‘ભાજપા કાર્યકરોએ શંકરસિંહ વાઘેલાના પોસ્ટરોને કાળા કર્યા’ | ShankarSingh Vaghela

ShankarSingh Vaghela Posters Black: મહેસાણાની કડી વિધાનસભા બેઠક પર 2025ની પેટાચૂંટણી માટે 19 જૂન, 2025ના રોજ મતદાન યોજાવાનું છે. ત્યારે આ ચૂંટણી જીતવા રાજકીયપક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કડીમાં ભાજપા, AAP, કોંગ્રેસ અને શંકસિંહ વાઘેલાની નવી પાર્ટી પ્રજા શક્તિ ડેમોક્રેટિકએ ઉમેદવારો ઉતાર્યા છે. જેથી કડીની પેટા વિધાનસભાની ચૂંટણી રસાકસીવાળી રહેવાની છે.

આ વચ્ચે આક્ષેપ થયા છે કે શંકસિંહ વઘેલાની પાર્ટીના પ્રચાર કરતાં પોસ્ટરો પર ભાજપાએ કાળા કરવામાં આવ્યા છે. શંકરસિંહ વાઘેલાના ફોટાને પણ કાળો કરાયો હોવાના આક્ષેપ થયા છે.

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે અમારા રાજપુર ગામના વિસ્તારમાં ‘પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નીડર બનો- લીડર બનો’ લખાણ તેમજ શંકરસિંહ વાઘેલાના ફોટા સાથેના પોસ્ટર ઉપર કાળા કૂચડા મારવામાં આવ્યા છે. કેટલાક પોસ્ટર કાળા કરી નાખ્યા છે.આમાં અમને ભાજપાના કાર્યકર્તાઓ ઉપર વહેમ છે. પાર્ટીના કાર્યકરોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ભાજપાના ખેસ ધારણ કરીને આવેલા લોકોએ શંકરસિંહની પાઘડી ઉપર કાળો કૂચડા માર્યા. જ્યારે તેમને પૂછ્યું તો કહ્યું હતુ કે અમને ઉપરથી જે કહેવામાં આવ્યુંછે, તેમ કહી ભાગી ગયા હતા.

કોઈપણ ભોગે ચૂંટણી જીતવી એ ભાજપા કાર્યશૈલી

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાની પ્રેસ નોટમાં લખ્યું છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દશકથી સત્તા ભોગવી રહેલી ભાજપા વેરાજ્ય અને તેના મતદારોને પોતાની જાગીર સમજી બેઠી છે. લોકલાગણીને ઠોકરો મારવી, સમાજ અને સમાજના અગ્રણીઓને અપમાનિત કરવાં,પોલીસ તંત્રનો દુરુપયોગ કરી સરકાર સામે માથું ઉંચકનાર પર રાજકીય આતંક ફેલાવવો વિરોધીઓને ડરાવવા- ધમકાવવા, કોઈપણ ભોગે ચૂંટણી જીતવી એ ભારતીય જનતા પક્ષની કાર્યશૈલી બની ગઈ છે. કામના નામે મત માંગવામાં શરમાતો ભાજપા વિરોધને સહન કરી શકતો નથી.

ભાજપા છેલ્લા વર્ષોમાં 60 કરતા વધારે કોંગ્રેસના ધારાસભ્યોને પોતાના પક્ષમાં લઈ ગયા છે. હજી પણ કોંગ્રેસ અને આપના ધારાસભ્યો ભાજપા સરકારની ગુડબુકમાં છે એટલે ગુજરાતમાં ભાજપાથી વિરોધ પક્ષ સન થઈ શકતો નથી.

રાજકીય પક્ષોના ઉમેદવારો

ભારતીય જનતા પાર્ટી (BJP)
ઉમેદવાર: રાજેન્દ્રભાઈ ચાવડા.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC)
ઉમેદવાર: રામજીભાઈ ઠાકોર (વિરમગામના પૂર્વ ધારાસભ્ય).

આમ આદમી પાર્ટી (AAP)
ઉમેદવાર: જગદીશ ચાવડા (ગુજરાત અનુસૂચિત જાતિ વિંગના પ્રમુખ).

પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી

ઉમેદવાર: ડૉ. ગીરીશભાઈ કાપડિયા (MBBS, ગાયનેકોલોજિસ્ટ, જાસલપુર).

 

આ પણ વાંચો:

Rajkot: શંકરસિંહ વાઘેલાનું દારૂ અંગે નિવેદન: ઘણી જગ્યાએ બહેનો દારૂ પીવે છે, દારૂબંધી જ ખોટી!

શંકરસિંહ વાઘેલાની નવી પાર્ટીની જાહેરાત બાદ ખળભળાટ, ભાજપ-કોંગ્રેસ પર શું લગાવ્યો આરોપ: EXCLUSIVE INTERVIEW

Amar Kishore Kashyap: મોડે મોડે ભાજપા નેતાનું પદ ગયુ, મહિલાને ટેકો આપવો ભારે પડ્યો

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

Donald Trump Vs Elon Musk: એલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે સીઝફાયર!, શબ્દયુદ્ધ રોકાયું, મસ્ક ઢીલા પડ્યા

પૂર્વ CM ના ભાઈ લક્ષ્મણસિંહને કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા | Laxman Singh

  11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભગાની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Sabarkantha Accident: પ્રાંતિજ હાઈવે પર ઇકો કારનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત, એક્ટિવા અને બાઈકના ભુક્કા

Austria School Firing: ઑસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, સુરક્ષકર્મીઓ દોડતા થયા!

Visavadar: પેરિસ જેવા રોડ, રામરાજ્યનું વચન… કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?

Gujarat: કાયદો બન્યાને 25 વર્ષ થયા પણ દેશના માલિક હજી જમીનના માલિક ન બન્યા…

Rajasthan: નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડવું મોંઘુ પડ્યુ, અકાળે 8 લોકોના જીવ ગયા

દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ

Related Posts

Loss to farmers: ખેડૂતોને લૂંટવા નીકળી પડ્યા વચેટિયા! 3 રૂપિયે કિલો બટેટા ખરીદી ₹22માં કિલો વેચી રહયા છે!! આ ઉઘાડી લૂંટ માટે કોઈ કાયદો બનશે ખરો?
  • March 17, 2026

■ગુજરાતમાં બટાકાના ભાવ 60 ટકા ઘટી જતા રૂ.6500 કરોડનું ખેડૂતોને નુકસાન ■વધારે વાવેતર અને ખાડી યુદ્ધને લીધે નિકાસ અટકતા વચેટિયાઓને જલસો પડી ગયો છે. (દિલીપ પટેલ દ્વારા) અમદાવાદ, 17 માર્ચ…

Continue reading
ACB: ગુપ્તચર ખાતાના PI લાંચ લેતા ઝડપાયા! DYSP બને તે પહેલાંજ ‘ખેલ’ થઈ ગયો!! IBના અધિકારી ACBની જાળમાં ફસાયા!
  • March 15, 2026

ACB: સરકારી ખાતાઓમાં ઉંચા સરકારી પગાર અને પદ-પ્રતિષ્ઠા અને સગવડો મળતી હોવાછતાં કેટલાક એટલા બધા લોભિયા હોય છે કે પગારથી સંતોષ થતો નથી અને બે નંબરના પૈસા ક્યાંથી આવે તેમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”