Maharashtra: કેન્દ્રીય મંત્રીની પુત્રીની છેડતી કરનાર 4 શખ્સો ઝડપાયા, હજુ 3 ફરાર

  • India
  • March 4, 2025
  • 0 Comments

Maharashtra Crime:   મહારાષ્ટ્રના જલગાંવમાં કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેની પુત્રી સાથે થયેલી છેડતી કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે હજુ પણ 3 આરોપીઓ ફરાર છે. તેમને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

જલગાંવના એસપી મહેશ્વર રેડ્ડીના જણાવ્યું કે છેડતી કેસમાં 2 માર્ચે મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં 7 લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. આમાંથી 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમના નામ અનિકેત ભોઈ, કિરણ માલી, અનુજ પાટિલ છે. આરોપી અનિકેતનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ છે. ચોથો આરોપી સગીર છે.

એસપીએ વધુમાં કહ્યું 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને 2 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બાકીના આરોપીઓની શક્ય તેટલી વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને ગુનેગારોને કડક સજા મળે તે માટે કાર્યવાહી હાથ ધરાશે.

આ પણ વાંચોઃ Anand video: મહિલા વચેટિયા સક્રિય: દાખલો કઢાવી આપવા માગ્યા આટલા રુપિયા?

આરોપીઓને ફાંસી આપવી જોઈએ: MLA આદિત્ય 

આ મામલે મીડિયા સાથે વાત કરતા શિવસેના (યુબીટી)ના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું કે કોઈપણ પાર્ટી કાર્યકર જે મહિલા પર અત્યાચાર કરે છે. તેની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવો જોઈએ અને તેને જાહેરમાં  ફાંસીના માચડે ચઢાવવા જોઈએ. આવા લોકોને સજા થવી જોઈએ, પછી ભલે તેઓ કોઈપણ પક્ષના હોય.

કેન્દ્રીય મંત્રીએ પોતે છેડતીના કેસ અંગે ફરિયાદ નોંધાવી 

ગત રવિવારે  છેડતીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો કે મહારાષ્ટ્રના જલગાંવના મુક્તાઈ નગર વિસ્તારમાં એક મેળામાં કેન્દ્રીય મંત્રીની પુત્રી બહેનપણીઓ સાથે ફરવા ગઈ હતી. ત્યારે 7 શખ્સોએ છેડતી કરી હતી. મંત્રી રક્ષા ખડસેએ પોતે મુક્તાઈ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રક્ષા ખડસેએ માંગ કરી છે કે પોલીસ છેડતી કરનારાઓની ધરપકડ કરે. અને કહ્યું કે જો આટલી બધી સુરક્ષા વચ્ચે લોકોને આ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે તો સામાન્ય છોકરીઓનું શું થશે.

એસડીપીઓ કૃષ્ણાત પિંગળેએ જણાવ્યું કે 28 ફેબ્રુઆરીએ કોઠાલી ગામમાં યાત્રા હતી. આ સફર દરમિયાન, અનિકેત ઘુઇ અને તેના 7 મિત્રોએ 3-4 છોકરીઓનો પીછો કરી છેડતી કરી હતી. અમે POCSO  અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

 

આ પણ વાંચોઃ UP વિધાનસભામાં કોણ થૂકી ગયું? અધ્યક્ષ મગનું નામ મરી પડવા તૈયાર નથી, શું નામ આપતાં ડરે છે? |UP Assembly Spit

આ પણ વાંચોઃ ‘કુંભમાં 33 કરોડ મહિલાઓ આવી પણ ગુનાની એકપણ ઘટના નહીં’, આખરે યોગી કહેવા શું માગે છે? |Mahakumbh

આ પણ વાંચોઃ હવે ગાંધીનગરમાં લેબ ટેક્નિશિયનોનું ઉપવાસ આંદોલન, જાણો કેમ ઉપવાસ પર ઉતર્યા? |Lab Technician Movement

 

Related Posts

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?
  • April 29, 2025

Pahalgam Attack: 22 એપ્રિલે થયેલા પહેલગામ આતંકવાદી હુમલાનો વીડિયો ગઈકાલે વાઈરલ થયો હતો. જેમાં એક ઝિપ લાઇન ઓપરેટર હુમલા દરમિયાન ધાર્મિક સૂત્રોચ્ચાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો સામે આવ્યા…

Continue reading
Cyber ​​Attack: રાજસ્થાનની સરકારી વેબસાઇટને પાકિસ્તાને હેક કર્યાના આરોપ, શું લખ્યું!
  • April 29, 2025

 Cyber ​​Attack: રાજસ્થાન શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરતાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાન સાયબર ફોર્સે તેના પર પોતાની પોસ્ટ કરી છે. શિક્ષણ વિભાગની વેબસાઇટ ખુલી રહી નથી. વેબસાઇટ પર કાશ્મીરમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કરમાં પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 2 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કરમાં પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

  • April 30, 2025
  • 7 views
નેશનલ ચેનલ 4PM બંધ કરી, બે મહિલાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ, મોદી સીધા સેનાને છૂટ આપી શકે?

Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

  • April 30, 2025
  • 11 views
Ahmedabad: ચંડોળામાં બીજા દિવસે ડિમોલેશન યથાવત, હાઈકોર્ટનો સ્ટે મૂકવા ઇનકાર

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 22 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 31 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 37 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ