Mumbai: ચહલ-ધનશ્રીના છૂટાછેડા અંગે આજે કોર્ટ ચુકાદો આપશે, 4.75 કરોડમાં શું થશે સમાધાન!

  • Sports
  • March 20, 2025
  • 0 Comments

Mumbai:  આજે  20 માર્ચે બોમ્બે હાઈકોર્ટ યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માની છૂટાછેડા અરજી પર ચુકાદો આપશે. બુધવારે, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની અલગ રહેતી પત્ની ધનશ્રી વર્માએ છૂટાછેડા માટે અરજી કર્યા બાદ હાઇકોર્ટે કાયદેસર રીતે ફરજિયાત છ મહિનાનો સમયગાળો માફ કરી દીધો હતો અને ફેમિલી કોર્ટને આજે એટલે કે ગુરુવાર સુધીમાં તેમની છૂટાછેડાની અરજી પર ચુકાદો આપવા આર્ડર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટ બાર અને બેન્ચની વેબસાઇટ અનુસાર, બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં 6 મહિનાનો સમય વિતાવ્યા વગર છૂટાછેડા આપવા ઓર્ડર કર્યો છે. તમને જણાવી દઈએ કે બંને કપલ ઘણા સમયથી અલગ રહે છે. આ આદેશ આપતી વખતે, હાઈકોર્ટે એમ પણ કહ્યું કે બંને છેલ્લા અઢી વર્ષથી અલગ રહી રહ્યા છે અને 4.75 કરોડ રૂપિયાના સમાધાન માટે પણ વાતચીત થઈ છે.

ચહલ અને ધનશ્રી વર્માએ આ વર્ષે 5 ફેબ્રુઆરીએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. છૂટાછેડા બંનેની સંમતિથી થતાં હોવાથી તેમણે કૂલિંગ ઓફ પિરિયડ માફ કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી.

ગયા બુધવારે, જસ્ટિસ માધવ જામદારની સિંગલ બેન્ચે કહ્યું હતું કે ચહલને 21 માર્ચથી સમય નથી. તેને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનો છે. ચહલ અને વર્માએ આ વર્ષે 5 ફેબ્રુઆરીએ અહીંની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. ચહલ અને તેની અલગ રહેતી પત્નીએ પરસ્પર સંમતિથી છૂટાછેડાની માંગણી કરી હોવાથી કાયદેસર રીતે ફરજિયાત છ મહિનાના સમયગાળાને માફ કરવાની વિનંતી કરતી અરજી દાખલ કરી હતી.

ઉલ્લેખયની છે કે 20 ફેબ્રુઆરીએ ફેમિલી કોર્ટે 6 મહિના રાહ જોવી પડશે તેવું તારણ આપ્યું હતુ. જેથી બંનેએ ફેમિલી કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હિન્દુ લગ્ન કાયદા હેઠળ, દરેક યુગલે છૂટાછેડા આપી શકાય તે પહેલાં છ મહિનાનો આ સમયગાળો પૂર્ણ કરવો પડે છે. અરજી મંજૂર કરતી વખતે, ન્યાયાધીશ જામદારે કહ્યું, “અરજદાર નંબર 1 (ચહલ) ને IPL માં ભાગ લેવાનો હોવાથી, વકીલે રજૂઆત કરી છે કે તે 21 માર્ચ પછી ચહલ પાસે સમયન નથી. કારણે કે તે ક્રિકેટમાં ભાગ લેવાના જવાનો છે. તેથી, ફેમિલી કોર્ટને વિનંતી છે કે તેઓ આજે એટલે કે 20 માર્ચ સુધીમાં તેમની છૂટાછેડા અરજી પર ચુકાદો આપે.

આ પણ વાંચોઃ અમદાવાદમાંથી નકલી હોસ્પિટલ અને ડોક્ટર ઝડપાયો, જાણો વધુ | Fake hospital

આ પણ વાંચોઃ Uttar Pradesh: રુસ્તમ ફિલ્મને ટક્કર મારે તેવી ઘટના, વિદેશમાં નેવી મર્ચનું કામ કરતાં પતિની પ્રેમી સાથે મળી પત્નીએ કરી હત્યા

  • Related Posts

    Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ
    • October 27, 2025

    Shreyas Iyer Admitted : ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વનડે મેચ 9 વિકેટથી જીતી લીધી. આ મેચમાં શ્રેયસ ઐયર ફિલ્ડિંગ કરતી વખતે ઘાયલ થયો હતો. હર્ષિત રાણાની બોલિંગ પર ઓસ્ટ્રેલિયન…

    Continue reading
    Women’s ODI World Cup 2025: પાકિસ્તાન એક પણ વર્લ્ડ કપ મેચ જીતી ના શક્યું, છતાં 3 પોઈન્ટ કેવી રીતે મળ્યા?, જાણો
    • October 25, 2025

    Women’s ODI World Cup 2025: પાકિસ્તાનને 2025 વર્લ્ડ કપમાંથી જીત મેળવ્યા વગરજ પરત ફરવું પડ્યું છે. મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ભારત પહેલાથી જ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    • October 27, 2025
    • 9 views
    UP: લખનૌમાં સ્કૂટી સવારોએ છોકરીનું કર્યું અપહરણ, રસ્તામાં પેટ્રોલ ખૂટી પડ્યુ પછી…

    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    • October 27, 2025
    • 4 views
    UP: હોસ્પિટલમાંથી ઘાયલ દર્દી દારૂ પીવા ગયો!, ‘પેગ મારી’ પરત પણ આવી ગયો!, વાયરલ વીડિયોએ મચાવી ધમાલ

    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    • October 27, 2025
    • 6 views
    ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    • October 27, 2025
    • 16 views
    Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    • October 27, 2025
    • 10 views
    Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 23 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?