
Kutch : રાજ્યમાં અવાર નવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે ત્યારે કચ્છમાં વધુ એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. અંજાર-સતાપર રોડ પર 3 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં બેના મોત થયા છે જયારે ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે.
અંજાર-સતાપર રોડ પર ભયંકર અકસ્માત
મળતી માહિતી અનુસાર અંજાર-સતાપર રોડ પર એક પૂરપાટ ગતિએ દોડતી કારે કારચાલકે બેથી 3 બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બે લોકો મૃત્યુ થયા હતા. તેમજ અન્ય ચાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર હેતુસર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એવું પણ જાણવા મળી રહ્યુ છે કે, અકસ્માત સર્જ્યા બાદ કારચાલક ફરાર થઇ ગયો હતો.
કારચાલક નાસી છૂટવામાં સફળ
ઘટનાને પગલે સ્થાનિકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને સ્થાનિકોએ કારચાલકને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે નાસી છૂટવામાં સફળ થયો હતો.
પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
આ મામલે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને 108ની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ તો પોલીસે ફરાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:
Surat: ઉડતા સુરત! ગૃહ રાજ્યમંત્રીના હોમ ટાઉનમાં જ ડ્રગ્સના નશેડીઓનો ઉપદ્રવ
કોંગ્રેસમાં પડતા પર પાટું, અમિત નાયકે રાજીનામું આપી શું કર્યા આક્ષેપ? | Amit Nayak
Haridwar: માતાની મમતા શર્મશાર, પ્રેમી સાથે સગીર પુત્રી પર બળાત્કાર કરાવ્યો, જાણો વધુ!
Tesla કાર ગુજરાતમાં બનશે એવો જુઠ્ઠનો પરપોટો ફૂટી ગયો
Ahmedabad: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત, બે ટ્રકની ટક્કર બાદ આગ, ડ્રાઈવર ઘાયલ
Bengaluru Stampede:શું કર્ણાટક સરકાર RCBની જીતનો લાભ લેવાના ચક્કરમાં લોકોને બચાવવાનું ભૂલી ગઈ?
Gujarat Weather: હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીની આગાહી, આગામી દિવસોમાં કેવું રહેશે વાતાવરણ?
Surat: નિર્દોષો ભોગ લેતા ગેરકાયદેસર પતરાના ડોમ પર બુલડોઝર ક્યારે ચાલશે?
Pakistani Spy: પંજાબમાંથી પકડાયો વધુ એક પાકિસ્તાની જાસૂસ, જ્યોતિ મલ્હોત્રા સાથે શું છે કનેક્શન
ભાગેડુ વિજય માલ્યાએ RCB ને આપ્યા અભિનંદન, શું માલ્યાની RCB માં હિસ્સેદારી છે?







