
China funerals: આપણે ત્યાં જૂના જમાનામાં એક રીવાજ પ્રચલિત હતો, જીવતાં જગતિયું. એટલે કે કોઈ માણસ પોતે જીવતો હોય ત્યારે જ પોતાની ઉપસ્થિતિમાં જ મરણોપરાંત ક્રિયાઓ કરાવે. એટલે કે બારમા-તેરમાની વિધિ, શ્રાદ્ધ વગેરે કરાવે. એવી જ રીતે ચીનના એક યુવાને 70 વર્ષની જીવિત માતાને કૉફીનમાં બેસાડીને દુકાનથી ઘરે લઈ ગયો હતો. માતાનું આયુષ્ય વધે અને સ્વસ્થ રહે એવું વિચારીને યુવાને આ રીતે માતાને કૉફીનમાં ફેરવી હતી. કૉફીન ઊંચકવા માટે એ યુવાને 16 માણસ પણ રાખ્યા હતા અને બૅન્ડવાજા સાથે માતાને કૉફીનની દુકાનેથી ઘરે લઈ ગયો હતો. ચીનમાં માતાપિતા પ્રત્યેની ભક્તિ (ફિલિયલ પાયટી)નો આ અદ્ઘભુત કિસ્સો બહુ ચર્ચામાં રહ્યો હતો.
હુનાન પ્રાંતના ચાંગદેના તાઓયુઆન કાઉન્ટીમાં શુઆંગ્ઝિકૌ ટાઉન આવેલું છે. ત્યાં માણસે પોતાની વૃદ્ધ માતાની શુભકામના અને લાંબી ઉંમર માટે આ કર્શયું હતું. જોકે એ માણસ કોણ છે એ કોઈને ખબર નથી પણ એના વાઇરલ થયેલી વીડિયોને કારણે એ યુવાન અને એની માતૃભક્તિ ઘણી ચર્ચામાં આવી છે. 70થી વધુ વર્ષની વૃદ્ધ મહિલા ખુશખુશ થઈને કૉફીનમાં બેઠી હતી. તેના હાથમાં પરંપરાગત ચીની પંખો હતો અને આગળ 8 આગળ અને પાછળ 8, એમ 16 માણસો તેને ઉંચકીને લઈ જતા હતા. તેમની પાછળ, એક બ્રાસ બેન્ડ વાગતું હતું અને સાથેસાથે જંગી ભીડ એ કૉફીનની પાછળ ચાલતી હતી.
કૉફીનમાં માતા ઘરે પહોંચી એ પછી ત્યાંની પરંપરા પ્રમાણે માતાને ધૂપ અને નૈવેદ્ય ધરાવવા સહિતના રિવાજો કરવામાં આવ્યા હતા. આ ઉત્સવમાં ભાગ લેનારા સ્થાનિક યુવાન ટેંગે ગુઇઝહૌ ત્યાંના રેડિયો ટીવી સ્ટેશનને જણાવ્યું હતું કે તેમણે આવા સમારોહ ત્રણ વાર જોયા છે. ટેંગે કહ્યું કે ‘મુખ્ય વિચાર ફિલિયલ પાયટી એટલે કે માતા-પિતા પ્રત્યેની ભક્તિ દર્શાવવાનો છે. આ એક ગ્રામીણ પરંપરા છે. વૃદ્ધ લોકો સામાન્ય રીતે આથી ખુશ થાય છે, પરંતુ આજકાલ આવું ખૂબ સામાન્ય નથી.’
ચાઇનીઝ સંસ્કૃતિમાં,કૉફીનને શુભ માનવામાં આવે છે. કારણ કે ચાઇનીઝ શબ્દ “ગુઆનકાઇ” (coffin) એ “ઑફિશિયલ વેલ્થ” (સત્તા અને સંપત્તિ) જેવું લાગે છે. જીવતા વૃદ્ધ લોકોને કૉફીનનો અનુભવ કરાવવાથી આશીર્વાદ, લાંબી ઉંમર અને શાંતિ મળે છે એવું માનવામાં આવે છે.
“આ ફક્ત આનંદ લાવવા માટે છે. વૃદ્ધ માતા માટે શબપેટી ખરીદવી એ તેમને લાંબું અને આશીર્વાદિત જીવન જીવે તેવી એક પ્રતીકાત્મક ગેસ્ચર છે. કૉફીન ઉંચકનારાઓ, બેન્ડ વાદકો અને મહેમાનો માટે મોટા ભોજન સહિત, આ સમારોહનો કુલ ખર્ચ લગભગ 20,000 યુઆન એટલે કે 2,800 યુએસ ડૉલર જેટલો ખર્ચ થાય છે.”
ઘણા ગ્રામીણ વિસ્તારોમાં લોકો 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના થાય છે ત્યારે તેઓ અગાઉથી કૉફીન તૈયાર કરે છે અને ઘરે રાખે છે. જીવતા લોકો માટેના અંતિમ સંસ્કારોને ઘણી વખત ઉત્સવ તરીકે ગણવામાં આવે છે, જે મૃત્યુ પ્રત્યેની શાંત અને સ્વીકારાત્મક વૃત્તિને દર્શાવે છે.
કૉફીન ઉંચકવી એ પણ પરંપરાગત ચાઇનીઝ અંતિમ સંસ્કારોનો એક ગહન અને મહત્ત્વપૂર્ણ ભાગ છે. જોકે કૉફીન ઉંચકનારાઓની સંખ્યા વિશે કડક નિયમો નથી પરંતુ લોકપ્રથા મુજબ, કૉફીન સામાન્ય રીતે 8 અથવા 16 લોકો ઉંચકે છે. તેમને “એટ ઇમ્મોર્ટલ્સ” અથવા “એટ ગ્રેટ વજ્રાસ” કહેવામાં આવે છે. આ જૂથનો એક અલિખિત નિયમ એ છે કે શબપેટી જમીન પર નહીં લાગે, તેથી ઘણા લોકો મદદ કરવા માટે ત્યાં હાજર રહે છે, જેથી પ્રયાણ સરળ રીતે પૂરું થાય.
આ પણ વાંચોઃ
Rath Yatra Eggs Thrown: કેનેડામાં નીકળેલી રથયાત્રામાં ઈંડા ફેકાયા, જગન્નાથ ભક્તોને નિશાન બનાવાયા
Sabarkantha: ભાવફેર અને સરકારના હસ્તક્ષેપ મુદ્દે દૂધ ઉત્પાદકોનો આક્રોશ, પોલીસકર્મીઓને માથામાં ઈજાઓ
સાબરકાંઠા-મહેસાણાની સીમા પર સાબરમતી નદી પરનો બ્રિજ ખખડધજ, વાહનચાલકો હેરાન પરેશાન બન્યા | sabarkantha
Omar Abdullah: મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ દીવાલ કૂદી ફાતિહા વાંચી, નજરકેદ રાખવાના આરોપ
Sabarkantha: પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ટોળાને વિખરેવા ટીયરગેસના શેલ છોડ્યા, કર્યો લાઠીચાર્જ
Botad: ભયંકર દુર્ઘટના, BAPS હરિભક્તોની કાર તણાઈ, 2નાં મોત, 1 લાપતા, 4 બચ્યા
Nadiad: છાનીમાની ફોન બંધ કરી દે, લાતાતીસ, દિવ્યાંગ વિદ્યાર્થી પર કંડક્ટરની શરમજનક દાદાગીરી










