અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health

  • Famous
  • November 10, 2025
  • 0 Comments

Dharmendra Hospital Admitted: લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી હોવાના અહેવાલ છે,89 વર્ષના ધર્મેન્દ્ર હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે. ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તેમના ચાહકો તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.
તેમના નજીકના મિત્ર અવતાર ગિલે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતા કહ્યું છે કે તેઓની હાલત નાજુક છે અને હવે દવાઓ પણ અસર કરી રહી નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્રની પત્ની પ્રકાશ કૌરની બે પુત્રીઓ અજિતા (જે હાલમાં અમેરિકામાં રહે છે) અને વિજેતા (જે લંડનમાં રહે છે) તેઓ બંને પિતા ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવાનું સાંભળતાજ ભારત આવવા નીકળી ગઈ છે.

અભિનેતાના નજીકના મિત્ર અવતાર ગિલે તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કર્યું હતું અવતાર ગિલે કહ્યું, “જ્યાં સુધી હું જાણું છું, તેઓની તબિયત છેલ્લા કેટલાક સમયથી સારી નથી અને આજે સવારે તેમના નજીકના સબંધીએ મને કહ્યું કે તેઓને હવે દવાની કોઈ અસર થઈ રહી નથી જેથી તબિયત વધુ નાજુક હોવાનું કહેવાય રહયુ છે.

નોંધનીય છે કે અભિનેતાને લગભગ 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તે સમયે તેમની ટીમે સ્વાસ્થ્ય અપડેટ આપતા કહ્યું હતું કે આ તેમના નિયમિત ચેકઅપનો એક ભાગ છે,તેથી, ચિંતા કરવાની કોઈ વાત નથી.

ત્યારબાદ હેમા માલિનીએ પણ સ્વાસ્થ્ય અપડેટ આપ્યું હતું. તે વખતે જ્યારે ફોટોગ્રાફરોએ હેમા માલિનીને ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું, ત્યારે તેઓએ ધર્મેન્દ્ર સ્વસ્થ હોવાનું જણાવ્યું હતુ.

૬૦ અને ૭૦ ના દાયકાના લાખો દિલો પર રાજ કરનારા લોકપ્રિય અભિનેતા ધર્મેન્દ્ર ફરી બીમાર પડ્યા છે અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,ધર્મેન્દ્ર ઉંમર સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

જોકે, આ પહેલી વાર નથી જ્યારે ધર્મેન્દ્રને નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય. તેઓ 89 વર્ષના છે અને તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ સતર્ક છે. તાજેતરમાં, અભિનેતા વય-સંબંધિત બીમારીના કારણે સારવાર માટે યુનાઇટેડ સ્ટેટ્સ પણ ગયા હતા. ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના જુના જમાનાના પ્રિય સ્ટાર રહયા છે. ધર્મેન્દ્રએ તેમની કારકિર્દી દરમિયાન અનેક એક્શન ફિલ્મોમાં અભિનય કર્યો છે.

તેમને હિન્દી સિનેમાના હી-મેન તરીકે ઓળખવામાં આવે છે. તેમણે “ચુપકે ચુપકે” (1975), “પ્રતિજ્ઞા” (1975), થી લઈને “યમલા પગલા દીવાના” (2011) સુધીની અનેક કોમેડીમાં પણ અભિનય કર્યો છે. 80 અને 90 ના દાયકામાં, ધર્મેન્દ્ર પાત્ર ભૂમિકાઓમાં દેખાવા લાગ્યા. આ દાયકા દરમિયાન તેઓ ફિલ્મોની લાંબી યાદી સાથે મોટા પડદા પર સક્રિય રહ્યા છે.

ધર્મેન્દ્રની ‘પ્યાર કિયા તો ડરના ક્યા?’, ‘લાઇફ ઇન અ મેટ્રો’, ‘જોની ગદ્દાર’ અને ‘અપને’ જેવી લોકપ્રિય ફિલ્મોનો સમાવેશ થાય છે. આ સિવાય વર્ષ 2023 માં, તે ફિલ્મ ‘રોકી રાની કી પ્રેમ કહાની’ માં દેખાયા હતા,જેમાં તેમણે શબાના આઝમી સાથેના તેમના ચુંબન દ્રશ્યથી ધૂમ મચાવી હતી. વર્ષ 2025 માં, તેમની એક ફિલ્મ ‘એકિસ’ રિલીઝ થનાર છે. ધર્મન્દ્ર જલ્દી સારા થઈ જાય તેવી ચાહકો પ્રાર્થના કરી રહયા છે.

આ પણ વાંચો:

Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?

Gujarat: CM ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઉલ્ટા ચશ્મા પહેરાવ્યા!, હેક્ટરે 22 હજારની સહાય તો 2 વર્ષથી ચૂકવાઈ જ છે, ભાજપ નેતાનો જ વિરોધ!

Gujarat: ભૂપેન્દ્ર પટેલ સરકારે ધરતીપુત્રો માટે 10 હજાર કરોડની સહાય જાહેર કરી, શું આ પૂરતું છે?

Bhavnagar: હીરા ઉદ્યોગ ઈતિહાસની ભયંકર મંદીના ચપેટમાં!, માર્કેટ ખુલવાના એંધાણ નહીં

ઓડિશામાં માત્ર 4 મહિનામાં 36000થી વધુ મહિલા અને 8400 બાળકો ગુમ

Related Posts

Salman khan: ભાજપ નેતાએ સલમાન ખાન સામે નોંધાવી ફરિયાદ, કારણ જાણી દંગ રહી જશો!
  • November 6, 2025

Salman khan Against Fir: ફિલ્મસ્ટાર સલમાન ખાન વિરુદ્ધ ભાજપના નેતા અને એડવોકેટ એવાઈન્દર મોહનસિંઘ હનીએ ફરિયાદ નોંધાવી છે. સલમાનખાન સામે આ ફરિયાદ પાન મસાલાની જાહેરાત કરવા બદલ થઈ છે. યુવાનોને…

Continue reading
Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?
  • October 31, 2025

Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમાચાર ફેલાતાં જ તેમના ચાહકો ગભરાઈ ગયા હતા. જોકે તેમના નજીકના સૂત્રોએ  ખાતરી આપી છે કે  તેમની હાલત હાલ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”