
Language controversy Maharashtra: મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ જબરજસ્ત વકર્યો છે. જેમાં ગુજરાતીઓને સતત ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં મરાઠી ન બોલવા પર ગુજરાતી વેપારીને માર માર્યા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ મામલે રાજ ઠાકરેએ નિવેદન આપતાં વધુ હડકંપ મચ્યો છે. મરાઠી બોલવું જોઈએ. વધારે નાટક કરે તો કાન નીચે મારો. આ નિવેદન ત્યારે કરવામાં આવ્યું છે જ્યારે બે દાયકા પછી ઠાકરે પરિવાર એક થયો છે. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ શનિવારે એક જ મંચ પરથી ભાષણ આપ્યું હતુ.
ભાજપ પર નિશાન સાધ્યું
આ દરમિયાન બંનેએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાજ ઠાકરેએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતું કે તમારી પાસે વિધાનસભામાં સત્તા છે, પરંતુ અમારી પાસે રસ્તાઓ પર સત્તા છે. શિક્ષણ મંત્રી દાદા ભૂસે મારી પાસે આવ્યા હતા. મેં તેમને કહ્યું હતું કે હું તમારી વાત સાંભળીશ. આજે જ્યારે મહારાષ્ટ્ર એક સાથે ઊભું રહ્યું, ત્યારે સરકારે જોયું હશે કે જ્યારે આ રાજ્ય એક થાય છે ત્યારે શું થાય છે.
રાજ ઠાકરેએ કહ્યું, “હિન્દીભાષી રાજ્યોના લોકો અહીં રોજગાર માટે આવે છે અને અમને હિન્દી ભાષા શીખવાનું કહે છે. મરાઠા સામ્રાજ્ય દરેક જગ્યાએ પહોંચી ગયું હતું, પરંતુ શું આપણે કોઈના પર મરાઠી ભાષા લાદી? ના. હિન્દી ફક્ત 200 વર્ષ જૂની છે. આ લોકોએ હિન્દી ફક્ત એ તપાસવા માટે લાદવાનો પ્રયાસ કર્યો કે મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરી શકાય કે નહીં. અમે ચૂપ છીએ, તેનો અર્થ એ નથી કે અમે મૂર્ખ છીએ. અમારી પાસે કોના બાળકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે તેની સંપૂર્ણ યાદી છે.”
‘કોઈના કપાળ પર લખ્યું છે કે તે ગુજરાતી’
Mumbai, Maharashtra: MNS chief Raj Thackeray says, “In the Mira-Bhayander incident, some Hindi channels showed that MNS slapped a Gujarati shopkeeper. They did not slap him because he is Gujarati. Non-Marathis need to learn Marathi, okay? They can learn. And I want to tell you… pic.twitter.com/Rx8n0XCp0G
— IANS (@ians_india) July 5, 2025
રાજ ઠાકરેએ પોતાના કાર્યકરોને સૂચના આપતાં કહ્યું હતુ કે મીરા રોડ પર એક શખ્સે ગુજરાતીને થપ્પડ મારી, પણ શું કોઈના કપાળ લખ્યું છે કે તે ગુજરાતી છે? હજુ તો અમે કશું કર્યું પણ નથી! કારણ વગર મારામારીની જરૂર નથી પણ કોઈ નાટક કરે તો કાનની નીચે બજાવો, પણ વીડિયો ન ઉતારો. સમજી ગયા ને? આ લોકો મુંબઈને મહારાષ્ટ્રથી અલગ કરવા માંગે છે.’
ગુજરાતી સાથે શું બની હતી ઘટના?
તાજેતરમાં મહારાષ્ટ્રના થાણેમાં મીરા રોડ પર ગુજરાતી વેપારીને થપ્પડ મારવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ભારે ઉહાપોહ મચી ગયો છે. આ ઘટનામાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ ગુજરાતી દુકાનદારો પર મરાઠી ભાષા ન બોલવાને કારણે હુમલો કર્યો હતો. ગુજરાતીને ધપ્પડ મારવામાં આવી હતી. આ ઘટનાઓએ ભાષાકીય વિવિધતા અને સહિષ્ણુતાના મુદ્દે ચર્ચા જગાવી છે.
ત્યારે આ વીડિયોમાં સમજો કેમ સતત મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ થઈ રહ્યો છે?
આ પણ વાંચોઃ
Language controversy: શું જાવેદ અખ્તર, આમિર ખાન મરાઠી બોલે છે?, ગુજરાતીને મારવાનો વિવાદ વકર્યો
Viral Video: ભેંસએ કોબ્રાને ચારો સમજી લીધો, પછી શું થયું?
Scrap Policy Chaos: દિલ્હીમાં મોદી સરકાર ઝૂંકી!, મારવો પડ્યો યુટર્ન, જૂની ગાડીઓ નહીં હટે
IND vs PAK: મોદીની વાતોનો ફિયાસ્કો, પાકિસ્તાની હોકી ટીમ ભારતમાં ઘૂસસે, પહેલગામ હુમલો જલ્દી જ ભૂલાયો!
Wankaner: BJP ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, પહેલા ડોક્ટર પર કર્યો હતો