
Priyanka Gandhi: ભારતીય રાજકારણમાં ફરી એકવાર વ્યક્તિગત આક્ષેપો અને આરોપ-પ્રત્યારોપનો નવો રાઉન્ડ શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) પર તેમની સ્વર્ગવાસી માતા હીરાબેન મોદી વિરુદ્ધ અભદ્ર ભાષા વાપરવાનો ગંભીર આરોપ લગાવ્યો. આ મુદ્દે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તીખો પ્રતિસાદ આપ્યો, જેમાં તેમણે વડાપ્રધાન મોદીની નેતૃત્વ શૈલી અને રાજકીય રણનીતિ પર સવાલો ઉઠાવ્યા. આ ઘટનાએ બિહારની આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં રાજકીય માહોલને ગરમાવી દીધો છે.
આ વિવાદની શરૂઆત 27 ઓગસ્ટ, 2025ના રોજ બિહારના દરભંગામાં યોજાયેલી કોંગ્રેસની ‘વોટર અધિકાર યાત્રા’ દરમિયાન થઈ. આ યાત્રા ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીઓમાં કથિત અનિયમિતતાઓ સામે જનજાગૃતિ લાવવા માટે યોજાઈ હતી. આરોપ છે કે આ કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરાબેન વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી. જેમાં મોદી અને તેમની માતા વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જે ભાજપે “નીચ રાજનીતિ” ગણાવી.
વડાપ્રધાન મોદીનો આરોપ
2 સપ્ટેમ્બર, 2025ના રોજ નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બિહાર રાજ્ય જીવિકા નિધિ સાખ સહકારી સંઘ લિમિટેડના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન મોદીએ આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે ભાવુક અપીલ કરતાં કહ્યું, “મારી માતા, જે હવે આ દુનિયામાં નથી, જેનો રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હતો, તેમનું અપમાન RJD અને કોંગ્રેસના મંચ પરથી કરવામાં આવ્યું. આ માત્ર મારી માતાનું અપમાન નથી, એ દેશની તમામ માતાઓ, બહેનો અને દીકરીઓનું અપમાન છે.”મોદીએ આ ઘટનાને બિહારની જનતા સાથે જોડીને રાજકીય રીતે ઉઠાવી. તેમણે કહ્યું, “જે લોકો માતાઓનું અપમાન કરે છે, તેમની માનસિકતા સ્ત્રીઓને નબળી ગણે છે.
પ્રિયંકા ગાંધીનો ઉગ્ર પ્રતિસાદ
रोक सको तो रोक लो प्रियंका गांधी को…
बिना साबुन के धोबी घाट पर पटाक पटाक धुलाई जारी है,
वीडियो बाद में सुनना, पहले रिट्वीट ठोको फटाफट 🔥😎
pic.twitter.com/OmZVsi5hTg— Jeetu Burdak (@Jeetuburdak) September 2, 2025
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાનના આરોપોનો કડક જવાબ આપ્યો. એક જાહેર સભામાં તેમણે કહ્યું, “મેં બહુ વડાપ્રધાન જોયા, પરંતુ મોદી પહેલા એવા વડાપ્રધાન છે જે તમારી સામે આવીને રડે છે અને કહે છે, ‘મને ગાળો આપે છે.’ તમારા દુઃખ સાંભળવાને બદલે, તેઓ પોતાના દુઃખની વાતો શરૂ કરી દે છે.” પ્રિયંકાએ આરોપ લગાવ્યો કે ઓફિસમાં બેસીને કોઈએ એક લિસ્ટ બનાવ્યું છે, જેમાં લોકોની સમસ્યાઓની નોંધ નથી, પરંતુ મોદીને કોણે કેટલી વખત ગાળો આપી તેનો હિસાબ રાખવામાં આવે છે.
પ્રિયંકાએ ભાજપની રાજનીતિ પર આકરા પ્રહાર કરતાં કહ્યું, “શું અમારા પરિવારને ગાળો નથી આપવામાં આવી? જો અમે અમને આપેલી ગાળોનું લિસ્ટ બનાવવા બેસીએ તો પુસ્તકોના પુસ્તકો લખાઈ જાય. મારા ભાઈ રાહુલ ગાંધી કહે છે, ‘દેશ માટે ગાળો તો શું ગોળી ખાવા તૈયાર છું. સચ્ચાઈ માટે હું ઊભો રહીશ.’ અમે ડરવાના નથી, અમે વધુ જોરદાર રીતે લડીશું.”
તેમણે ભૂતકાળમાં ગાંધી પરિવાર પર થયેલા શાબ્દિક હુમલાઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું, “મારા પિતા (રાજીવ ગાંધી)નું અપમાન સંસદમાં કરવામાં આવ્યું, તેમને દેશદ્રોહી કહેવામાં આવ્યા. મારી માતા (સોનિયા ગાંધી)નું અપમાન કરવામાં આવ્યું. ભાજપના નેતાઓએ અમારા પરિવારની પરંપરાઓ અને કાશ્મીરી પંડિતોની પરંપરાઓનું અપમાન કર્યું. પરંતુ અમે ઝૂકવાના નથી. અમે લોકોની સમસ્યાઓ માટે લડતા રહીશું.
આ પણ વાંચો:
પ્રિયંકા ગાંધીએ ભારત સરકારને કહ્યું- ‘ઈન્દિરા ગાંધીની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો’
PM Modi: મોદીની ફરી ફજેતી કરી નાખી!, ટ્રમ્પ સલાહકારે કહ્યું મોદી પુતિન-જિનપિંગ સાથે બેડ પર….
Modi China Visit: ‘મોદીનું ગરમ સિંદૂર પાણી થઈ ગયું’, જિનપિંગને ના પૂછ્યું પાકિસ્તાનને કેમ મદદ કરી
PM Modi: ચીનને લાલ આંખ બતાવવાનું કહેતાં મોદી આજે શું બોલ્યા?
Viral Video: ગર્લફ્રેન્ડનો ફોન વ્યસ્ત આવતાં બોયફ્રેન્ડે વીજ તાર કાપ્યા