શું આવું બોલીને મંત્રી મનસુખ માંડવિયાએ PM Modiના “મનનું સુખ” બગાડ્યું!!?

  • મોદી સરકારના 10 વર્ષ પછીય તંત્રને કહેવું પડે કે ઢીલી કામગીરી નહીં ચાલે!!
  • જૂનાગઢના મેંદરડા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં મનસુખ માંડવીયાની અધિકારીઓને સૂચના

Junagadh । પ્રધાનમંત્રી મોદી પોતાના લાંબા હાથથી પોતાની પીઢ થપથપાવીને તંત્રને સીધું દોર કરી નાંખ્યું હોવાના બણગાં ફૂકતાં હોય છે. પણ, બાબુશાહીમાં લવલેશ સુધારો થયો નથી એ વાસ્તવિકતા છે. જોકે, ભાજપા સરકાર હંમેશા સીધી રીતે પોતાની નિષ્ફળતાનો સ્વિકાર કરતું નથી. અથવા તો નિષ્ફળતાનો સ્વિકાર કરવાની નૈતિકતા ભાજપીઓમાં છે જ નહીં. આખું વર્ષ મોદીનાં મનની વાતો સાંભળનારા નેતાઓ ભુલથી પોતાના મનની વાત કરી નાંખે છે એવું જ આજે કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાથી કદાચ થઈ ગયું હોય એવું લાગે છે.

જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતે આયોજિત તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જાહેર મંચ પરથી અધિકારીઓને કડક સૂચના આપી હતી કે, મજૂર માણસનો એક કાગળ 15 દિવસે અધિકારી સુધી પહોંચે છે, તંત્રની આટલી ઢીલી કામગીરી આ શાસનમાં નહીં ચાલે.

માંડવિયાએ કહ્યું હતું કે, મેં વહીવટી તંત્રને સૂચના આપી છે, જે બાબતે મેં કલેક્ટર સાથે વાત કરી છે. જન પ્રતિનિધિઓને હળવાશથી ના લેશો, જન પ્રતિનિધિ લોકશાહીની અંદર જનતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને વાચા આપનાર માધ્યમ છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારની અપેક્ષા છે, જન પ્રતિનિધિઓ જનતા વચ્ચે ઝુકે. વહીવટી તંત્ર ટાઈટ ચાલે એ આ શાસનની અંદર સંભવ નથી અને હું છું ત્યાં સુધી તો નથી જ, ત્યારે સંવેદનાથી કામ થાય એવી મારી અપેક્ષા છે.

કેન્દ્રિય મંત્રીની સમગ્ર વાત એક રીતે તો ઈશારો છે કે, મોદી સરકાર 10 વર્ષેય તંત્ર પર પૂરી પક્કડ બનાવી શકી નથી. માંડવીયાના શબ્દોમાં એકરીતે તો એકરાર છે કે, મોદીની ડબલ એન્જિન સરકાર વહીવટી તંત્રને સીધો દોર કરી શકી નથી. બાકી, જો બધું મોદી સાહેબના કહેવા પ્રમાણે ચુસ્ત દુરુસ્ત હોય તો આજે માંડવીયાને આવી વાતો કરવાની કોઈ જરૂર રહેત જ નહીં.

માંડવીયા અગાઉ પણ ઘણાં ભાજપી નેતાઓ વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા શહેરોના ભાજપી કાઉન્સિલરો બળાપો કાઢી ચૂક્યાં છે કે વહીવટી તંત્ર તેમને ગાંઠતું નથી. જો બહુમતથી ચૂટાયેલા કાઉન્સિલરને વહીવટી તંત્ર ગાંઠતું ના હોય તો હોંશે હોંશે કમળનું બટન દબાવનારાઓને તો તંત્ર કેટલો ભાવ આપતું હશે?

એકંદરે, ભાજપ સરકાર ગાજરની પૂપુડી વગાડીને કાર્ય સંપન્ન કર્યું હોવાનો ડંકો પીટ્યા કરે છે. બાકી, સત્તા ભૂખ્યાં રાજકારણીઓને બની બેઠેલાં જન પ્રતિનિધિઓને જનતાની સ્હેજેય પડી ના હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે.

Related Posts

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો
  • February 1, 2026

Civil hospital: ઉત્તર ગુજરાતમાં એક યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ યુવકને હડકવાના કોઈ લક્ષણ નહિ જણાતા યુવક એકદમ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું.…

Continue reading
SIR: ગુજરાતમાં લાખ્ખો મતદાતાઓના નામ કમી કરાવવામાં કોણ છે મુખ્ય સૂત્રધાર ? ગુનેગારો સામે ફોજદારી પગલાં કેમ ન ભરાયા? વાંચો
  • January 30, 2026

SIR: ગુજરાતમાં ચોક્કસ મતદારોનાજ નામ કમી કરવા 9.88 લાખ ફોર્મ-7 કેમ-કોણે અને કેવી રીતે ભરાયા ? ચૂંટણી પંચ ખુલાસો કેમ કરતું નથી?ગંભીર ગૂનો આચરવામાં આવ્યો હોવાછતાં ફોજદારી કાર્યવાહી કેમ થતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

  • February 1, 2026
  • 3 views
World Cup 2026: T20 વર્લ્ડ કપ-2026 માં ભારત સામેની મેચનો પાકિસ્તાને કર્યો બહિષ્કાર

Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

  • February 1, 2026
  • 10 views
Civil hospital: કૂતરાની જેમ ચાર પગે ચાલીને ભસતા યુવકને હડકવાના લક્ષણો દેખાયા બાદ નોર્મલ થઈ જતા તબીબો ગોથે ચડ્યા! વાંચો

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

  • February 1, 2026
  • 9 views
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી   એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

  • February 1, 2026
  • 8 views
Union Budget 2026: મેડિકલ ટુરિઝમથી લઈ સુધારેલા ITR સુધીના બજેટ 2026ના લેખાજોખા

Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

  • February 1, 2026
  • 7 views
Donald Trump: ભારત હવેથી વેનેઝુએલાથી તેલ આયાત કરશે; ટ્રમ્પે જાહેરાત કરતા કહ્યું,” સોદો થઈ ગયો છે!”ભારત કહે ‘અમને ખબર નથી!’

BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?

  • February 1, 2026
  • 13 views
BJP: નરેન્દ્ર મોદીએ પોતાના ‘ગુરુ’ને PM બનાવવાના સપના બતાવ્યા પણ આખરે શિષ્યજ PM બની ગયા! જાણો, આવું કેમ થયું?