Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી PMO ઇમારત “સેવા તીર્થ” અને “કર્તવ્ય ભવન” 1 અને 2નું ઉદ્ઘાટન કર્યું.આ દિવસ ઐતિહાસિક પણ છે, કારણ કે નવી દિલ્હીને ભારતની આધુનિક રાજધાની તરીકે ઔપચારિક રીતે સ્થાપિત થયાના 95 વર્ષ પૂર્ણ થયા છે. સેવા તીર્થ સંકુલમાં પ્રધાનમંત્રી કાર્યાલય, કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય છે. સેવા તીર્થ સંકુલમાં દિવાલો પર “નાગરિક દેવો ભવ” સૂત્ર પણ અંકિત થયેલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ દિલ્હીમાં ઉદ્ઘાટન કરાયેલ નવા કાર્યાલય ‘સેવા તીર્થ’ (અને કર્તવ્ય ભવન) ના બાંધકામમાં ₹૧,૧૮૯ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે આ આધુનિક સંકુલ સરકારી કચેરીઓના ભાડા પેટે થતા વાર્ષિક અંદાજે ₹૧.૫ હજાર કરોડના ખર્ચને ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે બનાવવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.મોદી સરકારના મતે “ગુલામીની માનસિકતા બદલીને સેવાભાવ સાથે ૧૪૦ કરોડ ભારતીયોની આકાંક્ષા પૂર્ણ કરવી!” તેવો હેતુ “સેવા તીર્થ” માટે રહેલો છે ત્યારે આ સમગ્ર મામલે સિનિયર પત્રકાર મયુર જાનીએ વિસ્તુત છણાવટ કરી છે જે જોવાનું ચૂકશો નહિ.પ્રસ્તુત છે વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા





