
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા. તેમના પાર્થિવ દેહના દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાયા. ત્રણેય પાંખની સેનાઓએ તેમને અંતિમ સલામી આપી હતી. શીખ રિતીરિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ઓમ બિરલા, વડાપ્રધાને મનમોહનસિંહને શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી. મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ઘણા વિદેશી નેતાઓ પણ દિલ્હી પહોંચ્યા હતા. ભૂટાનના રાજા અને મોરેશિયસના વિદેશ મંત્રીએ દિવંગત પૂર્વ PMને શ્રધ્ધાજંલી અર્પિત કરી. ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક નિગમબોધ ઘાટ પહોંચ્યા અને ડૉ. મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી.
જુઓ વિડિયો