
MP Crime: મધ્ય પ્રદેશમાંથી પોતાનું જ સ્પા સેન્ટર ખોલી યુવતીઓને દેહ વ્યપાર કરાવતા ભાજપ નેતાનો પર્દાફાશ થયો છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના કરેલી ખાતે રહેતી એક વિધવા મહિલાએ જબલપુરના કથિત ભાજપ નેતા અને સ્પા સેન્ટરના સંચાલક આશુતોષ પાંડે પર નોકરીના નામે શારીરિક શોષણ અને દેહવ્યાપારમાં ધકેલવાના ચોંકાવનારા આરોપો લગાવ્યા છે. બે સંતાનોની માતા એવી આ મહિલાએ જબલપુર પોલીસ અધિક્ષક કચેરી ખાતે જનસુનવણી દરમિયાન પોતાની ફરિયાદ નોંધાવી, જેણે સ્થાનિક તંત્ર, રાજકીય વર્તુળો અને સમાજમાં ભારે હોબાળો મચાવી દીધો છે.
મહિલાની આપવીતી: મજબૂરીનો લાભ લેવાયો
कथित भाजपा नेता पर महिला ने लगाए नौकरी के नाम पर दैहिक शोषण और जिस्मफरोशी के धंधे में धकेकने के आरोप !
शादीशुदा महिला और दो बच्चों कि मां ने पुलिस जनसुनवाई में पहुँच कर की शिकायत। स्पा सेंटर में नौकरी देने के नाम स्पा संचालक करता था दैहिक शोषण। आठ हजार रुपए में मैनेजर के… pic.twitter.com/fBiKRKgU1d
— काश/if Kakvi (@KashifKakvi) July 30, 2025
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, તેના પતિના અવસાન બાદ તે પોતાના બે બાળકોના ઉછેર અને જીવનનિર્વાહ માટે નરસિંહપુરના કરેલીથી જબલપુર સ્થળાંતર કરી હતી. જ્યાં તે ભાડાના મકાનમાં રહેતી હતી. આર્થિક સંકડામણ વચ્ચે નોકરીની શોધમાં તેનો સંપર્ક જબલપુરના વિજય નગર વિસ્તારમાં એકતા ચોક ખાતે આવેલા રોયલ ક્રાઉન સ્પા સેન્ટરના સંચાલક આશુતોષ પાંડે સાથે થયો. આશુતોષે પોતાને ભાજપનો પ્રભાવશાળી નેતા અને વકીલ તરીકેની ઓળખ આપી મહિલાને મેનેજરના પદે માસિક 8,000 રૂપિયાના પગારે નોકરીએ રાખી હતી. નોકરીની આશામાં મહિલાએ આ તક સ્વીકારી, પરંતુ તેને ખબર ન હતી કે આ નિર્ણય તેના જીવનને નરક બનાવી દેશે.
શોષણની શરૂઆત: મસાજના બહાને શરૂ થયો અત્યાચાર
નોકરી શરૂ થયાના થોડા સમય બાદ જ આશુતોષે મહિલાને એક ખાનગી કેબિનમાં બોલાવીને મસાજ કરવાનું શીખવવાના બહાને શારીરિક શોષણ શરૂ કર્યું. મહિલાનો આરોપ છે કે આશુતોષે તેની મજબૂરીનો લાભ લઈને અનેક વખત તેનું યૌન શોષણ કર્યું. આગળ જતાં આશુતોષે તેને દેહવ્યાપારમાં ધકેલવાનો પ્રયાસ કર્યો અને આવું ન કરવા પર નોકરી છીનવી લેવાની ધમકીઓ આપી. મહિલાએ જણાવ્યું, “મારે મારા બાળકો માટે જીવવું છે, પરંતુ આશુતોષે મારી મજબૂરીનો ફાયદો ઉઠાવીને મારું જીવન બરબાદ કરી નાખ્યું.”
મહિલાને ભાજપ નેતાએ ધમકીઓ આપી
જ્યારે મહિલાએ આ શોષણનો વિરોધ કર્યો, તો આશુતોષે તેને નોકરીમાંથી કાઢી મૂકી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી. આ બધુ થવા છતાં મહિલાએ હિંમત ન હારી પોલીસમાં જાણ કરી. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે આશુતોષ દિલ્હી અને અન્ય શહેરોમાંથી આવતા પોતાના સાથીઓ સાથે મળીને અન્ય મહિલાઓ અને યુવતીઓનું પણ શારીરિક શોષણ કરે છે. આવા સ્પા સેન્ટરોના આડમાં દેહવ્યાપારનું રેકેટ ચાલી રહ્યું હોવાનો પણ તેણે દાવો કર્યો.
આશુતોષ પાંડેની ઓળખ: ભાજપ સાથે સંબંધનો દાવો
પિડિતાએ જણાવ્યું કે આશુતોષ પાંડે પોતાને ભાજપના સોશિયલ મીડિયા પ્રભારી અને વકીલ તરીકે રજૂ કરે છે. તેના આ દાવાઓએ આ મામલાને રાજકીય રંગ આપ્યો છે. જોકે, ભાજપ જિલ્લા મહાનગર અધ્યક્ષ રત્નેશ સોનકરે આ આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું, “આશુતોષ પાંડે ભાજપ સંગઠનના કોઈ પદ પર નથી, ન તો તેને પાર્ટી તરફથી કોઈ જવાબદારી સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પોતાને ભાજપનો પદાધિકારી ગણાવીને તે પાર્ટીની બદનામી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. અમે આ મામલે કડક કાર્યવાહી કરીશું અને તેની સામે કાનૂની પગલાં લઈશું.”
પોલીસ તપાસ શરૂ, સમાજમાં રોષ
જબલપુર પોલીસે મહિલાની ફરિયાદના આધારે આશુતોષ પાંડે વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સ્પા સેન્ટર સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓની ભૂમિકા અને શક્ય ગેરકાયદે પ્રવૃત્તિઓની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ મામલો જબલપુરમાં ઝડપથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને ભાજપ સંગઠન પર પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકો, મહિલા સંગઠનો અને સામાજિક કાર્યકરોએ આ ઘટનાને “શરમજનક” ગણાવીને આરોપી સામે કડક કાર્યવાહીની માગણી કરી છે.
આ પણ વાંચો:
MP: જબલપુરમાં બે ઘોડા ઝઘડાતાં એક રિક્ષામાં ઘૂસી ગયો, ડ્રાઈવર સહિત 3ની હાલત થઈ ગંભીર, જુઓ વીડિયો
MP: ‘ભાજપ ભેંસ જેવી, કાચિંડાની જેમ રંગ બદલે છે’, પણ કોંગ્રેસ નેતાઓ ભેંસ કેમ બન્યા?
Vadodara: યુવીતએ 7માં માળેથી છલાંગ લગાવી મોત વ્હાલુ કર્યું, શું છે કારણ?
Fake promises: મોદીના વચનનો અમલ ન થતાં 40 હજાર લોકોને અન્યાય, નેતા છેતરે તો ગુનો દાખલ કરવા કોર્ટ નથી
Parking Chair: ખુરશી સરખી કરવાની ઝંઝટ ખતમ, તાળી પાડતાં જ કેવી રીતે ગોઠવાઈ જાય છે?
Himachal Pradesh: એક છોકરી સાથે બે ભાઈઓએ લગ્ન કર્યા, પછી છોકરી શું બોલી?
UK: ટ્રમ્પનું મોત, પ્લેનમાં બોમ્બ, અલ્લાહુ અકબર… મુસાફરે રાડ્યો પાડ્યા પછી શું નીકળ્યું?