
Mallikarjun Kharge on RSS:એક તરફ સરદાર પટેલની જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે અને ગુજરાતના કેવડીયામાં PM મોદીની હાજરીમાં ભવ્ય ઉજવણી કરાઈ રહી છે તેવા સમયે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સરદાર પટેલે જે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તે ફરીથી મૂકી દેવો જોઈએ.તેમણે કહ્યું હતું કે, “મારો અંગત અભિપ્રાય એ છે કે RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ.” સરદાર પટેલનો ઉલ્લેખ કરતા તેમણે આ વાત કહી હતી.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર ફરીથી પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે આ સંગઠને દેશમાં કાયદો અને વ્યવસ્થાને લગતી ઘણી બધી ગરબડો કરી પથારી ફેરવી નાખી છે.સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવના નિવેદન સંબંધિત પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, “મારો વ્યક્તિગત અભિપ્રાય એ છે કે RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ.” કોંગ્રેસ અધ્યક્ષે એવો પણ દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂઠાણાને સત્યમાં ફેરવવામાં નિષ્ણાત છે.
ખડગેએ ૧૯૪૮માં સરદાર પટેલ દ્વારા જારી કરાયેલા પત્રનો ઉલ્લેખ કરીને આરએસએસ પર નિશાન સાધ્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું, “આ મારા અંગત વિચારો છે, અને હું ખુલ્લેઆમ કહું છું કે આરએસએસ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
જો વડા પ્રધાન વલ્લભભાઈ પટેલના વિચારોનું સન્માન કરતા હોય, તો તે થવું જોઈએ.
દેશમાં કાયદો અને વ્યવસ્થામાં આવતી બધી સમસ્યાઓની દેન ભાજપ અને આરએસએસની છે.”
ખડગેએ સરદાર પટેલના પત્રમાં શું લખ્યું હતું તે પણ કહ્યું જે આ મુજબ છે
ખડગેએ કહ્યું કે સરદાર પટેલે ૪ ફેબ્રુઆરી, ૧૯૪૮ ના રોજ શ્યામા પ્રસાદ મુખર્જીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે આરએસએસના સભ્યોએ મહાત્મા ગાંધીના મૃત્યુ પર આનંદ વ્યક્ત કર્યો હતો અને મીઠાઈઓ વહેંચી હતી, જેનાથી વિરોધ પ્રદર્શન વધુ ભડક્યા હતા. આ સંજોગોમાં, સરકાર પાસે સંઘ સામે કાર્યવાહી કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.સરદાર પટેલે શ્યામા પ્રસાદ મુખર્જીને આ પત્ર લખ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે અહેવાલો દર્શાવે છે કે આરએસએસ અને હિન્દુ મહાસભાના રાજકારણ દ્વારા દેશમાં બનાવેલા વાતાવરણને કારણે ગાંધીજીની હત્યા થઈ હતી ત્યારબાદ પટેલે આરએસએસ પર પ્રતિબંધ મૂક્યો હતો.
મલ્લિકાર્જુન ખડગેએ RSS અને BJP પર આકરા પ્રહારો કર્યા, અને દાવો કર્યો કે દેશમાં મોટાભાગની કાયદો અને વ્યવસ્થામાં થઈ રહેલી ગરબડ અને સમસ્યાઓ માટે RSS અને BJP જવાબદાર છે.તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતના ધર્મનિરપેક્ષ અને લોકશાહી પાત્રને બચાવવા માટે RSS પર પ્રતિબંધ મૂક્યો હતો.
જો BJP દરેક બાબત માટે કોંગ્રેસને દોષી ઠેરવે છે, તો તેમણે પોતાના કાર્યો પર પણ નજર નાખવી જોઈએ.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!







