મહાકુંભ રેલવેના અમદાવાદ વિભાગને ફળ્યો; એક મહિનામાં કરી ₹186 કરોડથી વધુની કમાણી

  • Gujarat
  • February 8, 2025
  • 0 Comments
  • મહાકુંભ રેલવેના અમદાવાદ વિભાગને ફળ્યો; એક મહિનામાં કરી ₹186 કરોડથી વધુની કમાણી

પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભના કારણે ભારતીય રેલવેને અઢળક કમાણી થઈ છે. તો ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં પ્રયાગરાજના કુંભમેળામાં ગંગા સ્નાન કરવા પહોંચ્યા હોવાથી જાન્યુઆરી મહિનામાં રેલવેના અમદાવાદ વિભાગને 186.45 કરોડ રૂપિયાની આવક થઈ છે. આમ જાન્યુઆરીમાં અમદાવાદ ડિવિઝને પ્રતિદિવસ સરેરાશ 6 કરોડ રૂપિયાથી વધુની આવક રળી હતી.

ઉનાળા કે દિવાળી વેકેશન કરતાં પણ મહાકુંભ દરમિયાન રેલવેને સૌથી વધુ આવક થઈ છે. અમદાવાદ ડિવિઝનની વાત કરવામાં આવે તો નવેમ્બરમાં આવક 167.62 કરોડ રૂપિયા, ડિસેમ્બરમાં 175.29 કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરીમાં વધીને 186.45 કરોડ રૂપિયા થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદ રેલવેને દર મહિને સરેરાશ 170 કરોડ રૂપિયાની આવક થતી હોય છે.

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે મહાકુંભને કારણે અનેક લોકોએ નવા નિયમ મજબ ડિસેમ્બરથી જ એડવાન્સ બુકિંગ કરાવી લીધું હતું. સામાન્ય ટ્રેન હાઉસફુલ થઈ જતાં અમદાવાદથી 20થી વધુ કુંભ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત થઈ હતી. આ પૈકાની મોટાભાગની સ્પેશિયલ ટ્રેનો જાહેરાતની સાથે જ હાઉસફુલ થઈ ગઈ છે.

આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં રેલવે દ્વારા અમદાવાદ સહિત ડિવિઝનના વિવિધ સેક્શનમાં વિશેષ ચેકિંગ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. જાન્યુઆરી મહિનામાં કુલ 24,753 લોકોને ઝડપી તેમની પાસેથી 1.78 કરોડ રૂપિયા દંડ પેટે વસૂલ કરવામાં આવ્યા હતા.

25 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી આરપીએફની મદદથી રેલવે અધિકારીઓના નેતૃત્વમાં વિશેષ ઝુંબેશ કરાઈ હતી. આ સમય દરમિયાન ટિકિટ વગર તેમજ અન્ય કોચમાં મુસાફરી કરતા 9126 લોકોને ઝડપી તેમની પાસેથી દંડ પેટે 64.25 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો- દિલ્હી ચૂંટણી પરિણામ: દિલ્હીમાં ભાજપનો ઘોડો દોડ્યો; આપ ધીમે પડી તો કોંગ્રેસે ખાતુંં ખોલાવા તરફ

Related Posts

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર
  • April 30, 2025

Ahmedabad Chandola, Lake Demolition:  અમદાવાદના ચંડોળા તળાવ નજીક છેલ્લા 40 વર્ષથી રહેલાં લોકોના ઘરો-ઝુંપડાં તોડવાનું ગઈકાલ(29 એપ્રિલ) સાવારથી શરુ કર્યું છે. આજે બીજા દિવસે પણ ડિમોલેશનનું કામ ચાલું છે. 1…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 8 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 14 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 18 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 20 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 25 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 34 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ