અજબ ગજબ : જાપાનની એક હોટેલ જ્યાં છે ઢીંગલાને સુવાડવા ટચુકડો બેડ આપવાની પ્રથા

અજબ ગજબ :  આપણે ત્યાં પાળેલાં પશુઓને લઈ જવું હોય તો પહેલાં ‘પેટ ફ્રેન્ડલી’ જગ્યાઓ શોધવા નીકળવું પડતું હોય છે પણ જાપાનમાં એક હોટેલમાં ઢીંગલા-ઢીંગલીને સુવાડવા માટે પથારી અને પહેરાવવા માટે કપડાંની સુવિધા પૂરી પાડે છે.

જાપાનની હોટેલમાં ઢીંગલાને સુવાડવા અપાય છે ટચુકડો બેડ 

જાપાનમાં ગયા વર્ષથી ઢીંગલા-ઢીંગલી રાખવાનું ચલણ વધ્યું છે. મહિલાઓ લબુબુ નામે ઓળખાતાં આવાં ઢીંગલાં પર્સમાં ટાંગે છે તો કેટલાક બહાર ફરવા નીકળે ત્યારે સાથે લઈ જાય છે. લોકોમાં લબુબુ રાખવાનો ક્રેઝ જોઈને ત્યાંની હોટેલ ‘ટોકિયો ઇન’એ એક યુક્તિ શોધી કાઢી છે. આ હોટેલમાં જનારા લોકોને એમનાં ઢીંગલા-ઢીંગલી માટે ટચુકડી પથારી અને નાનાંનાનાં કપડાં આપવામાં આવે છે. હોટેલમાં આવનારા લોકોએ વધારાના માત્ર 175 રૂપિયા આપવાના હોય છે. તેની સામે હોટેલ દ્વારા મુલાકાતીને નાનકડો બેડ અને ઢીંગલા-ઢીંગલી માટે કપડાં આપવામાં આવે છે. મુલાકાતીઓને હોટેલની આ સુવિધા એટલી ગમી ગઈ કે જોતજોતાંમાં હોટેલ આખા શહેરમાં પ્રખ્યાત થઈ ગઈ.

લોકોનો હૂફાળો પ્રતિસાદ મળ્યો

હોટેલની આ સુવિધા જેન-ઝી લોકોને બહુ જ ગમશે એવી હોટેલ સ્ટાફને આશા હતી અને એ આશા ફળી પણ ખરી. કારણ કે આ સુવિધા માટે લોકોની પ્રતિક્રિયા અપેક્ષા કરતાં વધી સારી હતી. લોકોનો હૂફાળો પ્રતિસાદ મળ્યા પછી હવે સંચાલકો આ સુવિધા અન્ય સ્થળે રાખવાનું વિચારી રહ્યા છે. હોટેલે ઢીંગલા-ઢીંગલી માટે આ સુવિધા શરૂ કરી છે, એ રસપ્રદ તો છે પણ લોકોમાં લબુબુ રાખવાનું ચલણ ક્યાંથી અને કેવી રીતે વધ્યું એ પણ જાણવા જેવું છે. ગયા વર્ષે અચાનક જ જાપાનના લોકોમાં ઢીંગલા-ઢીંગલી ભેગા કરવાનું ચલણ વધ્યું હતું. મોટા ભાગના લોકો પોતાનાં રમકડાં સાથે લાગણીથી જોડાયેલા હોય તેવું અનુભવતા હતા તો કેટલાક લોકો ઢીંગલા-ઢીંગલી સાથે પોતાના બાળપણની યાદો પણ જોડેલી રાખતા હોય છે. કેટલાક વળી મુસાફરીમાં સંગાથ તરીકે પણ લબુબુને લઈ જતા હોય છે.

અજબ ગજબ
અજબ ગજબ

આ પણ વાંચો:  
 
 
 
 
 
 
 
  • Related Posts

    Ajab Gajab: કુદરતનો કેવો ખેલ?, બાળકી જન્મતાની સાથે જ વૃદ્ધ થઈ ગઈ!, સ્ટોરી જાણી ચોકી જશો!
    • November 11, 2025

    Ajab Gajab: શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ બાળક જન્મતાની સાથે જ વૃદ્ધ બની જાય છે?, આવી જ એક ચોંકાવનારી  સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેનાથી બધા…

    Continue reading
    Ring One: હવે ‘વીંટી’થી થઈ જશે ઓનલાઈન પેમેન્ટ, સ્માર્ટફોન, વોલેટ જૂના થયા!, જાણો કિંમત
    • October 16, 2025

    Ring One: આજકાલ બધું ઓનલાઇન થઈ ગયુ છે અને ખૂબ જ ઓછા લોકો કેશથી પેમેન્ટ કરતા હોય છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી UPI પેમેન્ટ માટે QR Code સ્કેન…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    • June 19, 2026
    • 4 views
    US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    • June 19, 2026
    • 5 views
    India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    • June 19, 2026
    • 10 views
    Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    • June 19, 2026
    • 9 views
    Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    • June 19, 2026
    • 12 views
    NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

    • June 19, 2026
    • 9 views
    India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!