
- મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટ આઠ ક્લાક ઉડ્યા પછી મુંબઈ પરત આવી; કારણ હતું ટોયેલટમાંથી મળેલો પત્ર
સોમવારે સવારે મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-119 ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. 8 કલાક 37 મિનિટના ઉડાન ભર્યા પછી ફ્લાઇટને મુંબઈ તરફ ડ્રાઈવર્ડ કરી દેવામાં આવી હતી. ફ્લાઇટમાં 19 ક્રૂ મેમ્બર સહિત 322 મુસાફરો સવાર હતા.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇટના વોશરૂમમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને વિમાનને મુંબઈ પરત લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફ્લાઇટ 10:25 વાગ્યે મુંબઈ પહોંચી હતી.
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI119 એ મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-2 થી રાત્રે 1:43 વાગ્યે ન્યૂયોર્ક માટે ઉડાન ભરી હતી. હાલમાં સુરક્ષા એજન્સીઓ તપાસમાં રોકાયેલી છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતુ કે, મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દુઃખ છે.
ફ્લાઈટને કરાઈ રિશેડ્યુલ
એરલાઇને જણાવ્યું હતું કે ફ્લાઇટ હવે 11 માર્ચે સવારે 5 વાગ્યે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. મુસાફરોને હોટલમાં રહેવાની વ્યવસ્થા, ભોજન અને અન્ય જરૂરી સહાય પૂરી પાડવામાં આવી છે. મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તે માટે અમારી ટીમ સતત ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહી છે. અમારી ટોચની પ્રાથમિકતા મુસાફરો અને ક્રૂની સલામતી છે.
6 માર્ચે શિકાગો-દિલ્હી ફ્લાઇટને ટોયલેટ સંબંધિત સમસ્યાને કારણે કરાઈ હતી ડાયવર્ડ
આ પહેલા 6 માર્ચે શિકાગોથી દિલ્હી જતી એર ઇન્ડિયાની બીજી ફ્લાઇટને ટેકનિકલ ખામીને કારણે ટેકઓફના પાંચ કલાક પછી શિકાગો પરત ફરવું પડ્યું હતું. સોમવારે એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર લઈ જવા માટે સમયસર વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 6 માર્ચ, 2025 ના રોજ ફ્લાઇટ ગ્રીનલેન્ડ ઉપર હતી, ત્યારે વિમાનના 12 માંથી 11 શૌચાલય બંધ થઇ ગયા હતા. લગભગ 300 મુસાફરો માટે ફક્ત એક જ શૌચાલય કાર્યરત રહ્યું, જે બિઝનેસ ક્લાસમાં હતું. આવી સ્થિતિમાં 14 કલાકની મુસાફરી પછી ફ્લાઇટને શિકાગોના ઓ’હેર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પાછા ફરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.