
MLA Jignesh Mevani: નવસારીના ચીખલીમાં ગેરકાયદે ચાલતી ક્વોરીના વિરોધમાં આંદોલન દરમિયાન MLA જીગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીઓનો બરાબરનો ઉઘડો લીધો હતો. પોલીસે મહિલાઓ સાથે ગરવર્તન કરતા જીગ્નેશ મેવાણી બરાબરના રોષે ભરાયા હતા અને તેમણે આકરા શબ્દોમાં પોલીસ અધિકારીને ઝાટકી નાખ્યા હતા.
જીગ્નેશ મેવાણીએ પોલીસને બરાબરના ખખડાવ્યા
મળતી માહિતી મુજબ નવસારીના ચીખલીમાં ગેરકાયદે ચાલતી ક્વોરીના વિરોધમાં ગઈ કાલે MLA જીગ્નેશ મેવાણી અને MLA અનંત પટેલે રેલી કાઢવામાં આવી હતી તેઓ ગેરકાયદે ચાલતી ક્વોરી બંધ કરાવવા માટે ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જતા હતા આ દરમિયાન પોલીસે તેમને અટકાવ્યા હતા જ્યાં તેઓની ઉગ્ર બોલાચાલી થઈ હતી અને પોલીસે આ રેલીમાં આવેલ મહિલાઓ સાથે ગેરવર્તન કર્યુ હતું. જેથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ગુસ્સે થયા હતા અને તેમણે મહિલાઓસાથેના વર્તનને લઈને પોલીસનો પણ ઉધડો લીધો હતો.
પોલીસ અને અધિકારી સામે ઠાલવ્યો આક્રોશ
જીગ્નેશ મેવાણી પોલીસ અધિકારીનો ઉઘડો લેતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં જીગ્નેશ મેવાણી કહી રહ્યા છે કે, બધી ટણી અને હોશિયારી નાગરિકોની સામે જ નિકળે છે. નેતાઓ સામે અને બુટલેગર સામે પાવર કરો તો ખબર પડે માઈનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડશે. બવ SDM અને PI જોયા. આ બેનોને ધક્કા મારી છોડી નોન્સેન્સ કોણ હતો.
‘નેતાઓ અને બુટલેગર સામે પાવર કરો તો ખબર પડે’ જીગ્નેશ મેવાણીએ SDM અને PI ને બરાબરના ખખડાવ્યા #navsari #JigneshMevani #Gujarat #GujaratPolice #SDM #Congress #AnantPatel #chikhali #GujaratMLA #thegujaratreport pic.twitter.com/9O9ORsCPNv
— The Gujarat Report (@TGujarat_Report) July 15, 2025
પોલીસ અને અધિકારીની બોલતી બંધ
આમ જીગ્નેશ મેવાણીએ SDM અને PI ને બરાબરના ખખડાવ્યા હતા ત્યારે જીગ્નેશ મેવાણીનો આક્રોશ જોઈ પોલીસ અધિકારીની બોલતી બંધ થઈ ગઈ હતી. તેઓ એક શબ્દ પણ બોલી શક્યા ન હતા. આ વીડિયો વાયરલ થતા જીગ્નેશ મેવાણીની લોકો પ્રશંસા કરી રહ્યા છે તેમની હિંમતને દાદ આપી રહ્યા છે કારણ કે, અધિકારીઓ તેમના વિસ્તારમાં જે પણ ચાલે છે પોતાની રહેમ નજર હેઠળ ચાલવા દે છે અને જ્યારે કોઈ અવાજ ઉઠાવે તો તેનો અવાજ દબાવવાની કોશિશ કરે છે પરંતુ જીગ્નેશ મેવાણીએ આ અધિકારીઓનો બરાબરનો ઉધડો લીધો હતો.








