
બનાસકાંઠાના વડગામના જલોત્રાથી ધાણધા માર્ગ ઉપર ધનપુરા નજીક 12 દિવસ અગાઉ રાત્રિના સમયે કારમાં સગળાવી દેવાયેલા વ્યકિતની લાશ મામલે મોટો ખુલાસો થયો છે. ત્યારે જાણવા મળ્યું હતુ કે 1.26 કરોડનો વીમા ક્લેમ પાસ કરવા સમગ્ર સડયંત્ર રચ્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ ઘટનના મુખ્ય આરોપીને લોકેશન ટ્રેસ કરીને એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધી કુલ 9 આરોપીની ધરપકડ કરાઈ છે.
વડગામના ધનપુરામાં કારમાં શ્રમિકને સળગાવી હત્યા કર્યાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. અમીરગઢ તાલુકાના વીરમપુરના રેવાભાઇ મોહનભાઇ ઠાકોરની હત્યા કરીને કારમાં લાશને સળગાવી દેવાઈ હતી. 1.26 લાખનો વિમા માટે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ રાજપૂતે રેવાભાઈની હત્યા કરી હતી. ઘટનાને લઈ પરિવારમાં માતમ છવાયો છે. હાલ મુખ્ય આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી 2025: દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, 5 ફેબ્રુઆરીએ મતદાન થશે
દલપતસિંહ ઉર્ફે ર્ફે ભગવાનસિંહ કારનો માલિક છે. તેણે કરોડોનું દેવુ ચૂકવવા માટે આ સમગ્ર સડયંત્ર રચ્યું છે. 1.26 લાખનો વિમો પકવવા વ્યક્તિનો જીવ લીધો છે. તેણે કારમાં એક મૃતક વ્યક્તિની લાશને મૂકીને કાર બાળી નાખી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. અગાઉ એવી માહિતી મળી હતી કે, દલપતસિંહ પરમાર અને તેના સાગરિતોએ અમીરગઢના કોઈ અજાણ્યા વ્યક્તિનું અપહરણ કરીને તેને કારમાં બેસાડ્યો હતો. જે બાદ તે કારને સળગાવી દેવામાં આવી હતી. સાથે એવું પણ જાણવા મળ્યું હતુ કે સ્મશાનમાંથી લાશ લાવી સળગાવી છે. જો કે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.
ક્રાઇમ પેટ્રોલ,CID સિરિયલ જોઈ આપ્યો અંજામ?
મુખ્ય આરોપીએ ધનપુરા નજીક વિરમપુરના રેવાભાઇ મોહનભાઇ ઠાકોરનું હોટલમાંથી અપહરણ કર્યું હતુ. ત્યાર બાદ તેનો ચહેરો બાળી દેવામાં આવ્યો હતો. અને કારમાં લાવી રોડ પર જ દિવાસળી ચાંપી દેતાં રેવાભાઈ કાર સાથે સળગી ગયા હતા. સમગ્ર ઘટનાને અંજામ આપ્યા બાદ ભગવાનસિંહ ફરાર થઈ ગયો હતો. આરોપીએ ક્રાઇમ પેટ્રોલ અને CID જેવી સિરિયલ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે સ્મશાનમાંથી 2 લાશો કાઢી હતી. જો કે લાશ કંકાલ થઈ ગઈ હોવાથી આરોપીના કામમાં આવી ન હતી. જેથી તેમણે હોટલમાં ચા બનાવવાનું કામ કરતાં વ્યક્તિનો ભોગ લીધો.
1 કરોડનું દેવું ચૂકવવા માટે આ સડયંત્ર રચ્યું છે.
આરોપીની પૂછપરછ બહાર આવ્યું છે કે અલગ અલગ જગ્યાથી 2 મૃતદેહ કાઢ્યા હતા. જેમાં રેવાભાઈ મોહન ભાઈ ઠાકોરની હત્યા કરી નાખવામાં આવી હતી. લાશની ઓળખ ન થાય તે માટે પહેલા ગેસથી રેવાભાઈના ચહેરાને બાળી દેવામાં આવ્યો હતો. બાદમાં તેને સળગાવી દેવાયા હોવાનો ખુલાસો થયો હતો. FSL દ્વારા એવિડન્સ મેળવી મુખ્ય આરોપી સહિત મદદ કરનાર મળી કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે ઘટના અંગે શું કહ્યું?







