
Kutch: ગુજરાતમાં 2027 ચૂંટણીને લઈ અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ થવાની છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને AAP પાર્ટી પ્રજા સમક્ષ જઈ રહી છે. જો કે આ વખતે ગુજરાતમાં AAP પાર્ટી મજબૂત દેખાઈ રહી છે. જેથી ગુજરાતનો રાજકીય માહોલ અત્યારથી જ ગરમાયેલો છે. વિસાદવર બેઠકની પેટા ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઈટાલિયાનો પણ દબદબો વધ્યો છે. હવે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અનેક સ્થળોએ જાહેર સભાઓને સંબોધિત કરી રહ્યા છે. તેમને લોકો જાહેર સભાઓમાં જવાબ પૂછવા ઉભા થાય છે. જોકે ગોપાલ ઈટાલિયા જવાબ આપવાને બદલે લોકોને અવળા સવાલો પૂછી જવાબ આપી રહ્યા નથી.
કચ્છના ગાંધીધામાં તેમને બીજીવાર એક વ્યક્તિએ સવાલ પૂછતાં જવાબ આપી શક્યા ન હોવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ગઈકાલે તેમણે કચ્છના ગાંધીધામમાં યોજાયેલી જનસભામાં એક સ્થાનિક વ્યક્તિ મંચ પર આવે છે, અને કહે છે કે પહેલા તમે જે કામ વિસાવદરમાં કર્યા હોય તે ગણાવો. અને પછી શું કરશો ને નહિ કરો તે ગણાવજો. તો જવાબમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એ વ્યક્તિને કહે છે કે, તમારા મંત્રીઓએ કેટલા કામ કર્યા છે. તે પણ ગણાવજો. આ જાહેર સભામાં ગોપાલ ઇટાલિયા અને સ્થાનિક વચ્ચે શાબ્દિક બબાલ થઇ હતી. ગોપાલ ઈટાલિયાએ કહ્યું હું વિસાવદરથી ધારાસભ્યો બન્યો પછી બધામાં પ્રશ્ન પૂછવાની હિંતમ આવી. હું આજ કહેતો હતો કે ભાજપને સવાલ પૂછો.
ત્યારે લોકોએ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે ગોપાલ ઈટાલિયા જવાબ આપી રહ્યા નથી. અને સત્તા પક્ષને જવાબ પૂછવાનું કહે છે. સામાન્ય વ્યક્તિ સત્તા પક્ષ હોય કે વિપક્ષ તેના માટે બંને સરખા છે તે ગોપાલ ઈટાલિયા ભૂલી રહ્યા છે. તે માની જ લે છે કે જે તેમને સવાલ કરે તે ભાજપમાં છે અને પછી સાવલ પૂછનારને ભાજપની જેમ ઉલ્ટા ચશ્મા પહેરાવાનું શરુ કરી દે છે.
આ પણ વાંચો:
Junagadh: મોડી રાત્રે ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કેમ પોલીસ સ્ટેશન માથે લીધું? કોને બચાવે છે પોલીસ?
ગોપાલ ઈટાલિયાને પડકાર આપનાર Kanti Amrutiya આફતમાં, ભાજપના જ નેતાએ ધારાસભ્ય સામે ખોલ્યો મોરચો
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?








