
Drugs are sold in Surat:રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે તે મુદ્દે થરાદમાં જીગ્નેશ મેવાણીએ પોલીસ ઉપર કરેલા આકરા પ્રહાર અને પોલીસના ‘પટ્ટા’ ઉતારી દેવાના નિવેદન અને મેવાણીના આ નિવેદન સામે પોલીસ પરિવારના દેખાવો,ગૃહમંત્રીનું નિવેદન બાદ હાલમાં દારૂ-ડ્રગ્સનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સુરતમાં
ભાજપ ધારાસભ્યએ પણ ડ્રગ્સના ખુલ્લેઆમ વેચાણ મામલે વિપક્ષના સૂરમાં સૂર પૂરાવ્યો હોવાની વાત ચર્ચામાં આવી છે.
એક તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સરકાર અને પોલીસ પર દારૂ અને ડ્રગ્સ બંધ કરાવવા મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે અને હવે જનતા પણ મેવાણીના સમર્થનમાં રેલી કરી દારૂ-ડ્રગ્સના દૂષણ સામે અવાજ ઉઠાવી રહી છે ત્યારે હવે ખુદ ભાજપના ધારાસભ્યએ પણ વિપક્ષના સૂરમાં સૂર પૂરી સરકારને પત્ર લખીને જાહેરમાં થઈ રહેલા દારૂ-ડ્રગ્સના વેચાણ મામલે ફરિયાદ કરી પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.
સુરતમાં ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મ્યુ. કમિશનરને પત્ર લખીને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, સુર્યપુર ગરનાળાથી પ્રાણી સંગ્રહાલય સરથાણા જકાતનાકા સુધીના ઓવર બ્રીજ નીચે તેમજ વલ્લભાચાર્ય રોડ પરના ડિવાઈડરની વચ્ચે મોટા પ્રમાણમાં વસ્તી રહે છે.અહીં JCB, ટ્રક, ટેમ્પા જેવા મોટા વાહનોનું પાર્કિંગ થતું હોય તેની પાછળ અફીણ,ગાંજો, ડ્રગ્સનું ખુલ્લેઆમ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે, અને આ ડ્રગ્સનું મોટાપાયે સેવન પણ થઈ રહ્યુ છે અને ગંદકીભર્યા આ વિસ્તારમાં ગોરખધંધા થઈ રહયા છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. આ બાબતે અગાઉ પણ અનેકવાર રજૂઆતો થયેલી છે.
સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ વાત ધ્યાન પર મૂકવામાં આવી હોવા છતાં કોઈ નિવેડો આવ્યો નથી ત્યારે કામ પોલીસ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સંકલન કરી કાયમી ધોરણે અહીંથી આ ન્યુસન્સ દૂર કરવા જણાવી કેટલા દિવસમાં ઉકેલ આવશે તેનો લેખિતમાં જવાબ માંગતા આ પ્રકરણ ભારે ચર્ચામાં આવ્યું છે.
આમ,વર્ષોથી અહીં ખુલ્લેઆમ ડ્રગસનું વેચાણ થતું હોવાની અને પોલીસ નિષ્ક્રિય હોવાની ગંભીર બાબત સપાટી ઉપર આવી છે જેની કોઈ વિપક્ષ નહિ પણ ભાજપના જ ધારાસભ્યએ પોલ ખોલી છે અને જવાબ પણ માંગ્યો છે ત્યારે હવે આ મામલે કેવા એક્શન લેવાશે તેતો સમયજ કહેશે.
મહત્વનું છે કે ગુજરાત રાજ્ય ડ્રગ્સનું હબ બન્યુ છે અને ડ્રગ્સના કારોબારને ખત્મ કરવામાં સરકાર નિષ્ફળ નિવડી છે.
રાજ્યમાં આજે દરિયાકાંઠાના વિસ્તારોથી આંતર રાજ્ય ડ્રગ્સની સપ્લાય ચેઇનના ખુલાસા પણ થઈ ચુક્યા છે.
આજે દારૂની જેમ ચરસ, ગાંજો અને ડ્રગ્સ પિલ્સ સહિત નશીલા દ્રવ્યોના યુવાઓ બંધાણી બન્યાં છે પાર્ટીઓમાં પણ મોકલવામાં આવે છે,આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવા છતાંય સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતના નારા લગાવી રહી છે પણ વાસ્તવિક સ્થિતિ જુદી છે અને રાજ્યમાં દારૂ અને ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે ત્યારે નવી પેઢીનું ભવિષ્ય દાવ ઉપર લાગ્યું છે.
આ પણ વાંચો:
Rohtak Basketball Player Death: ભંગાર થઈ ગયેલા બે હેવી બાસ્કેટ પોલ તૂટતા બે આશાસ્પદ ખેલાડીઓના મોત!
Imran Khan Killed in Jail:શુ ઈમરાન ખાનની જેલમાં હત્યા થઈ ગઈ છે?રહસ્ય ઘેરું બન્યું!વાંચો,શુ છે હકીકત!








