
Language Controversy Maharashtra: મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક પરપ્રાંતિય યુવકને મરાઠી ન બોલવા બાબતે જાહેરમાં માર મારવામાં આવ્યો છે. આ ઘટના વિરાર રેલવે સ્ટેશન નજીક બની હતી જ્યાં શિવસેના યુબીટી અને મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) ના સમર્થકોએ મરાઠી ભાષાનું અપમાન કરવા બદલ એક રિક્ષા ડ્રાઇવરને માર માર્યો હતો. ઉત્તર પ્રદેશના રહેવાસી ભાવેશ પડોલિયા અને એક પરપ્રાંતિય ઓટો ડ્રાઇવર વચ્ચે દલીલ ચાલી રહી હતી તેવો એક વીડિયો વાયરલ થયા બાદ વિવાદ શરૂ થયો છે.
વીડિયોમાં રિક્ષા ડ્રાઇવર સ્પષ્ટપણે કહેતો જોવા મળે છે કે જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે મરાઠીમાં કેમ નથી બોલતો ત્યારે તેણે કહ્યુ હું હિન્દી અને ભોજપુરી જ બોલીશ. પડોલિયાના જણાવ્યા અનુસાર રિક્ષા ડ્રાઈવરે જાહેર સ્થળે મરાઠીનો ઉપયોગ ન કર્યો. જેથી મેં તેને મરાઠીનો ઉપયોગ કરવા કહ્યું.
શિવસેના યુબીટી અને મનસેના સમર્થકોએ ઓટો ડ્રાઈવરને માર માર્યો
हिंदी से इतनी घृणा, जंगलराज से भी बदतर स्थिति मुंबई की हो गई है, पाकिस्तान में भी हिंदी बोलने से ऐतराज नहीं लेकिन मुंबई में क्या चल रहा है, विरार में “मराठी नहीं बोलूंगा” कहने वाले रिक्षाचालक को उद्धव ठाकरे के शिवसैनिकों ने भरे बाजार में पीटा।हाथ जोड़कर मंगवाई माफी… pic.twitter.com/IAOTsxIg7a
— Dharmendra Singh (@dharmendra135) July 13, 2025
આ ઘટના ગત શનિવારે બની છે. વિરાર સ્ટેશન નજીક શિવસેના યુબીટી અને મનસેના કાર્યકરોએ ઓટો ડ્રાઈવરને ઘેરી લીધો અને જાહેરમાં માર માર્યો. વાયરલ વીડિયોમાં મહિલા કાર્યકરો તેને થપ્પડ મારતા પણ જોઈ શકાય છે. આ પછી રિક્ષા ડ્રાઈવરને ભાવેશ પાડોલિયા, તેની બહેન અને મહારાષ્ટ્ર રાજ્યની જાહેરમાં માફી માંગવાની ફરજ પાડવામાં આવી હતી.
શિવસેના શૈલીમાં જવાબ આપ્યો: ઉદ્ધવ જૂથના નેતા
વિરાર શહેર શિવસેના (UBT) ના વડા ઉદય જાધવે સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે જો કોઈ મરાઠી ભાષા, મહારાષ્ટ્ર અથવા મરાઠી માનુષનું અપમાન કરશે તો તેને શિવસેના શૈલીમાં જવાબ અપાશે. તેમણે કહ્યું કે ડ્રાઇવરે મહારાષ્ટ્રનું અપમાન કર્યું હતું અને તેને પાઠ ભણાવવામાં આવ્યો હતો. આ ઘટના જાહેરમાં બની હતી અને વીડિયો પણ વાયરલ થયો છે, પરંતુ પાલઘર પોલીસે અત્યાર સુધી કોઈ કેસ નોંધ્યો નથી. પોલીસે કહ્યું કે અમને વીડિયો મળ્યો છે અને અમે તપાસ કરી રહ્યા છીએ, પરંતુ અત્યાર સુધી બંને પક્ષો તરફથી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મહારાષ્ટ્રના થાણેમાં ગુજરાતી વેપારીને ન મરાઠી ન બોલવા પર માર મારવામાં આવ્યો હતો. આ ભાષા વિવાદ દેશની એકતાને તોડવાનું કામ કરી રહ્યા છે. જેથી તંત્રએ કાયદો હાથમાં લેનારા લોકો સામે કાર્યવાહી કરવાની તાતી જરુરિયાત છે.
આ પણ વાંચોઃ
Language controversy: મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ કેમ થઈ રહ્યો છે? સમજો વીડિયોમાં
Surendranagar: તંત્રએ રજૂઆત ન સાંભળતા ગટરોના પાણી વચ્ચે રહેવા મજબુર લોકો, ઉચ્ચારી આંદોલનની ચીમકી
chhotaudepur: જન્મ લેતા બાળકો અને માતાઓનુ જીવન જોખમી, ફરી એક વખત મહિલાને ઝોળીમાં લઈ જવા પડ્યા
TamilNadu: ડીઝલ ભરેલી માલગાડીમાં ભીષણ આગ , આકાશમાં ધુમાડો છવાઈ ગયો, ઘણી ટ્રેનો રદ
Bhavnagar: સિન્ધુનગરમાં મેલડી માતાના મંદિરમાં ફરી ચોરીની ઘટના, દાનપેટી લઈ તસ્કર ફરાર
Bhavnagar: ભાવનગરમાં ખાડાઓથી લોકોના જીવ દાવ પર, ભાજપના સત્તાધીશો ઘેરી નિદ્રામાં!
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી