
મહેશ ઓડ
Journalist attacked in Wankaner: મોરબી જિલ્લાના વાંકાનેરમાં સિનિયર પત્રકાર પર હુમલો થતો ખળભળાટ મચી ગયો છે. જેમાં ભાજપના ધારાસભ્ય જીતુ કાંતિલાલ સોમાણી અને તેમના મળતિયાઓ મળીને સિનિયર પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો કર્યો છે. આ ઘટનાએ પત્રકાર સમુદાયમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે, અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS)એ આ ઘટનાને શરમજનક ગણાવીને સરકારને સખત કાર્યવાહીની માંગ કરી છે. હુમલાનો ભોગ બનેલા ભાટીને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ભાટી એન., જે ભાટી ટીવીના સિનિયર પત્રકાર છે, તેઓ વાંકાનેર નગરપાલિકામાં સફાઈકર્મીઓની ભરતીના પ્રશ્નોને લઈને સફાઈકર્મીઓ અને નગરપાલિકાના પ્રમુખનો ઇન્ટરવ્યૂ લેવા ગયા હતા. આ દરમિયાન ધારાસભ્ય જીતુ સોમાણી અને તેના મળતિયા ધરમેન્દ્રસિંહ જાડેજા, કેતનગીરી ગોસ્વામી અને અન્ય સાથીઓ ત્યાં આવી ચઢ્યા હતા. તેમણે સફાઈકર્મીઓને ધમકી આપી કે, “જો તમે ખોટા ખોટા ટોળાં લઈને આવશો, તો તમને રાખીશું નહીં.” આ દરમિયાન ઉશ્કેરાયેલા જીતુ સોમાણીએ ભાટી એન.ને કહ્યું, “જીતુ સોમાણીનો ઇતિહાસ ખબર છે ને?” અને તેવું કહી હુમલો કરી દીધો. સાથે રહેલા ધરમેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરીએ પણ ભાટી પર ગડદાપાટુનો માર માર્યો, જેના કારણે ભાટીને ગંભીર ઇજાઓ થઈ અને તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા.
ભાટીએ જણાવ્યું કે હુમલાખોરોએ ઘટનાનો વીડિયો ડિલીટ કરી નાખ્યો હતો, પરંતુ તેમણે ડેટાબેઝમાંથી તે પાછો મેળવ્યો. ભાટીએ સવાલ ઉઠાવ્યો કે, “ધારાસભ્ય અને નગરપાલિકાને આનું શું લેવાદેવા? તેઓ વચ્ચે કેમ પડ્યા?” આ ઘટનાએ વાંકાનેરમાં ખળભળાટ મચાવ્યો છે, અને ધારાસભ્ય સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયાએ આ ઘટનાને લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો ગણાવ્યો. તેમણે જણાવ્યું, “ધારાસભ્ય જીતુ સોમાણીની આ ગુંડાગીરી સામે અમે પૂરી તાકાતથી લડીશું. પત્રકારોની સુરક્ષા અને સ્વતંત્રતા પર આવા હુમલા સહન નહીં થાય.” તેમણે સરકારને ચેતવણી આપી કે, જો તાત્કાલિક કડક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો રાજ્યભરના પત્રકારો આંદોલન શરૂ કરશે.
ધારસભ્ય જીતુ સોમાણીનો પત્રકાર ભાટી એન. પર હિંસક હુમલો, આંદોલનની ચેતવણી #morbi #wankaner #mla #bhatitv #jitusomani #attack #gujaratpolice #botadpolice #municipal pic.twitter.com/0lSaIXfZrO
— The Gujarat Report (@TGujarat_Report) July 3, 2025
મંતવ્ય ન્યૂઝના એક પત્રકાર અને ડોક્ટર પર હુમલો
આ ઘટના જીતુ સોમાણીનો પહેલો વિવાદ નથી. આ પહેલાં પણ તેમણે મંતવ્ય ન્યૂઝના એક પત્રકાર પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. વધુમાં, 2019માં જીતુ સોમાણીએ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર જયદીપ ગોસાઈ પર હુમલો કર્યો હતો, જેનો વીડિયો પણ CCTVમાં કેદ થયો હતો. આ ઘટનામાં તેમની સામે હુમલા, ધમકી અને સરકારી અધિકારીને કામમાં અડચણ ઊભી કરવાના આરોપ હેઠળ કેસ નોંધાયો હતો.
આ ઘટના બાદ પોલીસે હજુ સુધી કોઈ નોંધપાત્ર કાર્યવાહી કરી નથી, જેના કારણે પત્રકાર સમુદાયમાં નારાજગી વધી રહી છે. હવે બધાની નજર પોલીસ અને સરકારની આગળની કાર્યવાહી પર છે. શું ધારાસભ્ય અને તેમના સાથીઓ સામે કેસ નોંધાશે, અને શું તેમને ધરપકડ કરવામાં આવશે, તે જોવું રહ્યું.
પત્રકાર સમુદાયની માંગ
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિએ માંગ કરી છે કે આ ઘટનાની તાત્કાલિક તપાસ થાય અને જીતુ સોમાણી તેમજ તેમના સાથીઓ ધરમેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. સમિતિએ એ પણ ચેતવણી આપી છે કે જો સરકાર આ મુદ્દે નિષ્ક્રિય રહી, તો રાજ્યભરમાં પત્રકારો રસ્તા પર ઉતરીને
આ ઘટના પત્રકારોની સુરક્ષા અને લોકશાહીમાં પ્રેસની સ્વતંત્રતાનો ગંભીર મુદ્દો ઉઠાવે છે. ભાટી એન.એ પોતાની પત્રકારિતાની ફરજ નિભાવતા સફાઈકર્મીઓના મુદ્દે ઇન્ટરવ્યૂ લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ધારાસભ્યની આક્રમક વર્તણૂકે આ ઘટનાને હિંસક રૂપ આપ્યું. આવી ઘટનાઓ પત્રકારોની સલામતી અને નિષ્પક્ષ પત્રકારિતા માટે જોખમ ઉભું કરે છે.
Wankaner: પત્રકાર પર થયેલા હુમલાનો વિરોધ, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ મેદાને
આ પણ વાંચોઃ
Kerala ના એરપોર્ટ પર અટવાયેલું F-35 રિપેર કરવામાં બ્રિટનના એન્જિનિયરો નિષ્ફળ
અવકાશયાત્રીને મોદીએ ગાજરના હલવા અંગે સવાલ પૂછ્યો, બીજુ કશું જ ના સૂજ્યું!| Space
Disha Salian: દિશા સલિયનના મોત મામલે 4 મોટી હસ્તીઓ સામે FIR,આદિત્ય ઠાકરે પણ સામેલ
Mumbai: બાળકને દારુ પીડાવી શિક્ષિકાએ હોટલમાં યૌન સંબંધ બાંધ્યા, આ રીતે ભાંડો ફૂટ્યો?
Ahmedabad Rath Yatra incident: હાથીને માર મર્યા બાદ કલેક્ટરની બેઠક, દોષનો ટોપલો કોના પર ઢોળાયો?
Ahmedabad: ટ્રક ચાલુ થતાં જ યુવક નીચે સૂઈ ગયો, સામે ચાલી મોતને નોંતર્યું?, જાણો વધુ
ISKCON Temple: અમેરિકામાં હિન્દુ મંદિર પર ગોળીબાર, ભારત શું બોલ્યું?
આ કેવા વિશ્વગુલ્લુ છે!, પોતાના જ પડોશી દેશોનો સાથ મળતો નથી? | Pakistan-China new plan
Pakistan-China: પાકિસ્તાન-ચીનની ભારતને એકલું પાડવાની ચાલ, પાડોશી દેશો સાથે કરી બેઠક!