
MP Car falls into well: આજે રવિવારે બપોરે લગભગ 2 વાગ્યે મંદસૌર જિલ્લાના નારાયણગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુઢા-ટકરાવત ક્રોસિંગ પર એક ભયંકર અકસ્માત થયો છે. એક બેકાબૂ ઈકો કાર બાઇકને ટક્કર મારી સીધી કૂવામાં ઉતરી ગઈ હતી. જેમાં 5 લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે એક નાની બાળકી સહતિ 4 લોકોનો બચાવ થયો છે. આબાખેડીના રહેવાસી બાઇક સવાર ગોબર સિંહનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ છે. બચાવવા માટે કૂવામાં ઉતરેલા એક ગ્રામજનોએ પણ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત થયાના અહેવાલ છે.
ઈકો કારમાં 10 થી વધુ લોકો સવાર હતા, જેઓ ઉજ્જૈન જિલ્લાના ઉન્હેલથી નીમુચ જિલ્લાના માનસા વિસ્તારમાં સ્થિત અંતરી માતા મંદિરના દર્શન કરવા જઈ રહ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે કૂવામાં હજુ કેટલાંક લોકો ફસાયેલા છે. તેમને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
અકસ્માતમાં ઈજા પામેલી ત્રણ વર્ષની બાળકી સહિત ચાર લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે,અને તેમને મંદસૌર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું
ઘટનાની માહિતી મળતા જ નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડા, કલેક્ટર અદિતિ ગર્ગ, એસપી અભિષેક આનંદ, એડિશનલ એસપી ગૌતમ સોલંકી અને એસડીઓપી નરેન્દ્ર સોલંકી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ફસાયેલા લોકોને રાહત આપવા માટે જિલ્લા હોસ્પિટલમાંથી ઓક્સિજન સિલિન્ડર પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે.
કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા
નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ જણાવ્યું હતું કે કારચાલકે કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે વાન રસ્તા પરથી ઉતરી ગઈ અને કૂવામાં પડી ગઈ. “મૃત્યુઆંક સ્પષ્ટ નથી. કારમાં બે બાળકો સહિત 13 લોકો હતા. 4 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ કામગીરી હવે પ્રાથમિકતા છે. તેમણે કહ્યુ કૂવામાં ઝેરી ગેસ છે. ઝેરીલા ગેસને કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.
આ પણ વાંચોઃ
Pahalgam Attack: પાકિસ્તાનને દોષિત ઠેરવ્યા પહેલા ભારત પુરાવા આપે: શાહિદ આફ્રિદી
Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?
મહિલાના સ્તન અડવાનો પ્રયાસ દુષ્કર્મનો પ્રયાસ નથી: Kolkata High Court
Vancouver car accident: કેનેડામાં પૂર ઝડપે આવેલી કારે લોકોના ટોળાને ઉછાળ્યું, કેટલાંકના મોત