરી ગાયું હતુ. અને શિંદેનું નામ લીધા વિના તેમની હકીકત શું છે તે ગીતમાં દર્શાવવામાં આવ્યું હતુ. જો કે મહારાષ્ટ્રના રાજકારણ પર ટિપ્પણી પર ગીત બનાવવું કોમેડિયનને ભારે પડ્યું છે. કોમેડિયને એકનાથ શિંદે પર જોરદાર નિશાન સાધ્યું હતુ. જો કે હવે તેના સ્ટુડિયામાં તોડફોડ થઈ છે.

શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીના સાંસદ સંજય રાઉતે કુણાલ કામરાનો ગીત રજૂ કરતો વીડિયો ટ્વીટ કર્યો છે. સંજય રાઉતે વીડિયો સાથે કહ્યું, કુણાલ અદ્ભુત છે. મહારાષ્ટ્રની જય હો. કુણાલે ત્રણ વર્ષ પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં થયેલા વિકાસ પર ટિપ્પણી કરતી વખતે એકનાથ શિંદે પર નિશાન સાધ્યું છે. બીજી તરફ ગુસ્સે ભરાયેલા શિવ સેનાના કાર્યકરોએ શિંદેને ગદ્દાર કહેવા પર રોષે ભરાયા છે. કોમેડિયન કુણાલ કામરાના મુંબઈ સ્ટુડિયોમાં તોડફોડ કરી હતી. આરોપ છે કે આ વિવાદાસ્પદ વીડિયોમાં તેમણે પીએમ મોદી અને અમિત શાહ પર પણ ખોટી રીતે નિશાન સાધ્યું છે. જાણવા મળી રહ્યું છે કે કોમેડિયન વિરુધ્ધ થાર પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે.

ઉદય સામંતની મોટી ચેતવણી

કુણાલ કામરાની કવિતા રાજકીય વિવાદ ઉભો કરે તેવી શક્યતા છે. મંત્રી ઉદય સામંતે કુણાલ કામરા સામે કેસ દાખલ કરવાની ચેતવણી આપી છે. ઉદય સામંતે કહ્યું, આખું ગીત સાંભળ્યા પછી, અમારા ધારાસભ્ય કુણાલ કામરા વિરુદ્ધ FIR નોંધાવવાના છે. જો આ ગીત એકનાથ શિંદે માટે અપમાનજનક હોય અને કોઈ આ રીતે ગાવાનું શરૂ કરે, તો આપણે ધારાસભ્યો, પદાધિકારીઓ અને કાર્યકરો કોઈનું સાંભળશું નહીં. અમે પોલીસ પાસેથી તેમની સામે કાર્યવાહીની માંગ કરીશું. ઉદય સામંતની ચેતવણી બાદ, આ ગીત પર રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચોઃ Gujarat: ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના

આ પણ વાંચોઃ અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત

  • Related Posts

    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ
    • August 5, 2025

    Uttarpradesh: ઉત્તરપ્રદેશના ગોંડામાં 200 રુપિયા ઉધારના વિવાદમાં યુવકની હત્યા કરવામાં આવી છે. 22 વર્ષીય હ્રદયલાલે તેમના જ ગામના રામ અર્જુન નામને 700 રુપિયા ઉછીના આપ્યા હતા. 1 ઓગષ્ટના રોજ, જયારે…

    Continue reading
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
    • August 5, 2025

    Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    • August 5, 2025
    • 6 views
    Maharashtra: DJ ના તાલે નાચતાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, વીડિયો વાયરલ

    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ. 200 માટે લઈ લીધો જીવ

    • August 5, 2025
    • 5 views
    Uttarpradesh: ઉછીના પૈસા પાછા માંગતા યુવક ઉશ્કેરાયો, રુ.  200 માટે લઈ લીધો જીવ

    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    • August 5, 2025
    • 14 views
    Trump Threat: ભારત સારો વેપારી ભાગીદાર નથી, 24 કલાકમાં નવા ટેરિફ લગાવીશ: ટ્રમ્પની નવી ધમકી

    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    • August 5, 2025
    • 28 views
    Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    • August 5, 2025
    • 31 views
    Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

    • August 5, 2025
    • 19 views
    Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ