
MP Drugs News: મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં પોલીસે ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો છે . આ કાર્યવાહી દરમિયાન ભાજપના એક નેતાની કારમાંથી કરોડો રૂપિયાનો માલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પોલીસે આ કાર્યવાહી અગર-બરોડ રોડ પર કરી હતી. જ્યાં ગણેશ ગૌશાળા પાસે પાર્ક કરેલી એર્ટિગા કારમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું.
ભાજપ નેતાની કારમાંથી 5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના અગર માલવા જિલ્લામાં ડ્રગ્સના દુરુપયોગ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ભાજપ મંડલ ઉપપ્રમુખ અને ગ્રામ પંચાયત થડોડાના સરપંચ પ્રતિનિધિ રાહુલ આંજણાની કાર સહિત બે વાહનોમાંથી 5 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ડ્રગ્સ જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મુખ્ય આરોપી રાહુલ અંજના ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું કહેવાય છે.
મધ્યપ્રદેશ પોલીસે એક ખાસ ઝુંબેશ હેઠળ મેળવી મોટી સફળતા
તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશ પોલીસે એક ખાસ ઝુંબેશ હેઠળ આટલી મોટી સફળતા મેળવી છે. રાજ્યના ઘણા વરિષ્ઠ અધિકારીઓ આ ઝુંબેશમાં કડક રહ્યા છે. એસપીએ કહ્યું કે જિલ્લામાં અત્યાર સુધી પકડાયેલ ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો છે. પોલીસનું કહેવું છે કે ડ્રગના ધંધાના મૂળ ઉખેડી નાખવા માટે સતત કાર્યવાહી કરવામાં આવશે, તેમણે કાર્યવાહીમાં સામેલ ટીમનું સન્માન કરવાની પણ જાહેરાત કરી છે.
પોલીસે કોની ધરપકડ કરી?
આ કાર્યવાહીમાં પોલીસે સ્થળ પરથી ઈશ્વર માલવિયા અને દૌલત સિંહની ધરપકડ કરી હતી. જોકે, મુખ્ય આરોપી અને કાર ચલાવતો ભાજપ નેતા રાહુલ અંજના ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
ભાજપના નેતા અને ગ્રામ પંચાયતના સરપંચનું નામ જોડાયેલું
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ આંજણા ભાજપના મંડલ ઉપપ્રમુખ છે. આ ઉપરાંત તેમની પત્ની થડોડા ગ્રામ પંચાયતના સરપંચ છે. પોલીસને જપ્ત કરાયેલી કારમાંથી સરપંચની સત્તાવાર સીલ પણ મળી આવી છે.
MD drugs worth ₹5 cr found in BJP leader’s car. Madhya Pradesh police seized 9.250 kg of ketamine, 6 grams of MD drugs, 12.100 kg of ammonium chloride powder and 35 liters of chemicals. The total value of the seized drugs is said to be more than Rs 4.62 crore. The police… pic.twitter.com/XXrTCxJZmL
— Mohammed Zubair (@zoo_bear) September 13, 2025
મુખ્ય આરોપીની શોધ શરૂ
પોલીસે ભાજપ નેતા રાહુલ આંજણાની અર્ટિગા કાર જપ્ત કરી છે. હાલમાં ફરાર આરોપીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. આ મામલાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આટલો મોટો જથ્થો ડ્રગ્સ ક્યાંથી આવ્યો અને ક્યાં સપ્લાય કરવાનો હતો.
ગુજરાતમાં પણ ભાજપ નેતા ડ્રગ્સની તસ્કરી કરતા ઝડપાયા હતા
આ પહેલી વાર નથી કે ભાજપના નેતા ડ્રગ્સની તસ્કરી કરતા ઝડપાયા હોય આ પહેલા ગુજરાતના સુરતમાં પણ ભાજપ નેતા વિકાસ આહીર ડ્રગ્સની તસ્કરી કરતા ઝડપાયા હતા જેના ભાજપના મોટા મોટા નેતાઓ સાથેના ફોટા પણ વાયરલ થયા હતા.
ભાજપના નેતા જ ડ્રગ્સ વેચે તો ‘નશામુક્ત ભારત’ ક્યાંથી બને?
આજે આ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે જેમાં ભાજપના નેતા કરોડોના ડ્ર્ગ્સના જથ્થા સાથે પકડાયા છે ત્યારે સવાલ તે થાય છે કે, ભાજપ ‘નશામુક્ત ભારત’ કરવાની વાતો કરે છે ત્યારે જો ભાજપના નેતા જ ડ્રગ્સનો વેપાર કરતા હોય તો ‘નશામુક્ત ભારત’ ક્યાંથી બનવાનું ?
આ પણ વાંચો:
Gujarat Rain: આજે રાજ્યના 5 જિલ્લાઓમાં યલો એલર્ટ, માછીમારોને દરિયામાં ન જવાની સલાહ
Earthquake in Russia: રશિયામાં જોરદાર ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઈ
Gujarat News: ગુજરાતમાં 15 લાખ વાહનોમાં ડ્રાઈવરની વિગતો નહીં, મુસાફરોની સુરક્ષા પર સવાલ
General Munir : ‘અમને છેડશો તો અડધી દુનિયા ખતમ થઈ જશે’ : જનરલ મુનીરની ધમકીમાં કેટલો દમ?
Surat: કાકરાપાર જમણાંકાંઠા નહેર બંધના વિરોધમાં 10 હજાર ખેડૂતો કાઢશે રેલી, સિંચાઈ વિભાગનો કરશે ઘેરાવ










