
Amreli Lion attack: અમરેલી પંથકમાં જંગલી હિંસક પ્રાણીઓના સતત હુમલાઓ વધી રહ્યા છે. મંગળાવારે જાફરાબાદ અને ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સીમાએ આવેલા કાકડી મોલી ગામની સીમમાં ખેડૂત મંગાભાઈ બારૈયા પર સિંહણે હુમલો કર્યો હતો.જેમાં સિંહણે ખેડૂતનું પેટ ફાડી નાખ્યું હતુ. બાદમાં સિંહણ મૃતદેહ પર બેસી ગઈ હતી. જેથી વન વિભાગની ટીમે સિંહણને જેસીબી અને ટ્રેક્ટરની મદદ લઈ ભગાડી મૃતદેહ છોડાવ્યો હતો. ત્યારે આજે વધુ એક ઘટના સિંહ હુમલાની અમરેલીમાં જીલ્લામાં બની છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપર-હઠીલાના સીમ વિસ્તારમાં આજે 6 માર્ચે સિંહે બચકાં ભરેલો એક મૃતદેહ મળ્યો છે. જે નદીમભાઇ નઝીરભાઈ કુરેશી નામની વ્યક્તિનો હોવાનું પ્રાથમિક તારણ છે.
બાઈક ચપ્પલ મળી આવ્યા
હાલ પોલીસ અને વન વિભાગની ટીમે સીમ વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. આ કયા સિંહે હુમલો કર્યો છે. તેને પકડવા ટીમો કામે લાગી છે. વન વિભાગની ટીમને સઘન તપાસ હાથ ધરતાં માત્ર મૃતકના બાઈક અને ચપ્પલ સીમ વિસ્તારમાંથી મળી આવ્યા છે. બાઈક પાસે સિંહના પગના નિશાન પણ જોવા મળ્યા છે, જેનાથી આ ઘટના સિંહના હુમલાની હોવાનું તારણ છે. જેથી વન વિભાગ અને પોલીસ ટીમે વધુ તપાસ હાથ ધરી છે.
લોકો પોતાના ખેતર જતા પણ ડરે છે
ઉલ્લેખનીય છે કે અમરેલી પંથકમાં હિંસક પશુ હુમલાઓની ઘટનામાં સતત વધારો થયો છે. જેથી સ્થાનિક તંત્રની ઉઘ ઉડી છે. સાથે સાથે ગામના લોકો પણ ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે. લોકો પોતાન ખેતરમાં જતાં પણ ડરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Panchmal: યુવતીને ભગાડી જનાર યુવકનું ઘર પેટ્રોલ છાંટી સળગાવ્યું, 1 મહિલાને ધારિયુંના ઘા
આ પણ વાંચોઃ Vadodara: ટામેટા આપવાના બહાને ઘરમાં ઘૂસ્યો, મહિલાને પાછળથી પકડતાં બૂમાબૂમ, આરોપી ફરાર
આ પણ વાંચોઃ Delhi: 16 વર્ષ ભેગા રહ્યા પછી મહિલાએ કર્યો પુરુષ પર બળાત્કારનો કેસ, કોર્ટે શું આપ્યો ચૂકાદો?
આ પણ વાંચોઃ Rajkot: ભાજપ મહિલા કોર્પોરેટરને પગે ગોળી વાગી, રિવોલ્વર લોક હતી તો ઘટના કેવી રીતે બની?