
Mehmadabad children drowned: ખેડા જીલ્લામાં દુઃખદ ઘટના ઘટી છે. વેકેશન માણવા અમદાવાદથી મહેમદાવાદના કનીજ ગામે મામાના ઘરે રહેવા ગયેલા ફોઈ સહિત મામાના 6 સંતાનો નદીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા છે. 6 સંતાનોના મોત થઈ જતાં પરિવારમાં ભારે આક્રંદ છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે ભૂમાફિયાઓએ મેશ્વો નદીમાં 28થી 30 ફૂટ ઊંડા ખાડા કરી દેતાં અમારા સંતાનોઓએ જીવ ગુમાવ્યો છે. મહેમદાબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સહિત ધારાસભ્ય પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.
મળતી માહિતી અનુસાર ગઈકાલે 30 અપ્રિલેની સાંજે આ કરુણ ઘટના ઘટી હતી. મહેમદાવાદના કનજી ગામ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં મામા- ફોઈના સંતાનો મળી કુલ 6 લોકો ડૂબી ગયા હતા. કનીજ અને અમદાવાદના મામા-ફોઈનાં સંતાનો નદીમાં ન્હાવા પડ્યા હતા, પરંતુ નદીના ઊંડા પાણીમાં ડૂબી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ મહેમદાબાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં મહેમદાવાદના ધારાસભ્ય અર્જૂનસિંહ, મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગની ટીમોએ મૃતદેહને બહાર કાઢ્યા હતા.
મૃતક સંતાનોના નામ
ભૂમિકાબેન ભૂપેન્દ્રભાઇ જાદવ (ઉ.વ.14) (રહે. કનિજ)
દિવ્યાબેન રામજીભાઇ સોલંકી (ઉ.વ.22)(રહે.કનિજ)
ફાલ્ગુનીબેન સોલંકી (ઉ.વ.21)(રહે. નરોડા)
ધ્રુવ પંકજભાઇ સોલંકી (ભાણિયો) (ઉ.વ.15) (રહે.નરોડા)
જીનલ પંકજભાઇ સોલંકી (ભાણી) (ઉ.વ.24) (રહે.નરોડા)
મયુર સોલંકી (ઉ.વ.19)(રહે.નરોડા)
આ પણ વાંચોઃ
Israel fire: ઈઝરાયલમાં લાગી ભયંકર આગ, લોકો વાહનો છોડી ભાગ્યા, શું છે સ્થિતિ?
Hajj Yatra: હજ યાત્રી આ ભૂલ કરશે તો સાઉદી અરેબિયા 4.5 લાખનો દંડ ફટકારશે!
Surat: 11 વર્ષિય વિદ્યાર્થીને લઈને ભાગેલી શિક્ષિકા શામળાજી પાસેથી ઝડપાઈ
Bangladesh: દેશદ્રોહના કેસમાં જેલમાં બંધ હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસને મળ્યા જામીન
જર, જમીન ને જોરુ, કજિયાનાં છોરું: ગોંડલમાં આ છે ઝઘડાના મૂળ?, જુઓ વીડિયો